કોરોના: લોકડાઉન દરમિયાન કોન્ડોમના ઉપયોગ પર આવ્યા ચોંકાવનારા સમાચાર

મહામારી પહેલા દુનિયાભરમાં વેચાતા દર પાંચમાંથી એક કોન્ડોમ આ કંપનીનું રહેતું હતું

કોરોના: લોકડાઉન દરમિયાન કોન્ડોમના ઉપયોગ પર આવ્યા ચોંકાવનારા સમાચાર

લંડન: કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે જ્યાં પતિ અને પત્ની વચ્ચે નીકટતા વધી, સેક્સ લાઈફ પહેલા કરતા વધુ સારી થવાની વાત સામે આવી આમ છતાં કોન્ડોમ ઈન્ડસ્ટ્રીએ ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે મહામારી દરમિયાન લોકોએ સેક્સ સંબંધ તો બનાવ્યા પરંતુ કોન્ડોમથી અંતર જાળવ્યું. જેના કારણે કોન્ડોમ બનાવનારી કંપનીઓના સેલમાં ભારે ઘટાડો નોંધાયો. 

છેલ્લા બે વર્ષમાં સ્થિતિ બગડી
અમારી સહયોગી વેબસાઈટ WION માં  'Nikkei Asia' ના હવાલે પ્રકાશિત અહેવાલમાં જણાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન કોન્ડોમનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો. જેના કારણે છેલ્લા બે વર્ષમાં દુનિયાની સૌથી મોટી કોન્ડોમ નિર્માતા કંપની Karex Bhd ના વેચાણમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો. Karex Bhd ના સીઈઓ Goh Miah Kait એ કહ્યું કે મહામારી દરમિયાન કોન્ડોમનું વેચાણ ખરાબ રીતે પ્રભાવિત થયું. તેનું એક કારણ એ પણ છે કે લોકડાઉન વગેરેના કારણે બિનજરૂરી ક્લિનિક જેમ કે Sexual Wellness Centres મોટાભાગે બંધ રહ્યા. 

નવો બિઝનેસ શરૂ કરશે કંપની
મલેશિયાની આ કંપનીના સીઈઓએ જણાવ્યું કે કંપની હવે મેડિકલ ગ્લવ્સ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે. આ વર્ષના મધ્યમાં થાઈલેન્ડમાં તેનું ઉત્પાદન શરૂ થઈ જશે. મહામારી પહેલા દુનિયાભરમાં વેચાતા દર પાંચમાંથી એક કોન્ડોમ આ કંપનીનું રહેતું હતું અને તેનો ગ્રોથ ડબલ ડિજિટમાં પહોંચી ગયો હતો. 140 દેશોમાં કોન્ડોમ એક્સપોર્ટ કરનારી આ કંપનીના શેરમાં છેલ્લા બે વર્ષમાં 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

આજે પણ કોન્ડોમના ઉપયોગથી ખચકાય છે લોકો
એક રિસર્ચમાં કહેવાયું છે કે જો વિકાસશીલ દેશોની યુવતીઓને કોન્ડોમ જેવા વિશ્વસનીય ગર્ભનિરોધક પ્રાપ્ત કરવામાં મદદ મળે તો દર વર્ષે છ મિલિયન અનિચ્છનિય ગર્ભધારણ અને બે મિલિયન અસુરક્ષિત ગર્ભપાતથી બચી શકાય છે. નોંધનીય છે કે અસુરક્ષિત સેક્સથી એઈડ્સ જેવી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે. આમ છતાં આજે પણ મોટી સંખ્યામાં લોકો કોન્ડોમનો ઉપયોગ કરતા ખચકાતા જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news