Russia-Ukraine War: રશિયાએ પોતાના દુશ્મન દેશોનું લિસ્ટ કર્યું જાહેર, અમેરિકા-બ્રિટન સહિત 31 દેશ સામેલ

Russia-Ukraine War: ચીની સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાની સરકારે દુશ્મન દેશોને મંજૂરી આપી દીધી છે. આ લિસ્ટમાં અમેરિકા, બ્રિટન, જાપાન અને યુક્રેનની સાથે યુરોપિયન યુનિયનના દેશોના નામ સામેલ છે. 
 

Russia-Ukraine War: રશિયાએ પોતાના દુશ્મન દેશોનું લિસ્ટ કર્યું જાહેર, અમેરિકા-બ્રિટન સહિત 31 દેશ સામેલ

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દુશ્મન દેશોની એક યાદીને મંજૂરી આપી દીધી છે. આ લિસ્ટમાં અમેરિકા, બ્રિટન અને યુક્રેન સહિત 31 દેશ સામેલ છે. ચીનના સરકારી મીડિયાએ આ વાતનો દાવો કર્યો છે. 

ચીનના સરકારી મીડિયા સીજીટીએનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની સરકારે દુશ્મન દેશોના લિસ્ટને મંજૂરી આપી દીદી છે. આ લિસ્ટમાં અમેરિકા, બ્રિટન, યુક્રેન, જાપાન અને યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના નામ છે. યુરોપિયન યુનિયનમાં 27 દેશ છે. 

યુક્રેન પર હુમલી કરી રશિયાના રાષ્ટ્રપતિ અમેરિકા સહિત પશ્ચિમના દેશોના નિશાના પર છે. અમેરિકા અને પશ્ચિમી દેશોએ અર્થવ્યવસ્થાને ઝટકો આપવાના ઈરાદાથી રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. 

— CGTN (@CGTNOfficial) March 7, 2022

દુશ્મનોના લિસ્ટમાં આ નામ કેમ?
1. અમેરિકાઃ
રશિયા પર અમેરિકાએ અનેક પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને રશિયાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય રશિયાની 4 બેન્ક અને સરકારી ઉર્જા કંપની જગપ્રોમને પણ પ્રતિબંધિત કરી દીધી છે. અમેરિકાએ રશિયાના વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ સાથે અમેરિકાએ યુક્રેનને હથિયાર મોકલ્યા છે અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. 

2. બ્રિટનઃ રશિયાની સરકારી વિમાન કંપની એયરોલોફ્ટ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. બ્રિટને રશિયાની 5 બેન્કો પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે પુતિનની સંપત્તિ જપ્ત કરવાની અને તેના એકાઉન્ટને ફ્રીઝ કરવાની વાત કહી છે. એટલું જ નહીં રશિયન અબજોપતિના પ્રાઇવેટ જેટ પ્લેન માટે પણ એર સ્પેસ બંધ કરી દીધા છે. અમેરિકાની જેમ બ્રિટને પણ યુક્રેનને સૈન્ય અને આર્થિક રીતે મદદ મોકલી છે. 

3. યુક્રેનઃ રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તો ત્યાં સુધી કહ્યું કે, તે યુક્રેનને અલગ દેશ માનતા નથી. યુક્રેનની સાથે જંગમાં રશિયાએ પોતાના 500 સૈનિક ગુમાવવાની વાત પણ કહી છે. 

4. જાપાનઃ રશિયા વિરુદ્ધ લડવા માટે યુક્રેનને હથિયાર ઉપલબ્ધ કરાવ્યા છે. જાપાને યુક્રેનને બુલેટપ્રૂફ જેકેટ, હેલમેટ સહિત અનેક ઉપકરણો મોકલ્યા છે. ચીફ કેબિનેટ સેક્રેટરી હીરોકાજૂ મત્સુનોએ જણાવ્યુ કે, તે યુક્રેનને બુલેટપ્રૂફ જેકેટ, હેલમેટ, ટેન્ટ, જનરેટ, ફૂડ પેકેટ્સ, વિન્ટર ક્લોઝ અને દવાઓ મોકલી રહ્યાં છે. આ સિવાય જાપાને 4 રશિયન બેન્કોની સંપત્તિ જપ્ત કરવાની પણ જાહેરાત કરી છે. 

5. યુરોપિયન યુનિયનઃ રશિયા તરફથી યુક્રેન પર હુમલો કરાયા બાદ યુરોપિયન યુનિયને અનેક પ્રતિબંધ લગાવ્યા છે. યુરોપિયન યુનિયના તમામ સભ્યોએ રશિયન વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધુ છે. આ સિવાય યુરોપિયન યુનિયનમાં હાજર રશિયાના અબજોપતિની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી રહી છે. આ સિવાય ઈયુમાં સામેલ તમામ દેશ યુક્રેનને મદદ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news