Russia Ukraine Conflict:થોડા જ કલાકોમાં યૂક્રેન પર હુમલો કરશે રશિયા? 19 કરોડ લોકો આજે ઉંઘશે નહી!
આ વાત આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે કે રશિયા થોડા જ કલાકોમાં યુક્રેન પર હુમલો કરી શકે છે. હવે સવાલ એ છે કે આ વાત કેવી રીતે ફેલાઈ? જોકે આ દાવો બીજા કોઈનો નથી પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીનો છે. ઝેલેન્સકીએ રશિયાના હુમલા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
Trending Photos
Russia Ukraine Conflict: આ વાત આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે કે રશિયા થોડા જ કલાકોમાં યુક્રેન પર હુમલો કરી શકે છે. હવે સવાલ એ છે કે આ વાત કેવી રીતે ફેલાઈ? જોકે આ દાવો બીજા કોઈનો નથી પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીનો છે. ઝેલેન્સકીએ રશિયાના હુમલા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
જાણો યુક્રેનના રાષ્ટ્રપતિએ શું કર્યો દાવો
યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે રશિયા 16 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરશે. અને આ તારીખને યુક્રેન એકતા દિવસ તરીકે ઉજવશે. આ દરમિયાન પણ તેમણે વાતચીતથી વિવાદ ઉકેલવાની ઓફર કરી હતી.
હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો
પરંતુ મામલો સતત બગડતો ગયો. હવે એ તારીખ સામે છે અને હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. યુક્રેનથી લઈને અમેરિકા અને નાટો દેશો સુધી એવો ભય છે કે પુતિન ગમે ત્યારે હુમલો કરી શકે છે. કારણ કે આ દેશો પુતિન પર વિશ્વાસ કરતા નથી. આ દરમિયાન એવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જે યુદ્ધ ભડકાવવાના દાવાને વધુ બળ આપે છે.
ભારતે યુક્રેનમાં રહેતા પોતાના નાગરિકોને પરત બોલાવ્યા
જેમ કે ભારતે યુક્રેનમાં રહેતા પોતાના નાગરિકોને પરત ફરવાની એડવાઇઝરી જાહેર કરી છે. આ ઉપરાંત જે લોકો ભારતમાંથી યુક્રેન જવા માગે છે, તેમને હજુ યુક્રેન ન જવાની અપીલ કરી છે. ઇઝરાયલે પણ યુક્રેનથી તેના નાગરિકોને એરલિફ્ટ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની અપીલ કરી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા જેવા દેશો પોતાના કોન્સ્યુલેટને યુક્રેનની રાજધાની કિવથી લીવ લઇ જઇ રહ્યા છે. જ્યારે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીને રશિયાના હુમલા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ન તો તેની પુષ્ટિ કરી કે ન તો ખંડન કર્યું.
રશિયા સૌથી પહેલા યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કરશે
એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો યુદ્ધ થશે તો રશિયા સૌથી પહેલા યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કરશે. યુદ્ધની શરૂઆત જમીન પરથી શરૂ થશે. અને ત્યારબાદ કિવમાં ઘૂસીને રશિયાના સૈનિકો દુશ્મનો પર હુમલો કરશે. રશિયન સૈનિકો અને ટેન્કો યુક્રેનના મહત્વના શહેરોને ઘેરી લેશે. આ સિવાય ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ એલર્ટ મોડ પર રહેશે.
બેલારુસમાં યુદ્ધ માટે 30 હજાર સૈનિકો તૈયાર
બેલારુસમાં 30 હજાર સૈનિકો યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રશિયા અને બેલારુસના સૈનિકોના છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ યુદ્ધાભાસમાં સુખોઈ-35 ફાઈટર એરક્રાફ્ટથી લઈને S-400 એર ડિફેન્સ સિસ્ટમને યુક્રેન બોર્ડર પાસે તૈનાત કરવામાં આવી છે. બેલારુસ યુક્રેનનો પડોશી દેશ છે અને રશિયાનો મહત્વપૂર્ણ મિત્ર છે. આ સાથે જ કલાસાગરમાં પણ રશિયન નેવીના યુદ્ધાભ્યાસ ચાલુ છે.
યુદ્ધની જ્વાળાઓ શહેરો અને ઘરો સુધી પહોંચી છે.
હુમલામાં 50 હજાર નાગરિકોના મોત થઈ શકે છે.
15,000 થી વધુ યુક્રેનિયન સૈનિકો મોતને ભેટી શકે છે.
4000 રશિયન સૈનિકો મોતને ભેટી શકે છે.
મોટા પ્રમાણમાં લોકો વિસ્થાપિત થશે.
2014માં પૂર્વી યુક્રેનમાં લડાઈમાં 14,000 લોકો માર્યા ગયા હતા.
અને લગભગ 1.4 મિલિયન લોકો વિસ્થાપિત થયા હતા.
રશિયા પર શું અસર થશે?
રશિયા SWIFT નાણાકીય વ્યવસ્થામાંથી બહાર કરી શકાય છે.
આ સિસ્ટમ દ્વારા સમગ્ર વિશ્વમાં એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાંની લેવડદેવડ થાય છે.
તેનાથી રશિયાના અર્થતંત્રને તાત્કાલિક ફટકો લાગશે
રશિયા આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંની લેવડ-દેવડ કરી શકશે નહીં
તેનાથી રશિયાના તેલ અને ગેસમાંથી થતા નફામાં ઘટાડો થશે
રશિયાની 40 ટકા આવક તેલ અને ગેસમાંથી આવે છે
અમેરિકા રશિયા પર યુએસ ડોલરના વ્યવહારો પર પણ પ્રતિબંધ લગાવી શકે છે
રશિયા યુએસ ડોલરમાં વ્યવહારો કરી શકશે નહીં
પુતિનની છબી પર શું અસર પડશે?
પશ્ચિમી દેશો યુક્રેનમાં લશ્કરી બળવાને સમર્થન આપી શકે છે.
એવામાં પુતિન માટે વર્ષો સુધી યુદ્ધનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની જશે.
તેનાથી તેમના જ દેશમાં પુતિનનું સમર્થન ઘટી શકે છે.
પુતિનના નેતૃત્વને પડકારવામાં આવી શકે છે.
પુતિને આજીવન રાષ્ટ્રપતિ બનવા માટે રશિયાના બંધારણમાં ફેરફાર કરીને જે પગલું ભર્યું છે, તે મુદ્દો ફરી જોર પકડશે.
સૌથી મોટી અસર એ થશે કે મોંઘવારી વધુ વધશે.
તેલ મોંઘુ થશે.. મોંઘવારી વધશે!
ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલરથી 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે
રશિયા દરરોજ 10 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે
જે વિશ્વની માંગના લગભગ 10% છે
ઈંધણના ભાવ આસમાને પહોંચશે
દુનિયાભરના શેરબજારો વધુ ઘટાડો આવશે.
યુરોપની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડશે
યુરોપમાં વીજળી મોંઘી થશે
યુરોપનો 33% કુદરતી ગેસ રશિયામાંથી આવે છે
યુક્રેનિયન પાઈપલાઈન દ્વારા રશિયા યુરોપને ગેસ સપ્લાય કરે છે.
જર્મનીના ગેસના વપરાશમાં રશિયાનો હિસ્સો અડધો છે
જો યુદ્ધના કારણે આ સપ્લાય ચેઈન પ્રભાવિત થશે તો વીજ ઉત્પાદનમાં કાપ મૂકવો પડી શકે છે.
તેમજ ફેક્ટરીઓ પણ બંધ કરવી પડી શકે છે.
જો હુમલો થશે તો ભારત પર શું અસર થશે?
ભારત-યુક્રેન વચ્ચે પરસ્પર વેપાર છે
ભારત યુક્રેનને દવાઓ અને ઇલેક્ટ્રિકલ મશીનરી વેચે છે
ભારત યુક્રેન પાસેથી ખાદ્ય તેલ, ખાતર અને પરમાણુ રિએક્ટર જેવી આવશ્યક વસ્તુઓ ખરીદે છે
રશિયા પછી યુક્રેન ભારતને પરમાણુ રિએક્ટર અને બોઈલરનો સૌથી મોટો સપ્લાયર છે.
તેના પુરવઠામાં વિક્ષેપને કારણે ભારતમાં ન્યુક્લિયર એનર્જીનું કામ ધીમું પડી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવથી ભારતની અર્થવ્યવસ્થાને ઘણી અસર થઈ છે.
જેવી જ તેલની કિંમતો વધશે, પહેલાંથી જ મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર વધુ દબાણ વધશે.
આ સિવાય યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
જ્યારે યુદ્ધ શરૂ થશે ત્યારે તેમની સુરક્ષાની ચિંતા થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે