ઇમરાન ખાનને મળી ગયો સમય, 3 એપ્રિલ સુધી નેશનલ એસેમ્બલીનું સત્ર સ્થગિત

હવે ઇમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 3 એપ્રિલે ચર્ચા થશે. ઇમરાન ખાનને મળેલો ત્રણ દિવસનો સમય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ઇમરાન ખાનને મળી ગયો સમય, 3 એપ્રિલ સુધી નેશનલ એસેમ્બલીનું સત્ર સ્થગિત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી ઇમરાન ખાનને થોડી રાહત મળી છે. ગુરૂવારે નેશનલ એસેમ્બલીનું સત્ર શરૂ થતા વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ ગૃહની કાર્યવાહી 3 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ઇમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 3 એપ્રિલે ચર્ચા થશે. ઇમરાન ખાનને મળેલો ત્રણ દિવસનો સમય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ ત્રણ દિવસમાં ઇમરાન પોતાની ખુરશી બચાવવા માટે નવો દાવ રમી શકે છે. 

મરિયમનો કટાક્ષ, ખુદની વિરુદ્ધ ષડયંત્રમાં ભાગ કેમ લઈ રહ્યાં છે ઇમરાન?
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી અને વિપક્ષની નેતા મરિયમ નવાઝે ઇમરાન પર કટાક્ષ કર્યો છે. તેણે કહ્યું કે, ઇમરાન કહી રહ્યાં છે કે તેમની સરકાર ઉખાડી ફેંકવા માટે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, તો પછી ખુદ આ ષડયંત્રનો ભાગ કેમ બની રહ્યાં છે. તેણે કહ્યું કે, ઇમરાનને ડર છે કે સત્તાપરથી હટ્યા બાદ તેમના અપરાધ સામે આવી જશે. 

(Pics Source: Pakistan's Samaa TV) pic.twitter.com/AIYhcxgqFq

— ANI (@ANI) March 31, 2022

ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષને મળી બહુમતી
ઇમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પહેલા વિપક્ષ બહુમતના આંકડા સુધી પહોંચી ગયું છે. ગુરૂવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સત્રમાં વિપક્ષની સાથે 172 સભ્યો હાજર રહ્યા. આટલા સભ્યો ઇમરાનની ખુરશી હટાવવા માટે પૂરતા છે. મહત્વનું છે કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 342 સીટ છે. બહુમત સાબિત કરવા માટે 172 સભ્યોની જરૂર હોય છે. 

ઇમરાન ખાને રાજીનામુ આપી દેવું જોઈએઃ બિલાવલ
પાકિસ્તાનની મુખ્ય વિપક્ષી પાર્ટી પીપુલ્લ પાર્ટીના બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યુ કે, વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ કોઈપણ સ્થિતિમાં પરત લેવાનું નથી. ભુટ્ટોએ કહ્યુ કે, તે ઇમરાનને સલાહ આપે છે કે તે રાજીનામુ આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news