કોંગ્રેસમાં કાર અને બંગલો લેવા ખેંચતાણ : 17 જણા ભેગા મળીને વિપક્ષી નેતાનું નામ નક્કી કરી શક્યા નથી

Gujarat Congress : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાી ગયેલા કોંગ્રેસને વિપક્ષના પદ માટે આખરી અલ્ટિમેટમ અપાયું છે, આ છે છેલ્લી તારીખ... જો આ તક ગુમાવશે તો... 

કોંગ્રેસમાં કાર અને બંગલો લેવા ખેંચતાણ : 17 જણા ભેગા મળીને વિપક્ષી નેતાનું નામ નક્કી કરી શક્યા નથી

Gujarat Congress : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કારમો પરાજયનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં માત્ર ૧૭ ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાંય કોંગ્રેસ વિપક્ષી નેતાનું નામ નક્કી કરી શકી નથી. આ જ દર્શાવે છે કે, કોંગ્રેસમાં નિર્ણયશક્તિનો ભારોભાર અભાવ અને જબદરસ્ત જૂથવાદ ચાલી રહ્યો છે. 17 જણા ભેગા મળીને એક વ્યક્તિનું નામ નક્કી કરી શક્યા નથી. નિયમાનુસાર તા.૧૯મી સુધીમાં નામ જાહેર નહી કરાય તો કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષપદ પણ ગુમાવવુ પડશે. મામલો એવો ગૂંચવાયો છે કે કોંગ્રેસીઓએ છેક દિલ્હી સુધી છેડા અડાડ્યા છે. જગદીશ ઠાકોરની ટીમ આ મામલો ઉકેલી શકી નથી. 

કોંગ્રેસની જીતનો આંકડો શરમજનક 
આમ આ કોંગ્રેસ માટે શરમજનક બાબત છે કે માત્ર ૧૭ ધારાસભ્યોનુ સંખ્યાબળ છતાં કોંગ્રેસ વિપક્ષી નેતાનું નામ નક્કી કરી શકી નથી. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનું ખુબ જ નબળું પ્રદર્શન રહ્યું છે. 2002 થી સતત સીટો જીતતી કોંગ્રેસ માટે હાલમાં આ જીતનો આંકડો શરમજનક છે. ભાજપે બધાય રેકર્ડ તોડી ૧૫૬ બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસનો એટલી હદે સફાયો થયો છેકે, વિધાનસભા વિપક્ષપદ માટે જરૂરી ૧૯ બેઠકો પણ મેળવી નથી. માત્ર ૧૭ ધારાસભ્યોનું સંખ્યાબળ હોવા છતાંય કોંગ્રેસ હજુ વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી.

આ પણ વાંચો : 

હવે તો નામ આપો... 
સૌથી મોટી બાબત તો એ છે કે, ગુજરાત વિધાનસભા સચિવાલયે કોંગ્રેસને તાકીદ કરી છે કે, તેઓ વિધાનસભા વિપક્ષપદના નેતાનું નામ મોકલી આપે. હવે તા.૧૯મી જાન્યુઆરી સુધી વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરવી પડશે. જો આ સમયમર્યાદામાં નામ જાહેર નહી કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષપદ પણ ગુમાવવુ પડશે. વિધાનસભાની તાકીદને પગલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાઇકમાન્ડને આ મામલે જાણ કરી છે. જેને પગલે હવે દિલ્હીથી કયું નામ ફાઈનલ થાય છે એ પર કોંગ્રેસીઓ મીટ માંડીને બેઠા છે. લોકલ ગુજરાતનું સંગઠન તો નામ ફાીનલ કરી શક્યું નથી. 

શૈલેષ પરમારનું નામ ટોપ પર 
અર્જુન મોઢવાડિયાએ વિપક્ષી નેતા બનવાના અનિચ્છા દર્શાવી છે. આ તરફ, સિનિયોરીટીને જોતા શૈલેષ પરમારનું નામ ટોપ પર ચાલી રહ્યું છે. વિપક્ષી નેતાની રેસમાં સી.જે.ચાવડાનુ નામ પણ ચર્ચામાં છે. વિપક્ષના નેતા બની કાર, બંગલો લેવા કોંગ્રેસમાં ય આંતરિક ખેંચતાણ જામી છે. જેને પગલે હવે દિલ્હી હાઈકમાન જાહેર કરશે એ વિરોધપક્ષમાં વિપક્ષી નેતા બની શકે છે. જેને સૌ ધારાસભ્યો ટેકો જાહેર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news