Shehbaz Sharif Corona Positive: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ફરી કોરોનાની ઝપેટમાં, ત્રીજીવાર થયા સંક્રમિત

Corona Virus: કોરોના મહામારી ખતમ થવાનું નામ લઈ રહી નથી. આ વાયરસે વિશ્વના દિગ્ગજ નેતાઓને પણ પોતાના શિકાર બનાવ્યા છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ એકવાર ફરી કોવિડ પોઝિટિવ આવ્યા છે. 

Shehbaz Sharif Corona Positive: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ફરી કોરોનાની ઝપેટમાં, ત્રીજીવાર થયા સંક્રમિત

ઇસ્લામાબાદઃ Pakistan PM Covid Positive: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાધ શરીફને એકવાર ફરી કોરોના થયો છે. તે કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. આ ત્રીજી વખત છે જ્યારે શરીફ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ વાતની જાણકારી સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે મંગળવાર, 15 નવેમ્બર 2022ના આપી છે. 

શાહબાઝ મંગળવારે લંડનથી પાકિસ્તાન પરત ફર્યા હતા. તે મિસ્ત્રમાં સીઓપી 27 જળવાયુ સંમેલનમાં ભાગ લીધા બાદ પોતાના ભાઈ નવાઝ શરીફને મળવા લંડન ગયા હતા. એક ટ્વીટમાં ઔરંગઝેબે કહ્યુ કે છેલ્લા બે દિવસથી પ્રધાનમંત્રીની તબીયત ખરાબ લાગી રહી હતી અને ડોક્ટરોની સલાહ પર મંગળવારે તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો, જેમાં તે પોઝિટિવ આવ્યા છે. 

— Marriyum Aurangzeb (@Marriyum_A) November 15, 2022

ત્રીજીવાર કોરોનાની ઝપેટમાં આવ્યા શરીફ
તેમણે દેશવાસીઓ અને પીએમએલ-એન કાર્યકર્તાઓને શાહબાઝ શરીફના જલદી સાજા થવાની કામના કરવાની અપીલ કરી છે. આ ત્રીજીવાર છે જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા તેઓ જાન્યુઆરી 2022 અને જૂન 2020માં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તો કંબોડિયાના પ્રધાનમંત્રી હુન સેન પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ જી20માં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના બાલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની સાથે-સાથે વિશ્વના ઘણા નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. 

સોશિયલ મીડિયા પર આપી જાણકારી
કંબોડિયાઈ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર જારી એક પોસ્ટમાં લખ્યું કે તે સોમવારે રાત્રે કોરોના વાયરસથી સંક્રમિત થયા અને ઈન્ડોનેશિયાના ડોક્ટરોએ પણ તેમના કોવિડ પોઝિટિવ આવવાની પુષ્ટિ કરી છે. સેને જણાવ્યું કે તે કંબોડિયા પરત ફરી રહ્યાં છે અને જી-20 શિખર સંમેલન અને ત્યારબાદ બેંગકોકમાં યોજાનાર એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ સમૂહની બેઠકમાં ભાગ લેશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news