ક્રાઇસ્ટ ચર્ચ વિસ્ફોટનો બદલો હતો શ્રીલંકા હુમલો: શ્રીલંકન મંત્રી ઘટસ્ફોટ
Trending Photos
કોલંબો : એક શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે, તબક્કાવાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચમાં થયેલા વિસ્ફોટોનો જવાબ હતો. શ્રીલંકામાં સંરક્ષણ રાજ્યમંત્રીએ મંગળવારે આ નિવેદન આપ્યું. સંરક્ષણરાજ્યમંત્રી રુવાન વિજેવર્દેનેએ સંસદમાં જણાવ્યું કે, સંસદીય તપાસમાં આ ખુલાસો થયો છે કે જે (શ્રેણીબદ્ધ8 બોમ્બ વિસ્ફોટ) પણ ગત્ત રવિવારે શ્રીલંકામાં થયો, તેઓ ક્રાઇસ્ટચર્ચમાં મુસ્લિમો પર થયેલા હુમલાનો બદલો હતો.
ઉલ્લેખનીય છે કે, 15 માર્ચે ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં થયેલા ગોળીબારમાં 50 લોકોનાં મોત થયા હતા. આ હુમલાની જવાબદારી કટ્ટરવાદી દક્ષિણીપંથી સંગઠને લીધી હતી. આ હુમલાની સમગ્ર વિશ્વમાં નિંદા થઇ હતી. મસ્જીદમાં થયેલા આ ગોળીબારનું આરોપીએ એક સોશિયલ મીડિયા એપ પર લાઇવ પણ કર્યું હતું.
સામુહિક અંતિમ સંસ્કાર થયો
શોકમાં ડુબેલા શ્રીલંકામાં વિસ્ફોટમાં મરાયેલા લોકોના સામુહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. હુમલામાં 310 લોકોનાં મોત નિપજ્યા હતા. કોલંબોનાં ઉત્તરમાં આવેલા નેંગોબોનાં સેંટ સેબેસ્ટિયન ચર્ચમાં સામુહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તે અગાઉ સવારે સાડા આઠ વાગ્યે ઠાર મરાયેલા લોકોની આત્માની શાંતિ માટે એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું.
સન્માનમાં અડધીકાઠીએ ફરકાવાયો ઝંડો
મૃત્યુ પામેલા લોકો અને ઘાયલ થયેલા 500 લોકોનાં સન્માનમાં ઝંડાા અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યા હતા. લોકોએ પણ માથુ નમાવીને મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સરકારનાં પ્રવક્તાએ કહ્યું કે, પોલીસે અત્યાર સુધી આ મુદ્દે 40 શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. કોઇ પણ સમુહે હુમલાની જવાબદીર સ્વિકારી નથી. જો કે સરકારે નરસંહાર માટે એક સ્થાનીક ઇસ્લામી જુથને જવાબદાર માન્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમણે મૃતકોમાંથી 31 વિદેશી નાગરિકોની ઓળખ કરી છે, જેમાં 10 ભારતીયોનો સમાવેશ થાય છે, જ્યારે 14 અન્ય અંગે કોઇ માહિતી આપી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે