રશિયાના માર્ગે ચીન, રક્ષા બજેટમાં કર્યો મોટો વધારો, જાણો શું છે ડ્રેગનનો પ્લાન?

Russia Ukraine War China Defence Budget: ચીને ભારત અને તાઇવાન સાથે વધતા તણાવને જોતા વર્ષ 2022 માટે પોતાના રક્ષા બજેટમાં મોટો વધારો કર્યો છે. ચીને પોતાની રક્ષા તૈયારીઓને મજબૂત કરવા માટે વ્યાપક સૈન્ય તાલીમ આપશે અને પરમાણુ હથિયારોને આધુનિક બનાવશે. 

રશિયાના માર્ગે ચીન, રક્ષા બજેટમાં કર્યો મોટો વધારો, જાણો શું છે ડ્રેગનનો પ્લાન?

બેઇજિંગઃ ચીને વર્ષ 2022-2023 માટે પોતાના રક્ષા બજેટમાં મોટો વધારો કર્યો છે. તેણે પોતાનો રક્ષા ખર્ચ 7.1 ટકાથી વધારી 229 બિલિયન ડોલર કરી દીધો છે. આ પહેલા તેનું રક્ષા બજેટ 6.8% હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરતા તેણે પોતાની સેનાને શક્તિશાળી બનાવવાનો સંદેશ આપ્યો છે. અમેરિકા બાદ ચીન હવે દુનિયામાં સૌથી વધુ રક્ષા બજેટ પર ખર્ચ કરનારો દેશ બની ગયો છે. 

ક્વાડ અને ઓકસ ચીનની સૈન્ય ઘેરાબંધી: ગ્લોબલ ટાઇમ્સ
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે આ વર્ષે સંરક્ષણ બજેટમાં વધારો "ચીન સામેના સંરક્ષણ જોખમોને પ્રતિબિંબિત કરે છે." ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ચીન પર સૈન્ય દબાણ બનાવી રહ્યું છે. યુ.એસ, તાઇવાન સ્ટ્રેટમાં દર મહિને તેના યુદ્ધ જહાજોને ઉશ્કેરણીજનક કાર્યવાહી તરીકે મોકલે છે, જાસૂસી વિમાનોને ઉડાવી દે છે અને ચીનની નજીક મુશ્કેલી ઊભી કરે છે. ચીનના સરકારી અખબારે કહ્યું કે યુએસ ક્વોડ સિક્યુરિટી ડાયલોગ કરી રહ્યું છે, જેમાં જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે.

ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે અમેરિકાએ ઓસ્ટ્રેલિયા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ બંનેની રચના ચીનને સૈન્ય રીતે ઘેરી લેવા માટે કરવામાં આવી છે. "ભારત સાથેની સરહદ પરની સ્થિતિ સ્થિર અને વ્યવસ્થાપિત છે, પરંતુ વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી, મડાગાંઠ હજી ઉકેલાઈ નથી," પેપરમાં જણાવ્યું હતું. ચીને તેના બજેટનો વધુ ભાગ નેવી પર કેન્દ્રિત કર્યો છે અને તે આ વર્ષે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવા જઈ રહ્યું છે.

રક્ષા પર ખર્ચ કરવાના મામલામાં પ્રથમ નંબર પર છે અમેરિકા
ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ચીનની સાથે વધતા તણાવ વચ્ચે વર્ષ 2022 માટે 768.2 અબજના રક્ષા બજેટને મંજૂરી આપી હતી. તેમાં હિંદ પ્રશાંત ક્ષેત્રમાં અભિયાન ચલાવવા માટે 7.1 અબજ ડોલરની જોગવાઈ કરી હતી. બજેટમાં અત્યાધુનિક તકનીકો જેમ કે હાઇપર સોનિક હથિયાર, આર્ટિફિશલ ઇન્ટેલિજેન્સ, 5જી, ક્વાંટમ કમ્પ્યૂટિંગ જેવા રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ તકનીક પર ભાર આપ્યો હતો. 

રક્ષા બજેટ પર ખર્ચના મામલામાં દુનિયામાં ત્રીજા નંબરે છે રશિયા
તો રશિયાના વૈશ્વિક હથિયારોના વેપાર પર નજર રાખનારી સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિ્યુટ પ્રમાણે વર્ષ 2022માં રશિયાનું રક્ષા બજેટ 61.7 અબજ અમેરિકી ડોલર હતું, જે ચીન અને અમેરિકા બાદ દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ રક્ષા બજેટ હતું. 

ભારતના આ વર્ષના રક્ષા બજેટમાં 2021-2022ના મુકાબલે આશરે 10 ટકાનો વધારો થયો છે. આ વર્ષ એટલે કે 2022-23નું કુલ રક્ષા બજેટ આશરે 5.25 લાખ કરોડ છે. પાછલા વર્ષ એટલે કે 2021-2022નું કુલ રક્ષા બજેટ 4.78 કરોડ હતું. 

ભારતે રિસર્ચ પર ખર્ચ કર્યા વધુ પૈસા
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટમાં ખાનગી ઇન્ટસ્ટ્રીને વધારો આપવાના ઇરાદાથી પ્રથમવાર રક્ષા બજેટમાં આરએન્ટડીનો 25 ટકા ભાગ સ્ટાર્ટઅપ, સ્વદેશી ઇન્ડસ્ટ્રી અને શૈક્ષણિક સંસ્થામાં ફાળવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news