ગુજરાતમાં ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેરનો પીક? જાણીતા ફિઝિશિયને જણાવ્યો સમય
કોરોનાના વધતા કેસ વચ્ચે જાણીતા ફિઝિશિયન ડોકટર પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, હાલ કોરોનાના જે કેસો આવી રહ્યા છે, એમાં મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના હોવાની પુરેપુરી શક્યતાઓ છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: કોરોનાનો ખતરો દેશ દુનિયાના અનેક દેશોને હંફાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એક બાજુ ઓમિક્રોનના ખતરા વચ્ચે રાજ્યમાં દરરોજ 6000 કેસ નોંધાઈ રહ્યા છે, તેમ છતાં પહેલી અને બીજી લહેરમાં લોકોને હોસ્પિટલાઈ કરવામાં આવતા હતા, તેવી રીતની સ્થિતિ હજુ પર્વતી રહી નથી. જે આપણા બધા માટે એક ખુશીના સમાચાર છે. કોરોનાના વધતા કેસો અંગે જાણીતા ફિઝિશિયન ડોકટર પ્રવીણ ગર્ગનું એક મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
કોરોનાના વધતા કેસ વચ્ચે જાણીતા ફિઝિશિયન ડોકટર પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, હાલ કોરોનાના જે કેસો આવી રહ્યા છે, એમાં મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના હોવાની પુરેપુરી શક્યતાઓ છે. જો કે ઓમીક્રોન વેરિયન્ટનું સંક્રમણ થાય છે એ દર્દીઓ ઝડપથી હોમ આઇસોલેટ રહીને જ 4 થી 5 દિવસમાં સાજા થઈ રહ્યા છે. અગાઉ આપણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જે પ્રકારની સમસ્યા જોઈ છે જેમાં બેડ ન મળવા, ઓક્સિસજનની કમી, એમ્બ્યુલન્સ ન મળવી જેવી અનેક મુશ્કેલીઓ પડી હતી, એવું આ વખતે થાય તેવું લાગતું નથી.
પ્રવીણ ગર્ગે તેમ છતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો કે ડેલ્ટા વેરિયન્ટ હજુ પણ યથાવત છે, એટલે સાવચેતી રાખવાની પુરેપુરી જરૂરી છે. સરકારે ફરી રાજ્યમાં બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી છે, એ ખૂબ સારી બાબત છે. જેમણે વેકસીન લીધી હોય એવા લોકોમાં કોરોના સંક્રમણ ઘાતક પુરવાર ન થતું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે હાલ જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા આગામી 15 દિવસમાં કોરોનાની પિક આવે તેવું લાગે છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં સમગ્ર દેશમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવી શકે છે. જો કે આ તમામ વચ્ચે લોકો કોરોનાની ગાઈડલાઈનનું આપણે બધાએ પાલન કરવું ખુબ જ આવશ્યક બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે