દુનિયા પર આ 5 અબજોપતિ મહિલાઓનો છે દબદબો, બિઝનેસમાં એમના નામનો ચાલે છે સિક્કો

Top Richest Women of the World: વિશ્વભરના અમીર લોકોની યાદીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાની હાજરી નોંધાવી છે. ફોર્બ્સના સૌથી અમીર લોકોની યાદી પર નજર કરીએ તો ટોપ 20માં 3 મહિલાઓના નામ સામેલ છે.

દુનિયા પર આ 5 અબજોપતિ મહિલાઓનો છે દબદબો, બિઝનેસમાં એમના નામનો ચાલે છે સિક્કો

Top Richest Women of the World: મહિલાઓ સમગ્ર વિશ્વમાં તેમની ક્ષમતાઓ સાબિત કરી રહી છે. દરેક ક્ષેત્રમાં પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે અને કમાણીની બાબતમાં પણ મહિલાઓએ ઝંડો ગાડ્યો છે. વિશ્વભરના અમીર લોકોની યાદીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાની હાજરી નોંધાવી છે. ફોર્બ્સના સૌથી અમીર લોકોની યાદી પર નજર કરીએ તો ટોપ 20માં 3 મહિલાઓના નામ સામેલ છે. એક ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ, બીજી એલિસ વોલ્ટન અને ત્રીજી જુલિયા કોચ છે. આમાંથી બે મહિલાઓની નેટવર્થ 200 બિલિયન ડોલરથી વધુ છે. ચાલો જાણીએ ફોર્બ્સ અનુસાર વિશ્વની સૌથી અમીર 5 મહિલાઓ (Forbes World’s Billionaires List 2023) કોણ છે અને તેમની નેટવર્થ કેટલી છે?

ફ્રેંન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ-
ફોર્બ્સની સૌથી ધનિક મહિલાઓની ફ્રેંન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ હાલમાં  યાદીમાં ટોચ પર છે. જેમને લોરિયલ લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્રેંન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ ફ્રાન્સના રહેવાસી છે અને ફ્રેંન્કોઇસ L'Oréal ના સ્થાપકની પૌત્રી છે. 20 ફેબ્રુઆરી 2023ના રોજ તેમની કુલ સંપત્તિ $82.0 બિલિયન છે. ફ્રેન્ચ કંપની 'લોરિયલ'ની માલકિન તેમની માતાના મોત બાદ આ કંપનીનું કામ જોવા લાગ્યા હતા.. ખરેખર, આ કંપનીની સ્થાપના તેમના દાદાએ કરી હતી. તેમના મૃત્યુ પછી, મેયર્સની માતાએ કામ જોવાનું શરૂ કર્યું અને તે પછી તે પોતે આ કંપનીની લગામ સંભાળી રહી છે. તે સૌથી અમીર લોકોની યાદીમાં 11મા નંબર પર છે.

એલિસ વોલ્ટન-
એલિસ વોલ્ટન 60.2 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં બીજા નંબરે છે. અમેરિકન લેડી એલિસ વોલ્ટન વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટનની પુત્રી છે. તે સૌથી અમીર લોકોની યાદીમાં 19માં નંબર પર છે. એલિસ તેના પિતાની એકમાત્ર પુત્રી છે. એલિસ વોલ્ટન રિટેલ સેક્ટરમાં એકતરફી રાજ ચલાવે છે.

જુલિયા કોચ-
અબજોપતિ મહિલાઓની યાદીમાં ત્રીજા નંબરે રહેલી જુલિયા કોચની કુલ સંપત્તિ $59.6 બિલિયન છે. જુલિયા ઘણા ચેરિટી પ્રોજેક્ટ પણ ચલાવે છે. અમેરિકાની કોચ ઈન્ડસ્ટ્રીઝના માલિક ડેવિડ કોચના મૃત્યુ બાદ તેમની પત્ની અને તેમના ત્રણ સંતાનોને કંપનીની 42 ટકા માલિકી મળી ગઈ. ત્યારથી જુલિયા કોચ કંપનીના વડા તરીકે કામ કરી રહી છે. તે સૌથી અમીર લોકોની યાદીમાં 20માં નંબર પર છે.

જેકલીન માર્સ-
સૌથી અમીર મહિલાઓની યાદીમાં અમેરિકાની જેકલીન માર્સનું નામ પણ સામેલ છે. અમીર મહિલાઓની યાદીમાં ચોથા નંબરે રહેલી જેકલીન માર્સની કુલ સંપત્તિ $38.0 બિલિયન છે. તે સૌથી અમીર લોકોની યાદીમાં 32મા નંબર પર છે. જેકલીન કેન્ડી અને પેટ ફૂડમાંથી કમાણી કરે છે. તેમની કંપની 100 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી અને આજે પણ કંપનીની લગામ પરિવારના હાથમાં છે. માર્સને વિશ્વની સૌથી મોટી કેન્ડી કંપની માનવામાં આવે છે.

મિરિયમ એડલ્સન એન્ડ ફેમિલી-
સૌથી અમીર મહિલાઓની યાદીમાં મરિયમ એડલ્સનનું નામ પાંચમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 35.0 બિલિયન ડોલર છે. તે સૌથી અમીર લોકોની યાદીમાં 36મા ક્રમે છે. મિરિયમ એડેલસનની આવકનો સ્ત્રોત કેસિનો કંપની 'લાસ વેગાસ સેન્ડ્સ' છે. તેમની પાસે આ કંપનીના સૌથી વધુ શેર છે. મિરિયમના પતિ શેલ્ડન એડલ્સને આ કંપની શરૂ કરી હતી, પરંતુ તેમના મૃત્યુ પછી મિરિયમે આ કંપનીને સંભાળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news