ડ્રોન હુમલાથી સાઉદી અરબ હચમચી ગયું!, તાબડતોબ લીધુ 'આ' મોટું પગલું

ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોનો સમૂહ ઓપેકનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર સાઉદી અરબે કહ્યું છે કે ડ્રોન હુમલા બાદ તેણે મોટી પાઈપલાઈનથી ક્રુડ ઓઈલનો પ્રવાહ રોકી દીધો છે. 

ડ્રોન હુમલાથી સાઉદી અરબ હચમચી ગયું!, તાબડતોબ લીધુ 'આ' મોટું પગલું

રિયાધ: ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોનો સમૂહ ઓપેકનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર સાઉદી અરબે કહ્યું છે કે ડ્રોન હુમલા બાદ તેણે મોટી પાઈપલાઈનથી ક્રુડ ઓઈલનો પ્રવાહ રોકી દીધો છે. યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરબના મહત્વના પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. ઉર્જા મંત્રી  ખાલિદ અલ ફાલિહે કહ્યું કે મંગળવારે વહેલી સવારે લાલ સાગર તરફથી ઓઈલ સંપન્ન પૂર્વી પ્રાંત થઈને પસાર થનારી પાઈપલાઈન પર બે પમ્પિંગ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યાં આ મહત્વપૂર્ણ પાઈપલાઈનથી રોજ ઓછામાં ઓછું પચાસ લાખ બેરલ ક્રુડ ઓઈલની આપૂર્તિ થાય છે. 

સરકારી ન્યૂઝ એજન્સી એસપીએએ ફાલિહને ટાંકીને નિવેદનમાં કહ્યું છે કે સાઉદીની સરકારી ઓઈલ કંપની અરામકોએ સુરક્ષા માટેના પગલાં લીધા છે અને પાઈપલાઈનના સંચાલનને હંગામી રીતે રોકી દીધુ છે. સ્થિતિની સમીક્ષા થઈ રહી છે અને પ્રભાવિત પંપ સ્ટેશનોના ઓપરેટિંગને બહાલ કરવા પર કામ થઈ રહ્યું છે. 

જુઓ LIVE TV

1200 કિમીની આ પાઈપલાઈન દ્વારા સાઉદી અરબના પૂર્વ ભાગમાં મુખ્ય ઓઈલ વિસ્તારથી પશ્ચિમમાં લાલ સાગર કિનારે વસેલા શહેર યાનબુ સુધી ક્રુડ ઓઈલ મોકલવામાં આવે છે. યમનના હૂતી વિદ્રોહીઓએ મંગળવારે કહ્યું કે તેમણે ડ્રોન દ્વારા સાઉદી અરબના અનેક સ્થળોને નિશાન બનાવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news