ઉડતા પ્લેનમાં શર્ટલેસ મુસાફરે અન્ય મુસાફરને રોતા રોતા માર્યા મુક્કા, ચોંકાવનારો Video 

Shirtless Man Fight In Flight: છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટની અંદર ઉગ્ર દલીલો, લડાઈ ઝઘડા જેવી અજીબોગરીબ ઘટનાઓ સામે આવી રહી છે. વીડિયોમાં કોઈ મારપીટ કરતું જોવા મળે છે તો એક કિસ્સો તો એવો જોવા મળ્યો કે પેસેન્જરે ફ્લાઈટમાં પેશાબ કરી નાખ્યો. આવા ચોંકાવનારા કિસ્સાઓ વચ્ચે એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે જેણે લોકોના હોશ ઉડાવી દીધા. 

ઉડતા પ્લેનમાં શર્ટલેસ મુસાફરે અન્ય મુસાફરને રોતા રોતા માર્યા મુક્કા, ચોંકાવનારો Video 

Shirtless Man Fight In Flight: છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટની અંદર ઉગ્ર દલીલો, લડાઈ ઝઘડા જેવી અજીબોગરીબ ઘટનાઓ સામે આવી રહી છે. વીડિયોમાં કોઈ મારપીટ કરતું જોવા મળે છે તો એક કિસ્સો તો એવો જોવા મળ્યો કે પેસેન્જરે ફ્લાઈટમાં પેશાબ કરી નાખ્યો. આવા ચોંકાવનારા કિસ્સાઓ વચ્ચે એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે જેણે લોકોના હોશ ઉડાવી દીધા. એક શર્ટલેસ મુસાફરે બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ (Biman Bangladesh Airlines) ની ફ્લાઈટમાં સવાર એક અન્ય મુસાફર સાથે ખુબ હાથાપાઈ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ જતા વિવાદ વકર્યો. 

ઉડતી ફ્લાઈટમાં જબરદસ્ત મારપીટ
બીતાંકો બિસ્વાસ (Bitanko Biswas) નામના એક વ્યક્તિએ જે તેના ટ્વિટર બાયો મુજબ એક એરલાઈનના ક્રૂ તરીકે કામ કરે છે તેણે 7 જાન્યુઆરીએ આ વીડિયો શેર કર્યો. ક્લિપમાં એક શર્ટલેસ વ્યક્તિ પોતાના સાથી મુસાફરો સાથે હાથાપાઈ કરતો જોવા મળ્યો. હાલ આ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી. શર્ટલેસ વ્યક્તિ અન્ય વ્યક્તિ દ્વારા થપ્પડ મારવા દરમિયાન ઘૂંસા મારવાની કોશિશ કરતો જોવા મળ્યો. તે ગુસ્સા ઉપરાંત રોતો પણ જોવા મળ્યો. ઘટના દરમિયાન અન્ય મુસાફરો દ્વારા ઝઘડાને રોકવાના પ્રયત્ન પણ થાય છે. ઘટનાની તારીખ અને ફ્લાઈટ રૂટ વિશે હજુ જાણકારી સામે આવી નથી. 

— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023

હાથાપાઈનો વીડિયો વાયરલ
વીડિયો શેર કરતા બિતાંકો બિસ્વાસે કેપ્શનમાં લખ્યું કે એક વધુ બેકાબૂ યાત્રી. આ વખતે એક બિમાન બાંગ્લાદેશ બોઈંગ 777 ઉડાણ પર! વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગયો. અત્યાર સુધી એક લાખ 21 હજાર કરતા પણ વધુ વાર જોવાયો છે. આ વીડિયો પણ અનેક યૂઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી. એક યૂઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું કે જો વારંવાર આવું થતું હોય તો, ફ્લાઈટમાં દારૂ પિરસવાનું બંધ કરો. એક અન્ય નેટિઝને લખ્યું છે કે ઉડાણ દરમિયાન ખુબ ખરાબ ઘટના. આનાથી એરલાઈન્સનું પણ નામ ખરાબ થાય છે. કડક કાર્યવાહી થવી જોઈએ. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news