ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!

Gujarat Monsoon 2024: ગુજરાતમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાત દેનાધન તો ઉત્તર ગુજરાતમાં આફતનો વરસાદ વરસ્યો છે. સાંબેલાધાર વરસાદથી બનાસકાંઠામાં ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. તો હજુ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ક્યાં ધોધમાર અને ક્યાં મુશળધાર મેઘાનું છે અનુમાન? ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

1/6
image

રાજ્યના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 16 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન રાજ્યના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે. આ ઉપરાંત ગુજરાતી ભારતના દક્ષિણી છેડા સુધી એક ઓફશોર ટ્રફની રચના થઇ છે.  

2/6
image

ગુજરાતમાં અવિરત આવતો વરસાદ હજુ પણ આવશે. ક્યાંક ધોધમાર તો ક્યાંક મુશળધાર વરસશે. ક્યાંક આનંદ તો ક્યાંક આફત લઈને આવશે. જીહા...ઉત્તર, દક્ષિણ અને મધ્યમાં મેઘગર્જના થશે.સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3/6
image

આવ રે વરસાદ આપણે ચોમાસા પહેલા કહેતા હતા પરંતુ ચોમાસું શરૂ થયું અને તેના થોડા જ સમય પછી મેઘરાજાએ એવી બેટિંગ શરૂ કરી છે કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની જ સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના તમામ ઝોનમાં વરસાદથી ક્યાંક આફત તો ક્યાંક અન્નદાતામાં આનંદ છવાયેલો છે. અવિરત વરસાદ વચ્ચે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે. 6 જુલાઈએ ખાસ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

6 જુલાઈએ ક્યાં આગાહી?

4/6
image

સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

5/6
image

તો આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે.  આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહીને કારણે દરિયો પણ તોફાની બને તેવી સંભાવના છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. 

6/6
image

હવામાન વિભાગે રાજ્યમાં વધુ વરસાદની આગાહી કરી છે. બીજી તરફ સતત મેઘમહેર ચાલુ જ છે. 5 જુલાઈએ રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો, રાજ્યના 119 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરગામ અને નવસારીના વાસંદામાં વરસ્યો હતો. આ બન્ને તાલુકામાં 4-4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ખેરગામ, કપરાડા, ટીલકવાડામાં સાડા ત્રણ-સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 6 તાલુકામાં સાડા ત્રણ ઈંચથી વધુ જ્યારે 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.