Russia-Ukraine War: મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં રશિયા, વેસ્ટર્ન ક્રિમિયામાં નૌસેનાનો જમાવડો વધ્યો

Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા ભયંકર યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયાની સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન ઉપર પણ કબજો જમાવી લીધો છે.

Russia-Ukraine War: મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં રશિયા, વેસ્ટર્ન ક્રિમિયામાં નૌસેનાનો જમાવડો વધ્યો

Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા ભયંકર યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયાની સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન ઉપર પણ કબજો જમાવી લીધો છે. યુદ્ધ વચ્ચે રશિયા અને યુક્રેન આજે વાતચીત કરી શકે છે. આ માટે રશિયાનું પ્રતિનિધિમંડળ બેલારૂસ-પોલેન્ડ પહોંચ્યુ છે. આ બાજુ રશિયાના સૈન્ય અભિયાનથી પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે અભિયાન ચાલુ છે. 

798 ભારતીયોને એરફોર્સના 4  વિમાનથી પરત લવાયા
ભારતીય વાયુસેનાના ચાર C-17 વિમાનોની મદદથી ઓપરેશન ગંગા હેઠળ 798 ભારતીયોને રોમાનિયા, હંગરી અને પોલેન્ડથી ભારત પરત લવાયા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2022

મોટા ઓપરેશનની તૈયારીમાં રશિયા
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વેસ્ટર્ન ક્રિમિયામાં રશિયન નેવીનો જમાવડો વધી રહ્યો છે અને તને બ્લેક સીમાં રશિયાની મોટી તૈયારી સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે રશિયા દરિયામાંથી કોઈ મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં છે. 

Russia-Ukraine War Live Updates: समंदर से बड़े ऑपरेशन की तैयारी में रूस, वेस्टर्न क्रीमिया में बढ़ा नौसेना का जमावड़ा

એક અઠવાડિયામાં 10 લાખ લોકોનું પલાયન
સંયુકત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ જણાવ્યું કે રશિયાના હુમલા બાદથી 10 લાખ લોકો યુક્રેન છોડીને જતા રહ્યા છે. આ સદીમાં આ પહેલા ક્યારેય આ ગતિથી પલાયન થયું નથી. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયોગ (યુએનએચસીઆર)ના આંકડા મુજબ પલાયન કરનારા લોકોની સંશ્યા યુક્રેનની વસ્તીના બે ટકાથી વધુ છે. વિશ્વ બેંક મુજબ 2020ના અંત સુધીમાં યુક્રેનની વસ્તી ચાર કરોડ 40 લાખ હતી. એજન્સીનું અનુમાન છે કે યુક્રેનથી લગભગ 40 લાખ લોકો પલાયન કરી શકે છે. આ સંખ્યા અંદાજા કરતા વધુ પણ હોઈ શકે છે. 

કીવમાં રશિયન સેનાનો જોરદાર બોમ્બમારો
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયુ છે. હુમલાના આઠમા દિવસ પણ રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવી શકી નથી. કીવ પર કબજા માટે રશિયાની સેના ભીષણ બોમ્બમારો કરી રહી છે. જ્યારે યુક્રેન કોઈ પણ સંજોગોમાં રશિયાની સેનાને કીવમાં ઘૂસતી રોકવાની કોશિશ કરી રહ્યું છે.

રશિયા વિરુદ્ધ યુક્રેનના રાષ્ટ્રપતિનો હુંકાર
રશિયા વિરુદ્ધ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ હુંકાર કર્યો છે અને કહ્યું કે હુમલાખોરોને અહીં કશું મળશે નહીં. તેઓ દરેક જગ્યાએ મીટાઈ જશે. તેમણે કહ્યું કે યુક્રેનિયન! દરેક આક્રમણકારીને ખબર હોવી જોઈએ કે તેમને કશું મળશે નહીં. કોઈના પર વિજય મળશે નહીં. એટલે સુધી કે જો તેઓ વધુ ઉપકરણ અને અધિક લોકોને જમા કરી શકે છે, તો પણ તેમના માટે કશું નહીં બદલાય. તેઓ દરેક જગ્યાએથી નષ્ટ થઈ જશે. 

ભારતીયોની વાપસી
યુક્રેનથી ભારતીયોની સુરક્ષિત વાપસી સતત ચાલુ છે. હિંડન એરબેસ પર વાયુસેનાનું ચોથુ ગ્લોબમાસ્ટર વિમાન ઉતર્યું. C-17 વિમાન દ્વારા 800 ભારતીય યુક્રેનથી પાછા ફર્યા છે. 

યુક્રેનમાં કોઈ વિદ્યાર્થીને નથી બનાવ્યો બંધક
રશિયા તરફથી કરાયેલા દાવા પર હવે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય દૂતાવાસ સતત ભારતીયોના સંપર્કમાં છે. યુક્રેની ઓથોરિટીની મદદથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતના કોઈ વિદ્યાર્થીને બંધક બનાવ્યાની જાણકારી મળી નથી. 

— ANI (@ANI) March 3, 2022

ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેને બંધક બનાવ્યા- રશિયા
અત્રે જણાવવનું કે રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોના જણાવ્યાં મુજબ યુક્રેનની પોલીસ અને અધિકારીઓ ભારતીયોને પરેશાન કરવાની સાથે તેમને પોલેન્ડની સરહદ સુધી પહોંચવા દેતા નથી. મંત્રાલયનું એમ પણ કહેવું છે કે આવા પડકારો છતાં ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. રશિયાના રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ખારકિવમાં ફસાયેલા છે . તેઓ યુક્રેન છોડવા માટે રશિયા-યુક્રેન બેલગોરોડ સરહદ પર જવા ઈચ્છે છે પરંતુ તેમની યુક્રેની અધિકારીઓ ધરપકડ કરી રહ્યા છે. 

ચીને રશિયાને કહ્યું- વિન્ટર ઓલિમ્પિક સુધી ન કરો  હુમલો
યુક્રેન પર હુમલો કરતા પહેલા ચીનના સિનિયર અધિકારીઓએ ફેબ્રુઆરીની શરૂઆતમાં રશિયાના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી હતી. ચીની અધિકારીઓએ કહ્યું હતું કે બેઈજિંગમાં વિન્ટર ઓલિમ્પિકની સમાપ્તિ પહેલા યુક્રેન પર હુમલો ન કરો. આ વાત ન્યૂયોર્ક ટાઈમ્સે બાઈડેન પ્રશાસનના અધિકારીઓ અને એક યુરોપિયન અધિકારીના હવાલે જણાવી છે. જેમણે એક પશ્ચિમી ઈન્ટેલિજન્સ રિપોર્ટનો હવાલો આપ્યો છે. 

ખેરસોન પર રશિયાનો કબજો
યુદ્ધના આઠમા દિવસે રશિયાની સેનાએ ખેરસોન પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. એએફપીના રિપોર્ટ મુજબ યુક્રેનના અધિકારીઓએ દક્ષિણી શહેર ખેરસોન પર રશિયાના કબજાની પુષ્ટિ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news