Afghanistan: તાલિબાનના ડર વચ્ચે કાબુલ એરપોર્ટ પર નાસભાગ, 7 લોકોના મોત

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મચેલી અફરા-તફરી વચ્ચે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બહાર ભેગી થયેલી લોકોની ભીડમાં સાત અફઘાની નાગરિકોના મોત થયા છે. 

Afghanistan: તાલિબાનના ડર વચ્ચે કાબુલ એરપોર્ટ પર નાસભાગ, 7 લોકોના મોત

કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ લોકોમાં ચિંતાનો માહોલ છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં 7 અફઘાની નાગરિકોના મોત થયા છે. બ્રિટન રક્ષા મંત્રાલય પ્રમાણે જમીની સ્થિતિ ખુબ પડકારજનક છે, પરંતુ વધુમાં વધુ નાગરિકોને સુરક્ષિત સ્થિતિમાં સંભાળવાનો દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

કાબુલ એરપોર્ટ પર સ્થિતિ ખરાબ
મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો દેશ છોડવા માટે એરપોર્ટ પર ભેગા થયા છે. હાલ એરપોર્ટ પર અમેરિકી સૈનિકોનો કબજો છે. એક સાથે હજારો લોકો ભેગા થવાને કારણે આજે અહીં ભાગદોડ જોવા મળી હતી. આ દરમિયાન સાત લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે. 

કાબુલ પર એક સપ્તાહ પહેલા તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટરે કાબુલથી 107 ભારતીયો સહિત 168 લોકોને રવિવારે ત્યાંથી બહાર કાઢી ગાઝિયાબાદ પહોંચાડ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news