90 ના દાયકામાં બનેલી આ પોપ્યુલર જાહેરાત યાદ છે? એડમાં જલેબી લેવા પાછળ છુપાઈ છે રસપ્રદ કહાની

એક બાળક જે ઘર છોડીને જઈ રહ્યો છે. પણ જલેબીનું નામ સાંભળીને તેના મનમાં લાલચ જાગે છે. જો તમે 90 ના દાયકામાં જીવ્યા છો, તો તમે સમજી ગયા હશો કે આ કિસ્સો કયો છે. આ વાત છે ધારા ઓઈલના જલેબીવાળા એડની, જેમાં જલેબીને કારણે ઘર છોડીને જઈ રહેલો એક બાળક પોતાનો વિચાર બદલે છે અને પાછો ઘરે ફરે છે. આ એડ આજે પણ અનેક લોકોના દિલની નજીક છે. આ ઈમોશનલ એડવર્ટાઈઝે (advertisement) ન માત્ર કંપનીને ફાયદો કરાવ્યો હતો, પરંતુ તેને કરોડો લોકોનું દિલ જીતી (trending) લીધુ હતું. આ જાહેરાત બનવા પાછળ એક રસપ્રદ કહાની છે, જેને આજે તમને બતાવીશું. 

90 ના દાયકામાં બનેલી આ પોપ્યુલર જાહેરાત યાદ છે? એડમાં જલેબી લેવા પાછળ છુપાઈ છે રસપ્રદ કહાની

ઝી મીડિયા/બ્યૂરો :એક બાળક જે ઘર છોડીને જઈ રહ્યો છે. પણ જલેબીનું નામ સાંભળીને તેના મનમાં લાલચ જાગે છે. જો તમે 90 ના દાયકામાં જીવ્યા છો, તો તમે સમજી ગયા હશો કે આ કિસ્સો કયો છે. આ વાત છે ધારા ઓઈલના જલેબીવાળા એડની, જેમાં જલેબીને કારણે ઘર છોડીને જઈ રહેલો એક બાળક પોતાનો વિચાર બદલે છે અને પાછો ઘરે ફરે છે. આ એડ આજે પણ અનેક લોકોના દિલની નજીક છે. આ ઈમોશનલ એડવર્ટાઈઝે (advertisement) ન માત્ર કંપનીને ફાયદો કરાવ્યો હતો, પરંતુ તેને કરોડો લોકોનું દિલ જીતી (trending) લીધુ હતું. આ જાહેરાત બનવા પાછળ એક રસપ્રદ કહાની છે, જેને આજે તમને બતાવીશું. 

હકીકતમાં આ વાત 1998 ના એ સમયની છે, જ્યારે  Dhara Oil ની ડિમાન્ડ તેજીથી ઘટી રહી હતી. લોન્ચના શરૂઆતના દિવસોમાં જ તેની માર્કેટ કેપ ઉપર ગઈ હતી, પરંતુ બાદમાં લોકો તેને ભૂલી ગયા હતા. તેથી કંપનીએ તેની જાહેરાત (advertisement) કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેલ બનાવતી Mudra કંપની ફરીથી પોતાના તેલની ડિમાન્ડને માર્કેટમાં લાવી શકે. 

આ રીતે કંપનીએ એક એડ એજન્સીનો સંપર્ક સાધ્યો હતો. એજન્સીના માલિક જગદીશ આચાર્યએ એડ માટે બેસ્ટ સ્ક્રિપ્ટ બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેમને તેમના માતાના સલાહ કામ આવી. તેમની માતાએ તેમને જાહેરાતના ફૂડ પ્રોડક્ટમાં ફાસ્ટ ફૂડને બદલે જલેબી લેવાનું સૂચવ્યું હતું. આ બાદ ઘર છોડીને જઈ રહેલો બાળક અને ધારા તેલમાં મમ્મીના હાથથી તળાતી જલેબીની સ્ક્રિપ્ટ તૈયાર કરવામા આવી હતી. 

પહેલા તો આ જાહેરાતમાં એક 12-13 વર્ષના બાળકને કાસ્ટ કરવામાં આવનાર હતો, પરંતુ તેમાં એ પ્રકારના ઈમોશન ન મળ્યા, જે એજન્સીના ડિરેક્ટર મેળવવા માંગતા હતા. તેથી જાહેરાત માટે નાના અને માસુમ બાળકને લેવાનું નક્કી કરાયું. આ માટે ચાઈલ્ડ આર્ટિસ્ટ પરઝાન દસ્તૂરનો સંપર્ક કરવામાં આવ્યો. પરઝાન દસ્તૂરના માતા તેને સ્કૂલમાંથી સીધા જ એડની શુટિંગ માટે લઈ આવી હતી. આ એડ કરતા સમયે પરઝાનને જબરદસ્ત ભૂખ પણ લાગી હતી.

આ એડ માત્ર 60 સેકન્ડની હતી, પણ તે સમયે જાણે તેને લોકોને આકર્ષિત કરી દીધુ હતું. મસ્ત બેકગ્રાઉન્ડ ટ્યુ, બાળક અને માતાનો પ્રેમ, સંયુક્ત પરિવાર, બાળકની જલેબી માટેની લાલચ... લોકોના મગજમાં ઘર કરી ગઈ હતી. આ એડ દર્શકોને ગમી ગી હતી. તેથી જ વર્ષો બાદ પરઝાન દસ્તૂરને 2002 માં બનેલી આ એડના સેકન્ડ પાર્ટમાં પણ કાસ્ટ કરવામાં આવ્યો હતો. 

આ એડમાં પહેલી એડની જેમ ટ્યુન, બાળક અને જલેબી ટ્વિસ્ટ હતું. પરંતુ તેમાં પરઝાન દસ્તૂરે મોટા ભાઈનો રોલ કર્યો હતો. તે પોતાના નાના ભાઈને ઘર છોડીને જવાના પ્લાન પર મનાવી રહ્યો છે તેવુ બતાવાયુ છે. જેમાં કારણ પણ મમ્મીના હાથની બનેલી જલેબી બતાવવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news