રશિયા-યુક્રેન યુદ્ધ: સુમીમાં અમોનિયા લીક થતા અફરાતફરી મચી, કેમિકલ પ્લાન્ટને ખુબ નુકસાન

મારિયુપોલ, સુમી શહેર પર રશિયાએ ભયંકર બોમ્બમારો કર્યો છે. જેના કારણે ત્યાં ખુબ નુકસાન થયું છે. 

રશિયા-યુક્રેન યુદ્ધ: સુમીમાં અમોનિયા લીક થતા અફરાતફરી મચી, કેમિકલ પ્લાન્ટને ખુબ નુકસાન

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધના 25 દિવસ વીતી ચૂક્યા છે. પરંતુ યુક્રેને હજુ ઘૂટણિયા ટેક્યા નથી. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે રશિયાએ પણ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. રશિયા હાલ રાજધાની કીવ પર કબજો કરવાની જગ્યાએ યુક્રેનના બાકી વિસ્તારોમાં તબાહી મચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મારિયુપોલ, સુમી શહેર પર રશિયાએ ભયંકર બોમ્બમારો કર્યો છે. જેના કારણે ત્યાં ખુબ નુકસાન થયું છે. 

અમોનિયા ગેસ લીક
સોમવારે સવારે મળેલી જાણકારી મુજબ સુમી વિસ્તારના  Sumykhimprom માં એક પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીક થયો. આ ગેસ રશિયાના  બોમ્બમારાના કારણે લીક થયો એવું કહેવાયું છે. અમોનિયા રંગહીન ઝેરીલો ગેસ હોય છે. આ લીકની અસર સુમીના 5 કિલોમીટરના દાયરામાં જોવા મળી છે. આ ગેસ હવાથી પણ હળવો હોય છે. હાલ લોકોને સલાહ અપાઈ છે કે બંધ જગ્યા, અંડરગ્રાઉન્ડ શેલ્ટર્સમાં જઈને પોતાને બચાવે. 

સુમીમાં લોકોને કહેવામાં આવ્યું છે કે અમોનિયાની ઝપેટમાં આવવાથી પોતાને બચાવવા માટે લોકો અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં જતા રહે. કે પછી બાથરૂમમાં જઈને સારી રીતે સ્નાન કરે. આ સાથે જ ભીની પટ્ટી નાક પર રાખીને શ્વાસ લેવાની સલાહ અપાઈ છે. અત્યાર સુધી તો જો કે આ લીકની કોઈ ખરાબ અસર જોવા મળી નથી. 

મારિયુપોલ બન્યું નાક બચાવવાની લડાઈ
રશિયા-યુક્રેનના જંગ વચ્ચે મારિયુપોલ નાકની લડાઈ બની ગયું છે. રશિયાએ યુક્રેનને અલ્ટીમેટમ આપ્યું છે કે તે મારિયુપોલ ખાલી કરે. પરંતુ યુક્રેનની સેનાએ સરન્ડર કરવાનો ઈન્કાર કર્યો છે. બીજી બાજુ રશિયાએ ચેતવ્યા છે કે મારિયુપોલમાં ભયાનક માનવીય તબાહી થઈ રહી છે. 

મારિયુપોલ કેમ જરૂરી?
મારિયુપોલ શહેર  દક્ષિણી અને પૂર્વ યુક્રેનને જોડનારા પુલની જેમ કામ કરે છે. જો પુતિનની સેનાનો તેના પર કબજો થઈ જાય તો તેમને ખુબ ફાયદો થશે. અત્રે જણાવવાનું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 26મો દિવસ છે. યુક્રેનનો દાવો છે કે રશિયાના હુમલામાં તેના હજારો નાગરિકો માર્યા ગયા છે. યુક્રેન એવો પણ દાવો કરી રહ્યું છે કે તેણે જંગમાં રશિયાને ખુબ નુકસાન પહોંચાડ્યું છે. દાવો છે કે યુદ્ધમાં રશિયાના 13 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે. જ્યારે અનેક વિમાનો, ટેંક, અને તોપો નષ્ટ કરાયા છે. 

કીવ પર કબજાનો પ્લાન હાલ ટાળ્યો?
રશિયાની તાજી કાર્યવાહીથી એવું લાગે છે કે કીવ પર  કબજાનો પ્લાન હાલ તેણે ટાળ્યો છે. રશિયાની સેના કીવ પર બોમ્બમારો જરૂર કરે છે પરંતુ તેના સૈનિકોએ કીવમાં ઘૂસવાની કોશિશ હાલ કરી નથી. રશિયન  બોમ્બમારાના કારણે સોમવારે કીવમાં એક શોપિંગ મોલમાં આગ લાગી ગઈ. આ ઉપરાંત યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના બોમ્બમારાથી ચાર લોકોના મોત થયા છે. બોમ્બમારાના કારણે કીવના Podilsky જિલ્લામાં એક જગ્યાએ આગ પણ લાગી ગઈ હતી. આ આગના કારણે ચાર લોકોના મોત થઈ ગયા. 

યુક્રેનના પાડોશી દેશ જશે બાઈડેન
આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન 25 માર્ચના રોજ યુક્રેનના પાડોશી દેશ પોલેન્ડનો પ્રવાસ કરશે. અહીં તેઓ પોલન્ડના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બાઈડેન એ વાત પર ચર્ચા ક રશે કે અમેરિકા કેવી રીતે પોતાના સહયોગીઓ સાથે યુક્રેનમાં રશિયાના અનૈતિક અને અયોગ્ય યુદ્ધના કારણે બનેલા માનવીય સંકટનો જવાબ આપી રહ્યું છે. 

યુક્રેની નેતૃત્વને મારવા માટે રશિયા મોકલી રહ્યું છે નવું આતંકવાદી ગ્રુપ
યુક્રેનની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે રશિયા હાલ યુદ્ધ વચ્ચે કીવમાં યુક્રેનના નેતૃત્વને ખલાસ કરવા માટે એક નવું આતંકવાદી  ગ્રુપ મોકલી રહ્યું છે. એક ફેસબુક પોસ્ટમાં યુક્રેનના રક્ષા મંત્રાલય હેઠળના ગુપ્તચર વિભાગના મુખ્ય નિદેશાલયે કહ્યું કે આતંકવાદીઓનો ટાર્ગેટ યુક્રેનના ટોચના સૈન્ય અને રાજનીતિક નેતૃત્વને ખતમ કરવાનો છે. ગુપ્તચર એજન્સી મુજબ આતંકી ગ્રુપના નિશાના પર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી, રાષ્ટ્રપતિ પ્રશાસનના પ્રમુખ એન્ડી યરમક અને પ્રધાનમંત્રી ડેનિસ શ્યામલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news