IMD Alert: ગુજરાતીઓ...રેકોર્ડતોડ ગરમી માટે તૈયાર રહો, આગામી બે દિવસ રહેશે ભારે!
Gujarat Weather Report: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. આપણા ગુજરાતમાં પણ હવે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ચિંતાજનક વાત એ છે કે હજુ તો ફેબ્રુઆરી મહિનો ચાલે છે અને આટલી ગરમી લાગવા લાગી છે. હવામાન ખાતાએ જે કહ્યું છે તે જાણીને તમારો પણ પારો વધી જશે.
Trending Photos
Weather Report: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. આપણા ગુજરાતમાં પણ હવે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ચિંતાજનક વાત એ છે કે હજુ તો ફેબ્રુઆરી મહિનો ચાલે છે અને આટલી ગરમી લાગવા લાગી છે. હવામાન ખાતાએ જે કહ્યું છે તે જાણીને તમારો પણ પારો વધી જશે.
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવનો અનુભવ થશે. આગામી બે દિવસ સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સુરેન્દ્ર નગર, રાજકોટ અને કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 11 વર્ષમાં તાપમાનના આંકડા જોઈએ તો 2015માં ફેબ્રુઆરી મહિનામાં વધુમાં વધુ તાપમાન 37.8 ડિગ્રી જોવા મળ્યું હતું.
તૂટ્યો હતો 71 વર્ષનો રેકોર્ડ
હાલમાં જ 16 ફેબ્રુઆરીએ ગુજરાતના ભૂજ અને કચ્છ જિલ્લામાં 71 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં 2015 બાદ ફેબ્રુઆરીમાં ગત શનિવારે ન્યૂનતમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. હવામાન ખાતાનું અનુમાન છે કે ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી કેટલાક દિવસોમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સીયસ સુધી વધી શકે છે. હકીકતમાં આ સંકેત છે કે ગરમી રેકોર્ડ તોડવાની રાહ પર છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ કાંઠા વિસ્તારોના રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં અસાધારણ ગરમી જોવા મળી રહી છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં તાપમાન સામાન્યથી સરેરાશ પાંચથી 10 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. હીટ વેવ દેશમાં આ વર્ષે રેકોર્ડ તોડી શકે છે. હવામાન વૈજ્ઞાનિકો આવું એટલા માટે કહે છે કારણ કે ફેબ્રુઆરીમાં જ ભૂજમાં મહત્તમ પારો 40 ડિગ્રીને પાર જતો રહ્યો. બીજી બાજુ રાજસ્થાનના અનેક શહેરોમાં વધુમાં વધુ તાપમાન 38 ડિગ્રીને પાર ચાલી રહ્યું છે. એવો અંદાજો છે કે સમગ્ર એશિયામાં સૌથી પહેલા સર્વાધિક ગરમી ભારતમાં પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે