Russia-Ukraine War: અમેરિકાએ કર્યો મોટો ખુલાસો, કીવ સિટી સેન્ટરથી બસ આટલી દૂર છે રશિયાની સેના, બે બાજુથી ઘેરવાની તૈયારી
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ જંગનો 16મો દિવસ છે. રશિયાના સતત હુમલા બાદ યુક્રેનમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ એક મોટો ખુલાસો કર્યો છે.
Trending Photos
કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ જંગનો 16મો દિવસ છે. રશિયાના સતત હુમલા બાદ યુક્રેનમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું કે રશિયાની સેના હવે કીવ સિટી સેન્ટરથી ફક્ત 15 કિમી દૂર છે તથા કીવને 2 તરફથી ઘેરવાની તૈયારી કરી રહી છે.
24 કલાકમાં 3 માઈલ નજીક પહોંચી રશિયાની સેના
અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે રશિયાની સેના છેલ્લા 24 કલાકમાં યુક્રેનની રાજધાની કીવની 3 માઈલ નજીક પહોંચી ગઈ છે. અમેરિકાનો દાવો છે કે રશિયાની સેના હવે કીવના સિટી સેન્ટરથી ફક્ત 15 કિમી દૂર છે. સેટેલાઈટ તસવીરોના આધારે અમેરિકાએ દાવો કર્યો છે કે હવે રશિયાની સેનાનો કાફલો અલગ અલગ દિશાઓમાંથી કીવ તરફ આગળ વધી રહ્યો છે.
યુદ્ધમાં કેમિકલ એટેકનું પ્લાનિંગ
રશિયા તરફથી યુક્રેનના અનેક શહેરોમાં તબાહી મચાવવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ કહ્યું કે આ યુદ્ધમાં કેમિકલ એટેકનું પ્લાનિંગ થઈ રહ્યું છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ પણ કહ્યું કે રશિયા કેમેકિલ એટેક કરવામાં સક્ષમ છે. જો કે રશિયાએ કહ્યું કે તેણે ક્યારેય યુદ્ધ ઈચ્છ્યું નથી.
યુક્રેને રશિયાના દાવા ફગાવ્યા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ રશિયાના આરોપ ફગાવ્યા છે. જેમાં કહેવાયું હતું કે યુક્રેન રાસાયણિક હુમલાની યોજના ઘડી રહ્યું છે. જેલેન્સ્કીના હવાલે કહેવાયું છે કે યુક્રેને કોઈ જૈવિક-રાસાયણિક હથિયાર વિક્સિત કર્યા નથી. રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં જેલેન્સ્કીએ કહ્યું કે જો રશિયા અમારા વિરુદ્ધ આવું કઈ પણ કરશે તો તેને સૌથી ગંભીર પ્રતિબંધોનો જવાબ મળશે.
રશિયાએ યુક્રેન-અમેરિકા પર લગાવ્યા હતા આરોપ
આ અગાઉ રશિયાએ આરોપ લગાવ્યો હતો કે અમેરિકા અને યુક્રેન મળીને યુક્રેનમાં કેમિકલ અને બાયો વેપન બનાવી રહ્યા છે અને હવે અમેરિકાએ પણ એ સ્વીકાર્યું છે કે યુક્રેનમાં બાયો લેબ ચાલી રહ્યા છે. આ સાથે જ અમેરિકાએ આશંકા પણ વ્યક્ત કરી કે જો તે બાયો લેબનું રિસર્ચ રશિયાના હાથમાં આવી ગયું તો પરેશાની થઈ શકે છે. અમેરિકાના કબૂલનામા બાદ રશિયા સાથે ચીને પણ અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે