રશિયાના મૂન મિશન લૂના-25માં 'ઈમરજન્સી' જેવી સ્થિતિ, શું ચંદ્ર પર થઈ શકશે લેન્ડિંગ?
રશિયાના મૂન મિશન લૂના 25માં ટેક્નિકલ ખામી આવવાથી તેનું ચંદ્રમા પર લેન્ડિંગ સવાલોના ઘેરામાં છે. લૂના 25ના ઓટોમેટિક ઓનબોર્ડ કોમ્પ્યુટર પર ઈમરજન્સી થઈ છે.
Trending Photos
રશિયાના મૂન મિશન લૂના 25માં ટેક્નિકલ ખામી આવવાથી તેનું ચંદ્રમા પર લેન્ડિંગ સવાલોના ઘેરામાં છે. લૂના 25ના ઓટોમેટિક ઓનબોર્ડ કોમ્પ્યુટર પર ઈમરજન્સી થઈ છે. આ સ્થિતિ કઈ ટેક્નિકલ ખામીના કારણે થઈ છે તેની તપાસ થઈ રહી છે. રશિયન સ્પેસ એજન્સીએ કહ્યું કે અમે આ કામને ઠીક કરવા માટે વોરફૂટ પર જઈ શકીએ નહીં. તેમાં સમય લાગશે. આવામાં લૂના 25ના ચંદ્ર પર લેન્ડિંગને સમય લાગી શકે છે.
અત્રે જણાવવાનું કે રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું કે લૂના 25 અંતરીક્ષ યાનને ચંદ્રમા પર એક ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ સમસ્યાનું વિશ્લેષણ કરી રહી છે. એક નિવેદનમાં કહેવાયું છે કે મેનેજમેન્ટ ટીમ હાલ સ્થિતિનું વિશ્લેષણ કરી રહી છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ભારતના ચંદ્રયાન 3 મિશન પહેલા થનારા લેન્ડિંગના પ્રયત્ન પર રોસકોસમોસે હજુ સુધી કશું કહ્યું નથી.
ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવો પડ્યો
રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું કે લૂના 25 અંતરિક્ષ યાનની સામે ચંદ્રમા પર ઉતરતા પહેલા એક ઈમરજન્સી સ્થિતિ સામે આવી છે. સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે લેન્ડિંગથી પહેલાની કક્ષામાં મોકલવા માટે થ્રસ્ટર ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિાયન લૂના-25ના ઓટોમેટિક સ્ટેશનમાં એક ઈમરજન્સી સ્થિતિ સામે આવી, જેણે તેના થ્રસ્ટરને ઓન કરવાની મંજૂરી આપી નહીં.
રશિયન સ્પેસ એજન્સીની ઓર્બિટ બદલવાની જે નિર્ધારિત યોજના હતી તે મુજબ લૂના 25માં એક ઓનબોર્ડ કોમ્પ્યુટર લાગેલું છે. જે ઓટોમેટિકલી પોતાના રસ્તો એટલે કે ઓર્બિટ સિલેક્ટ કરી લે છે. તેને ક્યારે કયા સમયે કેટલી ઊંચાઈ પર જવાનું છે તે જાણી લે છે. તે હિસાબે ચાલે છે. પરંતુ આ ઓટોમેટિક ઓનબોર્ડ કોમ્પ્યુટર પર ઈમરજન્સી જેવી સ્થિતિ થઈ. કોઈ ટેક્નિકલ ખામીના કારણે. તેની તપાસ ચાલી રહી છે. રશિયન સ્પેસ એજન્સીએ કહ્યું કે અમે આ કામને ઠીક કરવા માટે વોરફૂટ પર જઈ શકીએ નહીં. તેમાં સમય લાગશે.
આ અઠવાડિયે ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યું હતું લૂના 25
લૂના 25ને 11 ઓગસ્ટના રોજ રશિયાના વોસ્તોચન કોસ્મોડ્રોમથી કોઈ પણ ખામી વગર લોન્ચ કરાયું હતું. સ્પેસપોર્ટ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને રશિયાને એક અંતરિક્ષ મહાશક્તિ બનાવવામાં અને કઝાકિસ્તાનમાં બેકોનૂર કોસ્મોડ્રોમથી રશિયન પ્રક્ષેપણોને સ્થાનાંતરિત કરવાના તેમના પ્રયાસોની કૂંજી છે. આ સપ્તાહની શરૂઆતમાં ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યા બાદ તે ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું હતું.
લૂના 25એ ચંદ્રમાના પથ્થર અને ધૂળના નમૂના લેવાના છે. બ્લૂમરે કહ્યું કે ત્યાં કોઈ પણ આધાના નિર્માણ પહેલા ચંદ્રમાના પર્યાવરણને સમજવા માટે નમૂના જરૂરી છે. નહીં તો અમે ચીજો બનાવી શકીએ છીએ અને છ મહિના બાદ તેને બંધ કરવી પડી શકે છે કારણ કે બધુ પ્રભાવી રીતે રેત વિસ્ફોટ કરાયું છે. ચંદ્રમાનો દક્ષિણ ધ્રુવ વૈજ્ઞાનિકો માટે ખાસ રસવાળો વિષય છે જે માને છે કે સ્થાયી રીતે છાયાવાળા ધ્રવીય ક્રેટરોમાં પાણી હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે