સંગીત સેરેમનીમાં અનંત-રાધિકાનો જોવા મળ્યો સુંદર લુક, તસવીરો થઈ વાયરલ

Anant Radhika Sangeet Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચંટની સંગીત સેરેમનીનો પ્રથમ લુક સામે આવ્યો છે. આ તકે બંને ગોલ્ડન આઉટફિટમાં જોવા મળ્યા. બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. સાતે અનંત અંબાણીએ પેપ્સની સાતે પણ તસવીરો ક્લિક કરાવી છે. આવો જોઈએ બંનેનો લુક.

અનંત અંબાણી-રાધિકા મર્ચંટની સંગીત સેરેમની

1/5
image

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના લગ્નનો જશ્ન શરૂ થઈ ગયો છે. 5 જુલાઈ 2024ના અનંત-રાધિકાની સંગીત સેરેમની છે, જેનું આયોજન જિયો વર્લ્ડ સેન્ટરમાં થયું છે. આ ફંક્શનમાં પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રિટીઝ પહોંચી ગયા છે. હવે અનંત અને રાધિકાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.   

સંગીત સેરેમનીમાં અનંત અંબાણીએ શું પહેર્યું હતું?

2/5
image

બંનેએ સંગીત સેરેમની માટે ગોલ્ડન આઉટફિટ પસંદ કર્યું. જ્યાં અનંત અંબાણીએ ગળાબંધ પહેર્યું. જેના બેસમાં બ્લેક અને ગોલ્ડન વર્ક થયું છે. આ આઉટફિટ જોવામાં ખુબ હેવી અને પાર્ટી બેસ્ડ લાગી રહ્યું છે. અનંતનો આ લુક રાધિકાના આઉટફિટને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

સંગીત સેરેમનીમાં રાધિકા મર્ચંટનો લુક

3/5
image

રાધિકા મર્ચંટના લુકની વાત કરીએ તો તે લાઇટ ગોલ્ડન કલરના લહેંગામાં જોવા મળી. આ સાથે તેણે ગળામાં ડાયમંડ જ્વેલરી પહેરી હતી. ફેન્સ રાધિકાના આઉટફિટને ખુબ પસંદ કરી રહ્યાં છે. બંનેએ અલગ-અલગ પોઝ આપ્યા હતા.   

અનંત-રાધિકાના લગ્નનો કાર્યક્રમ

4/5
image

3 જુલાઈ- મામેરૂ અને ગરબા નાઇટ 5 જુલાઈ- સંગીત સેરેમની 8 જુલાઈ- ગૃહ પૂજા 10 જુલાઈ- શિવ પૂજા 10 જુલાઈની રાત્રે- યંગસ્ટર્સ પાર્ટી 12 જુલાઈ- શુભ વિવાહ 13 જુલાઈ- મિની રિસેપ્શન (આશીર્વાદ) 14 જુલાઈ- બીજું રિસેપ્શન

લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફંક્શન થયા

5/5
image

અનંત રાધિકાના લગ્નના ફંક્શનમાં અબજો રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી પરિવારે અનંતના લગ્ન માટે બે પ્રી-વેડિંગ ફંક્શન રાખ્યા છે. પ્રથમ ફંક્શન જામનગર અને બીજું ઈટલીમાં થયું હતું.