11-13 માર્ચ સુધી મોટા નેતાઓ ગુજરાતના પ્રવાસે, PM મોદી દોઢ લાખ નેતાઓને સંબોધશે

પીએમ મોદી 11,12 માર્ચે ગુજરાત આવશે. 11 માર્ચે પીએમ મોદી અમદાવાદના GMDC મેદાનમાં સરપંચ સંમેલનને સંબોધન કરશે. 12 માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે

11-13 માર્ચ સુધી મોટા નેતાઓ ગુજરાતના પ્રવાસે, PM મોદી દોઢ લાખ નેતાઓને સંબોધશે
  • ગુજરાતમાં 11થી 13 માર્ચ સુધી મોટા નેતાઓ ગુજરાતના પ્રવાસે
  • પ્રધાનમંત્રી મોદી 11 માર્ચે ગુજરાતમાં દોઢ લાખ નેતાઓને સંબોધિત કરશે

બ્રિજેશ દોશી/ગાંધીનગર :પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. કોરોના કાળ બાદ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ ખાસ બની રહેશે. તેઓ ખેલ મહાકુંભના રંગારંગ કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. તો બીજી તરફ આ દરમિયાન અન્ય બે દિગ્ગજો પણ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં યોજાનારી RSS ની સર્વોચ્ય બેઠકમાં આરએસએસના વડા મોહન ભાગવત અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડડાની હાજરી ખાસ બની રહેશે. 32 વર્ષના લાંબા ગાળા બાદ RSS ની સર્વોચ્ય બેઠક ગુજરાતમાં મળવાની છે, ત્યારે આ બેઠક ખાસ બની રહેશે.  

પીએમ મોદી 11,12 માર્ચે ગુજરાત આવશે. 11 માર્ચે પીએમ મોદી અમદાવાદના GMDC મેદાનમાં સરપંચ સંમેલનને સંબોધન કરશે. આ સંમેલનમાં સરપંચો ઉપરાંત પંચાયતી રાજ વ્યવસ્થાના હોદ્દેદારો પણ હાજર રહેશે. તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. ‘મારુ ગામ મારુ ગુજરાત’ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં પીએમ મોદી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ, મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. 

ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મનપાના વિકાસ કાર્યોનું પણ પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે. 12 માર્ચે પીએમ મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં હાજરી આપશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પણ પીએમ મોદી સંબોધન કરશે. 12 માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. નવરંગપુરા સ્ટેડિયમમાં પીએમ મોદી ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે. જેમાં પણ જંગી જનમેદનીને પીએમ મોદી સંબોધન કરશે. સાથે જ ખેલ મહાકુંભની સફળતાની વાત કરશે. 

32 વર્ષો બાદ RSS ની સર્વોચ્ય બેઠક ગુજરાતમાં 
32 વર્ષો બાદ RSS ની સર્વોચ્ય બેઠક ગુજરાતમાં મળવાની છે. દર વર્ષે માર્ચ મહિનામાં મળનારી બેઠક અમદાવાદના પીરાણા ખાતે યોજાશે. 11 થી 13 માર્ચ સુધી મઅમદાવાદ પિરાણા ખાતે RSSની બેઠક મળશે. RSS ની આ બેઠક વડા મોહન ભાગવત અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડાની હાજરીમાં યોજાશે. 1988 બાદ પહેલીવાર ગુજરાતમાં આ બેઠક યોજાશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને આ બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. RSSની બેઠકમાં શારીરિક પ્રચાર, સંપર્ક, પ્રચારક અભિયાન સહિતના મુદ્દાઓ અંગે મંથન થશે. જેમાં 2-3 કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં ભાગ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news