Russia-Ukraine War: કિવ માટે થઈ રહ્યું છે ઘમાસાણ, રશિયાની સેનાને રોકવા માટે યુક્રેને ઉડાવ્યો પુલ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી દીધી. ત્યારબાદ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હવે યુક્રેને પણ રશિયા વિરુદ્ધ બરાબર મોરચો ખોલ્યો છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ સેનાને દેશભરમાં તૈનાતની આદેશ પર  હત્યાક્ષર કર્યા છે. આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો ઉપર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું કે રશિયા સામેની લડાઈમાં અમને એકલા મૂકી દીધા. 

Russia-Ukraine War: કિવ માટે થઈ રહ્યું છે ઘમાસાણ, રશિયાની સેનાને રોકવા માટે યુક્રેને ઉડાવ્યો પુલ

Russia-Ukraine War Live Updates: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી દીધી. ત્યારબાદ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હવે યુક્રેને પણ રશિયા વિરુદ્ધ બરાબર મોરચો ખોલ્યો છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ સેનાને દેશભરમાં તૈનાતની આદેશ પર  હત્યાક્ષર કર્યા છે. આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો ઉપર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું કે રશિયા સામેની લડાઈમાં અમને એકલા મૂકી દીધા. જો કે આ બધા વચ્ચે રશિયા જેવા શક્તિશાળી દેશને ટચુકડું યુક્રેન જબરદસ્ત  ટક્કર આપી રહ્યું છે. 

રશિયાએ કહ્યું- યુક્રેનના 18 ટેંક નષ્ટ કર્યા, સ્નેક આયલેન્ડ પર કબ્જો જમાવ્યો
રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનના 18 ટેંક તબાહ કર્યા છે. આ ઉપરાંત 7 રોકેટ સિસ્ટમ ખરાબ કરી છે અને 41 મોટર વ્હીકલ નષ્ટ કર્યા છે. આ ઉપરાંત રશિયાની સેનાએ સ્નેક આયલેન્ડ ઉપર પણ કબજો જમાવ્યો છે. 

Melitopol માંથી રશિયન સેનાને ખદેડી
યુક્રેન ભલે નબળું દેખાઈ રહ્યું હોય પરંતુ તેણે હજુ પણ હાર માની નથી. કિવ તરફ રશિયાની સેના પહોંચે તે પહેલા એક નવી જાણકારી સામે આવી છે. કહેવાય છે કે Melitopol શહેર પર યુક્રેનની સેનાએ ફરીથી કબજો જમાવી દીધો છે. યુક્રેને આ સાથે International Atomic Energy Agency (IAEA) ને જાણકારી આપી છ ેકે ચેરનોબિલ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો વિસ્તાર હવે તેમના કંટ્રોલમાં નથી. 

કિવ પાસે પુલ ઉડાવ્યો
કિવ પાસે યુક્રેનની સેનાએ એક પુલ ઉડાવી દીધો છે. આવું તેમણે એટલા માટે કર્યું કારણ કે જેથી કરીને રશિયાની સેનાને ઘૂસતી રોકી શકાય. જો કે રશિયાના કેટલાક સૈનિકો પહેલેથી જ કિવમાં ઘૂસી ચૂક્યા છે. આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિએ પોતે આપી. 

હંગરી-રોમાનિયાથી થઈ શકે છે evacuation, એમ્બેસીએ ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડી
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે પ્રયત્નો તેજ થયા છે. ભારતીય વિદેશ મંત્રાલય કહી ચૂક્યું છે કે પોતાના નાગરિકોને બચાવવા માટે વૈકલ્પિક રીતો પર વિચાર થઈ રહ્યો છે. હવે હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં ભારતીય એમ્બેસીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડી છે. એમ્બેસીએ કહ્યું કે ભારત સરકાર અને ભારતની એમ્બેસી રોમાનિયા અને હંગરીમાં ઈવેક્યૂએશન પોઈન્ટ બનાવવાના પ્રયત્નોમાં લાગી છે. એમ્બેસીની ટીમ હંગરીની બોર્ડ રCHOP-ZAHONY અને રોમાનિયાની બોર્ડર PORUBNE-SIRET પર તૈયારી કરી રહી છે. ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે આ ઈવેક્યૂએશન પોઈન્ટ પર પહોંચવાનું સૂચન અપાયું છે. રૂટ ઓપરેશન થયા બાદ પોતાના વાહનોથી ટ્રાવેલ કરી રહેલા ભારતીયોને બોર્ડર ચેક પોઈન્ટ પર પહોંચવા માટે નિર્દેશ અપાશે. બાકી લોકોને હેલ્પલાઈન નંબરની મદદથી નિર્દેશિત કરાશે. વિદ્યાર્થીઓને પોતાના સ્ટુડન્ટ કોન્ટ્રાક્ટર સાથે સંપર્ક કરવાની સલાહ અપાઈ છે. જેથી કરીને એક સાથે ઈવેક્યૂએશન પોઈન્ટ સુધી પહોંચી શકાય. 

આ વાતોનું ધ્યાન રાખવું
-કોઈ ઈમરજન્સી સ્થિતિ માટે કેશ (શક્ય હોય તો અમેરિકી ડોલર) સાથે રાખવા
- શક્ય હોય તો કોવિડ-19 નું ડબલ વેરિફિકિશન સર્ટિફિકેટ સાથે રાખવું
- તમારો પાસપોર્ટ સાથે રાખવાનું ન ભૂલતા.
- જે ગાડીઓથી મુસાફરી કરી રહ્યા હોવ તેના પર મોટા આકારમાં ભારતનો ઝંડો પ્રિન્ટ કરીને ચિપકાવી લો. 

રશિયામાં પણ પુતિન વિરુદ્ધ પ્રદર્શન
જો કા આ રીતે યુક્રેન પર આક્રમણ કરવા બદલ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પોતાના જ ઘરમાં ઘેરાયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત 51 શહેરોમાં યુદ્ધ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. આ બાજુ આક્રોશિત લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. લગભગ 1400 લોકોને અત્યાર સુધીમાં અટકાયતમાં લેવાયા છે. 

Russia-Ukraine War Live Update: કિવ માટે થઈ રહ્યું છે ઘમાસાણ, રશિયાની સેનાને રોકવા માટે યુક્રેને ઉડાવ્યો પુલ

મોસ્કોથી 700 પકડાયા
સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા એક ખબર મુજબ મોટી સંખ્યામાં લોકો રશિયાના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. 51 શહેરોમાં લગભગ 1400 લોકોની અટકાયત થઈ છે. પોલીસે એકલા મોસ્કોમાંથી લગભગ 700 અને સેન્ટ પીટર્સબર્ગમાંથી 340થી વધુ પ્રદર્શનકારીઓને પકડ્યા છે. પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી અનેક લોકો એવા છે જેમના પોતાના યુક્રેનમાં ફસાયેલા છે. લોકો યુદ્ધનો વિરોધ કરીને વાતચીતના માધ્યમથી મુદ્દો ઉકેલવાની માગણી કરી રહ્યા છે. 

સંસદની બહાર  ભેગા થયા પ્રદર્શનકારીઓ
યુદ્ધના વિરોધમાં ગુરુવારે સોશિયલ મીડિયા પર લોકોને પ્રદર્શનમાં સામેલ થવાની અપીલ કરાઈ. જેને જોતા ભારે ભીડ ભેગી થઈ ગઈ. મોસ્કોના પુશ્કિન ચાર રસ્તે લગભગ 2000 અને 1000 રશિયાના બીજા મોટા શહેર સેન્ટ પીટર્સબર્ગમાં ભેગા થયા. આ દરમિયાન તેમના હાથમાં યુદ્ધ નથી જોઈતું ના નારાવાળા બેનર હતા. કહેવાય છે કે રશિયાની સંસદની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. 

13 સૈનિકોના જીવ ગયા
રશિયાના યુદ્ધવાહક જહાજ પર હાજર જવાને સરન્ડર કરવાની ના પાડી દેતા જ 13 જવાનોના જીવ લઈ લીધા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં રશિયન જહાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મારું સૂચન છે કે તમે તમારા હથિયારો હેઠા મૂકી દો અને આત્મસમર્પણ કરી દો. નહીં તો તમારા પર હુમલો થશે. ત્યારબાદ યુક્રેની પોસ્ટ તરફથી કહેવાયું કે રશિયન જહાજ, ભાડમાં જાઓ. ત્યારબાદ દ્વિપ પર રહેલા તમામ 13 જવાનોને મારી નાખવામાં આવે છે. 

Ukrainian post: "Russian warship, go fuck yourself"

All 13 service members on the island were killed. pic.twitter.com/sQSQhklzBC

— BNO News (@BNONews) February 25, 2022

રશિયાએ કિવ પર રોકેટથી હુમલો કર્યો
યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ કિવ પર રોકેટથી હુમલો કર્યો છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ હુમલાની જાણકારી આપતા કહ્યું કે પુતિનને રોકો અને રશિયાને અલગ થલગ કરો. રશિયાને તમામ જગ્યાઓ પરથી બહાર કરો. અત્રે જણાવવાનું કે રશિયા સતત યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યું છે. કિવમાં મેટ્રો સ્ટેશન લોકો માટે બોમ્બ શેલ્ટર તરીકે કામ કરે છે. રશિયાના હુમલા બાદ કિવના લગભગ દરેક સ્ટેશન પર મોટી સંખ્યામાં શરણ લીધી છે. 

ચીન પર ઓસ્ટ્રેલિયન પીએમ મોરિસનનો પ્રહાર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી અને આ સાથે જ ચીન ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ચીન રશિયા પર વેપારી પ્રતિબંધોને ઓછા કરી રહ્યું છે. 

રશિયા સામે આર યા પારની લડાઈમાં ઉતર્યું યુક્રેન
યુક્રેન હવે રશિયા સામે આર યા પારની લડાઈમાં ઉતરી પડ્યું છે. ઓદેસા અને બ્લેક સી પાસે બંને દેશોની સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ છે. ત્યાં રાજધાની કિવને બચાવવા માટે સેના તૈનાત છે. 

યુક્રેનનો દાવો 800થી વધુ રશિયન સૈનિકો માર્યા
રશિયા અને યુક્રેનની સેના વચ્ચે બ્લેક સીના દક્ષિણ-પશ્ચિમમાં યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે રશિયાના 800થી વધુ સૈનિકો માર્યા છે. આ ઉપરાંત રશિયાના 7 વિમાન અને 6 હેલિકોપ્ટર પણ તોડ્યા છે. 

Russia-Ukraine War Live Update: यूक्रेन का दावा- मार गिराए रूस के 800 से ज्यादा सैनिक, 7 विमान और 6 हेलीकॉप्टर नष्ट

રશિયાના હુમલામાં યુક્રેનના 57 લોકોના મોત, 169 ઘાયલ
યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રી વિક્ટર લ્યાશકોએ કહ્યું કે રશિયાા હુમલામાં યુક્રેનના 57 નાગરિકો માર્યા ગયા છે અને 169 અન્ય લોકો ઘાયલ થયા છે. લ્યાશકોએ એમ પણ કહ્યું કે યુક્રેનના અધિકારી દેશની સ્વાસ્થ્ય સુવિધાઓને  ફરીથી તૈયાર કરી રહ્યા છે. જેથી કરીને દુશ્મનાવટના પગલે ઘટી રહેલા ઘટનાક્રમ વચ્ચે ચિકિત્સા સહાયતાની જરૂરિયાતવાળા લોકો માટે જગ્યા બનાવી શકાય. 

ભારતીય વિદેશમંત્રીએ રોમાનિયા, હંગરી અને સ્લોવાકિયાના પોતાના સમકક્ષો સાથે વાત કરી
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે રોમાનિયા, હંગરી, અને સ્લોવાકિયાના પોતાના સમકક્ષો સાથે ગુરુવારે રાતે વાત કરી. યુક્રેને રશિયન સૈનિકોના હુમલા બાદ પોતાના હવાઈ વિસ્તારને બંધ કર્યો છે. ત્યારબાદ ભારત રોમાનિયા, હંગરી, સ્વોકા ગણરાજ્ય અને પોલેન્ડની જમીન સમરહદોના માધ્યમથી યુક્રેનથી લગભગ 16000 ભારતીયોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ સાઈબર હેકર્સની માંગી મદદ
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ પોતાના દેશના સાઈબર હેકર્સ પાસે મદદ માંગી છે. વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે તેમના દેશના તમામ હેકર્સ રશિયાના સૈનિકો વિરુદ્ધ જાસૂસી સાઈબર મિશન ચલાવવામાં મદદ કરે. આ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિએ ગુરુવારે નાગરિકોને હથિયારો ઉઠાવીને જંગમાં સામેલ થવાની અપીલ કરી હતી. 

યુક્રેન સુધી જ સિમિત નથી પુતિનની લડાઈ-બાઈડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ઈરાદા પર શક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પુતિનની લડાઈ યુક્રેન સુધી જ સિમિત નથી. તેઓ રશિયાને જૂનું સોવિયેત યુનિયન બનાવવા માંગે છે. 

અત્યાર સુધીમાં 137 લોકોના મોત
ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ જણાવ્યું કે યુદ્ધના પ્રથમ દિવસે 137 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news