Roti Making Academy: ઈન્સ્ટિટ્યૂટમાં મળશે રોટલી બનાવવાની ટ્રેનિંગ, કોર્સ કરતા જ મહિને 1 લાખ પગારની નોકરી!
Roti Making Academy: બધાના ઘરમાં રોજબરોજના ભોજનમાં રોટલી કે ભાખરી તો બનતા જ હોય. તમે તેને રૂટીન કામ ગણતા હશો અને કદાચ એટલે આ કામમાં બહુ રસ પણ ન લેતા હોવ. પરંતુ જો તમને એવી ઓફર મળે કે રોટી બનાવવા માટે તમને દર મહિને 1 લાખ રૂપિયાની સેલરી મળશે તો શું ત્યારે પણ તમે આવું જ વિચારશો? ના જરાય નહીં.
Trending Photos
Roti Making Academy: બધાના ઘરમાં રોજબરોજના ભોજનમાં રોટલી કે ભાખરી તો બનતા જ હોય. તમે તેને રૂટીન કામ ગણતા હશો અને કદાચ એટલે આ કામમાં બહુ રસ પણ ન લેતા હોવ. પરંતુ જો તમને એવી ઓફર મળે કે રોટી બનાવવા માટે તમને દર મહિને 1 લાખ રૂપિયાની સેલરી મળશે તો શું ત્યારે પણ તમે આવું જ વિચારશો? ના જરાય નહીં.
રોટી બનાવવાની એકેડમી ખોલવાનો પ્રસ્તાવ
મલેશિયામાં એક આવો અનોખો પ્રસ્તાવ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. ફ્રી મલેશિયા ટુડેના રિપોર્ટ મુજબ મલેશિયામાં નેગેરે સ્ટેટે રોટલી બનાવવાની એકેડેમી(Roti Making Academy) ખોલવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવને તૈયાર કરવામાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા કમરૂલ રિઝાલની મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે.
મલેશિયામાં રોટલીની ડિમાન્ડ વધી
કમરૂલના જણાવ્યા મુજબ મલેશિયામાં ભાત સાથે રોટલીની પણ જબરદસ્ત ડિમાન્ડ છે. પરંતુ જરૂરિયાત પ્રમાણે રોટલી તૈયાર કરનારા લોકો મળતા નથી. જેના કારણે ત્યાં રોટલી બનાવનારાઓની તંગી ઉભી થઈ છે. તેમને રોટલી બનાવવા માટે રોજ લગભગ 3 હજાર રૂપિયા એટલે કે મહિને 90 હજાર રૂપિયા જેટલો પગાર આપવો પડે છે.
રોટલી બનાવનારા મળતા નથી
રેસ્ટોરન્ટના માલિકના જણાવ્યાં મુજબ તેઓ પોતે પોતાના રેસ્ટોરન્ટમાં રોટલી બનાવવાનું કામ કરે છે. વીક ડેઝમાં તેઓ એક દિવસમાં લગભગ 500 રોટલી બનાવીને વેચે છે. જ્યારે વીકેન્ડમાં 700થી 800 રોટલીનું વેચાણ થતું હોય છે. એકલી રોટલી વેચવાથી જ તેમની કમાણી હજારો રૂપિયામાં થઈ જાય છે. દેશમાં રોટલી પ્રત્યે આટલો ક્રેઝ વધવાના કારણે મલેશિયામાં હવે રોટલી બનાવનારાઓની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે.
રોટી મેકિંગ એકેડેમી બનાવવાની માંગણી
કમરૂલ રિઝાલના જણાવ્યાં મુજબ જો દેશમાં હવે આ પ્રકારે કોઈ એકેડેમી ખોલવામાં આવે તો તે લોકો માટે ભવિષ્યમાં ખુબ ફાયદાકારક સાબિત થશે. આવું એટલા માટે કારણ કે તેમાં આગળ ઘણો સ્કોપ છે. જો લોકો યોગ્ય રીતે રોટલી બનાવતા શીખી જાય તો તેઓ એક લાખ રૂપિયા સુધીની કમાણી મહિને કરી શકે છે.
સોશિયલ મીડિયા પર આવા છે રિએક્શન
કમરૂલના આ પ્રસ્તાવ પર સોશિયલ મીડિયામાં ખુબ રિએક્શન આવી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે કેવો વાહિયાત આઈડિયા છે. જો આ પ્રપોઝલને મંજૂરી અપાઈ તો દેશ ખાડામાં જશે. જ્યારે અન્ય એક યૂઝરે કહ્યું કે આજકાલ ટુરિઝમ અને ફૂડ સેક્ટરમાં ખુબ ગ્રોથ થઈ રહ્યો છે. આવામાં બિઝનેસ ગ્રોથ આગળ વધારવા માટે આ એક રસપ્રદ પ્રસ્તાવ છે અને આ આઈડિયાને આગળ વધારવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે