શેર માટીની ખોટ પુરી કરવા દંપતીએ અમદાવાદમાં કર્યો કાંડ, રાજસ્થાનથી 4 આરોપીઓની ધરપકડ
અમદાવાદની શહેર કોટડા પોલીસની ગિરફ્તમાં જોવા મળતા એક દંપતી રાહુલ માલી અને પત્ની કવિતા માલી અને પૂનમ સોલંકી, રૂબિના બાનું પઠાણ છે. જેની પોલીસે 10 માસની બાળકીના અપહરણ કેસમાં ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: નિસંતાન દંપતી એ કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી 10 માસની બાળકીનું અપહરણ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સીસીટીવીમાં અપહરણ કરતા કેદ થઇ જતા શહેરકોટડા પોલીસે રાજસ્થાનથી અપહરણ કેસમાં ચાર આરોપી કરી ધરપકડ કરી છે.
અમદાવાદની શહેર કોટડા પોલીસની ગિરફ્તમાં જોવા મળતા એક દંપતી રાહુલ માલી અને પત્ની કવિતા માલી અને પૂનમ સોલંકી, રૂબિના બાનું પઠાણ છે. જેની પોલીસે 10 માસની બાળકીના અપહરણ કેસમાં ધરપકડ કરી છે. પોલીસ ચોપડે નોંધાયેલ ઘટનાની વાત કરવામાં આવે તો કાલુપુર મેટ્રો સ્ટેશન નજીક ફૂટપાથ પર રહેલી રૂકસાના બાનુ પોતાની 10 માસની દીકરી સાથે 30 જૂનનાં રાત્રે ફૂટપાથ પર સૂતી હતી, ત્યારે આરોપીઓ બાળકીનું અપહરણ કર્યું.
બાળકીના અપહરણની ફરિયાદને પગલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં વોટ્સએપ ગ્રુપમાં બાળકીના અપહરણને લઈને માહિતી વાયરલ કરવામાં આવી. જેમાં ગુનાની ગંભીરતાને આધારે ઝોન -3 એલ.સી. બી અને શહેરકોટડા પોલીસે જુદી જુદી ટીમ બનાવીને તપાસ શરૂ કરી. કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પાસે ના સીસીટીવી ચેક કરતા બાળકીનું અપહરણ અજાણ્યા મહિલા અને પુરુષ દ્વારા કરવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું હતું.
સીસીટીવી અને ટેક્નિકલ માહિતીના આધારે આરોપીઓ રાજસ્થાનની કાશીગુડા લાલગઢ એકસપ્રેસમાં જઈ રહ્યા હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે પોલીસે ચારેય આરોપીઓને રાજસ્થાનથી ધરપકડ કરી 10 માસની બાળકીને સહી સલામત છુટકારો કરાવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપી કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 12 પાસે ફૂટપાથ પર રહેતા હતા. જેમાં પતિ રાહુલ માલી અને પત્ની કવિતા માલી નિસંતાન હતા. જેથી પોતાનું બાળક મેળવવા માટે રૂકસાના બાનુંની બાળકીનું અપહરણનું ષડયંત્ર રચ્યું હતું અને તેઓએ રૂબિના બાનું અને પૂનમને પણ આ ષડયંત્ર સામેલ કર્યા હતા. આ આરોપીઓ બાળકનું અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી લીધા. જેમાં આરોપી રાહુલ માલી વિરુદ્ધ જયપુરમાં રેલવે સ્ટેશનમાં લોખંડ ચોરી કેસમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા ચારેય આરોપીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ નિસંતાન હોવાના કારણે બાળકના સુખ માટે અપહરણ કર્યું હોવાની પોલીસ સામે કબૂલાત કરી રહ્યા છે, ત્યારે શહેર કોટડા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ ગેંગ સાથે સંકળાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે