UAE માં જોવા મળ્યો 'શૈતાની કોમેટ', નાસાએ જણાવ્યું ફરી ક્યારે દેખાશે ધૂમકેતુ, કરવું પડશે આ કામ

Abu Dhabi: ઇન્ટરનેશનલ એ સ્ટ્રોનોમી સેન્ટર (આઇએસી)એ જણાવ્યું કે આ ધૂમકેતુને કેવી જોઇ શકાય. નાસાના અનુસાર આ 71 વર્ષમાં એક વાર સૂર્યનું ચક્કર લગાવે છે. 

UAE માં જોવા મળ્યો 'શૈતાની કોમેટ', નાસાએ જણાવ્યું ફરી ક્યારે દેખાશે ધૂમકેતુ, કરવું પડશે આ કામ

Solar Eclipse 2024: દુનિયામાં ઘણી એવી ઘગોળિય ઘટના હોય છે, જે માણસોને આશ્વર્યમાં મુકી દે છે. એવું જ કંઇક સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ) માં થયું, જેને જોઇને લોકો આશ્વર્યચકિત રહી ગયા. અઠવાડિયાની શરૂઆતમાં અબૂધાબીના રણમાં એક ચમકીલો ધૂમકેતુ જોવા મળ્યો હતો. એસ્ટ્રોનોમી વિશેષજ્ઞના અનુસાર જો અહીં નિવાસી સૂર્યાસ્ત બાદ સાચી દિશામાં જોશે તો તેને પકડી શકશે. 

અલ ખટ્ટ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીની તરફથી 27 માર્ચના રોજ એક ફોટો લગાવવામાં આવ્યો હતો. આ એક આગનો ગોળો હોય છે. તેમાં શીંગડા જેવા બે આકાર બને છે. તેના કારણે તે શૈતાન ધૂમકેતુ કહેવામાં આવે છે. 

2 જૂને પૃથ્વીની નજીક આવશે
ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી સેન્ટર (IAC) અનુસાર આ ધૂમકેતુ 21 એપ્રિલ 2024ના રોજ સૂર્યની સૌથી નજીક પહોંચશે અને 2 જૂન 2024ના રોજ તે પૃથ્વીની સૌથી નજીક હશે. નાસાએ જણાવ્યું હતું કે 8 એપ્રિલ, 2024 ના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે તે દૃશ્યમાન થવાની ઉચ્ચ સંભાવના છે.

વર્ષ 1812 માં શોધવામાં આવેલો આ ધૂમકેતુ દર 71 વર્ષે એકવાર સૂર્યનું ચક્કર લગાવે છે. તેને સત્તાવાર રીતે 12પી/પોંસ-બ્રૂક્સના નામે ઓળખવામાં આવે છે અને તે છેલ્લે 1954 માં પૃથ્વી પરથી દેખાયો હતો. આશા છે કે જેમ જેમ સૂર્યની નજીક આવશે, આ વધુ ચમકીલો બનશે. આઇએસીના અનુસાર જેમે જેમ દિવસ વિતશે, તેની ઉંચાઇ ઓછી થતી જાય છે અને પેરિલના અંત સુધી તેને જોવો મુશ્કેલ બને છે. 

UAE માં તેને કેવી રીતે જોવો
સૂર્યાસ્ત પછી લગભગ 45 મિનિટ પછી પશ્ચિમ તરફ જુઓ. ધૂમકેતુ સૂર્ય અસ્ત થાય છે તે વિસ્તારથી લગભગ 15 ડિગ્રીની ઊંચાઈ પર હશે. એક સ્માર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરો જે આકાશનો નકશો બનાવે છે અને તારાઓ વચ્ચે ધૂમકેતુનું સ્થાન નક્કી કરે છે.

તેને કોઈ ખાસ વ્યવસ્થા વગર સીધી આંખોથી જોઈ શકાય છે, જો કે ટેલિસ્કોપનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે. આ ધૂમકેતુ પહેલા તો અસ્પષ્ટ દેખાશે, પરંતુ જો તે અંધારાવાળી જગ્યાએથી જોવામાં આવે તો તે સ્પષ્ટ દેખાશે.

ધૂમકેતુ ધૂળ, પહાડ અને બરફથી બનેલા ગોળાની માફક હોય છે. નાસાએ કહ્યું કે 'જેવો જ સૂર્યની નજીક પરિક્રમા કરે છે, તે ગરમ થઇ જાય છે અને ગેસ અને ધૂળના મોટા પહાડોમાં બદલાઇ જાય છે. જે એક ગ્રહ કરતાં મોટો હોઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news