શીખ નેતાએ પરિવાર સાથે છોડ્યું પાકિસ્તાન, મળી રહી હતી જાનથી મારવાની ધમકી

 ધમકીઓથી કંટાળીને પહેલા ટ્વીટર છોડ્યું, પછી પેશાવરથી લાહોર વસી ગયા અને આખરે પરિવાર સહિત પાકિસ્તાન છોડવું પડ્યું છે. આ કહાની છે શીખ નેતા રાધેશ સિંહની, જેથી પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સાથે થઈ રહેલા અત્યાચારની વધુ એક ભયાનક તસવીર સામે આવી છે.
 

શીખ નેતાએ પરિવાર સાથે છોડ્યું પાકિસ્તાન, મળી રહી હતી જાનથી મારવાની ધમકી

લાહોરઃ ધમકીઓથી કંટાળીને પહેલા ટ્વીટર છોડ્યું, પછી પેશાવરથી લાહોર વસી ગયા અને આખરે પરિવાર સહિત પાકિસ્તાન છોડવું પડ્યું છે. આ કહાની છે શીખ નેતા રાધેશ સિંહની, જેથી પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સાથે થઈ રહેલા અત્યાચારની વધુ એક ભયાનક તસવીર સામે આવી છે. પાકિસ્તાનમાં તેના દાવાથી વિપરીત અલ્પસંખ્યકો પર અત્યાચાર બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ ઘટના તેવા સમયમાં થઈ છે જ્યારે હાલમાં શીખ યુવતીના અપહરણ બાદ તેનું બળજબરીથી ધર્મપરિવર્તન અને નનકાના સાબિહ પર કટ્ટરપંથિઓના હુમલાથી પાકિસ્તાન ચારેતરફથી ઘેરાયેલું છે. 

ચૂંટણી લડ્યા હતા રાધેશ, શીખોના મોટા નેતા
તમને જણાવી દઈએ કે રાધેશને પાકિસ્તાનમાં શીખોના કદ્દાવર નેતા માનવામાં આવે છે, જે 2018ની ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી ચુક્યા છે. તેઓ પેશાવરથી ઉભા હતા ત્યારબાદ ધમકીઓ મળવાનો સિલસિલો શરૂ થયો હતો. વાત ત્યાં સુધી આવી કે તેમણે પહેલા ટ્વીટર છોડ્યું, પછી શહેર. લાહોર પહોંચ્યા બાદ તેમણે પોલીસ સુરક્ષાની માગ કરી, પરંતુ કોઈ પ્રકારનો સહયોગ ન મળવા પર તેમણે આખરે દેશ છોડવાનો નિર્ણય કર્યો હતો. 

કટ્ટરપંથિઓના ડરથી અજાણ્યા સ્થળ પર
બીબીસીના રિપોર્ટ પ્રમાણે, રાધેશ હાલમાં કોઈ અજાણ્યા સ્થળમાં રહે છે. તેમણે કહ્યું, 'જો વાત માત્ર મારા જીવની હોત તો હું પાકિસ્તાન કોઈપણ સ્થિતિમાં ન છોડત પરંતુ આ મારા પરિવાર અને મારી સાથે જોડાયેલા લોકોની જિંદગીનો સવાલ પણ છે. આવી સ્થિતિમાં મારી પાસે મારો દેશ છોડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહતો.'

— Manjinder S Sirsa (@mssirsa) January 21, 2020

હથિયારધારી શંકાસ્પદોએ કર્યો હતો પીછો
રાધેશે જણાવ્યું કે, હથિયારધારી કેટલાક લોકોએ તેમનો અને તેમના પુત્રનો પીછો કર્યો હતો અને ધમકીઓ આપી હતી. તેમણે પોલીસમાં ફરિયાદ કરી. રાધેશ એટલા ડરેલા છે કે તેમણે પોતાની ફરિયાદમાં સંબંધિત સંગઠનનું નામ પણ ન લીધું, તેમને ડર છે કે આમ કરવાની તેમની પાછળ પાકિસ્તાનમાં રહેતા પોતાના સંબંધીઓ પર ખતરો બની શકે છે. 

અકાલી દળની માગ, ભારતીય વિદેશ મંત્રી સમકક્ષ સાથે કરે વાત
ભારતીય શીખોએ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે. અકાલી દળના પ્રવક્તા અને દિલ્હી શીખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટિના અધ્યક્ષ મનજિન્દર સિંહ સિરસાએ આ મામલામાં વિદેશ મંત્રી એસ. જયશંકરને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, આ વિશ્વભરના શીખો માટે ચિંતાની વાત છે. અમે બધા પાકિસ્તાનમાં અમારા શીખ ભાઈઓની સાથે છીએ. વીડિઓ સંદેશમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની શું સ્થિતિ છે, રાધેશ સિંહ ટોની શીખોના મોટા નેતા છે. આ વ્યક્તિ સાથે પણ એટલો અત્યાચાર થયો કે તેમણે પાકિસ્તાન છોડીને ભાગવું પડ્યું છે. તેમના જેવા શીખ અને હિન્દુ સમાજના ઘણા લોકોએ રોજ પાકિસ્તાનમાં અત્યાચારનો શિકાર બનવું પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

આ VIDEO પણ ખાસ જુઓ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news