SBIએ સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલા આ નિયમમાં કર્યો ફેરફાર, 1 મેથી થશે લાગૂ
જો તમારૂ ખાતું પણ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ (SBI)માં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. એસબીઆઈની નવી વ્યવસ્થાની અસર સેવિંગ એકાઉન્ટ પર મળનારા વ્યાજદર પર પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમારૂ ખાતું પણ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ (SBI)માં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. એસબીઆઈની નવી વ્યવસ્થાની અસર સેવિંગ એકાઉન્ટ પર મળનારા વ્યાજદર પર પડશે. હકીકતમાં એસબીઆઈએ પોતાની ડિપોઝિટ અને લોનના વ્યાજદરને RBIના બેન્ચમાર્ક દર સાથે જોડી દીધું છે. તેવામાં 1 મેથી એસબીઆઈના સેવિંગ એકાઉન્ટ પર મળનારા વ્યાજ દરમાં ફેરફાર આવી જશે. બેન્કે ગત મહિને હોમ લોન પર 5 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. એસબીઆઈમાં 1 મેથી 1 લાખથી વધુ જમા અને લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યું છે.
7 દિવસ બાદ લાગૂ થશે નિયમ
SBI એકાઉન્ટમાં 1 મેથી 1 લાખ રૂપિયા સુધી રાખવા પર 3.5 ટકા વ્યાજ મળશે. તો એક લાખથી વધુ બેલેન્સ હોવા પર વ્યાજનો દર 3.25 ટકા થઈ જશે. તમને જણાવી દઈએ કે એસબીઆઈએ 1 લાખથી વધુની રકમવાળી તમામ કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટને રેપો રેટ સાથે જોડી દીધો છે. રિઝર્વ બેન્ક તરફથી ગત દિવસોમાં રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ બેન્કે નવી વ્યવસ્થા લાગૂ કરી છે.
આ કારણે કર્યો નિયમમાં ફેરફાર
ગ્રાહકો તરપથી હંમેશા ફરિયાદ કરવામાં આવી રહી હતી કે રિઝર્વ બેન્ક તરફથી રેપો રેટના વ્યાજદરમાં ઘટાડો થશે અને તેનો સીધો ફાયદો હોમ લોન તથા કાર લોન લેવાના ગ્રાહકોને મળશે. એસબીઆઈમાં 1 લાખથી ઓછી લોન અને જમા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) સાથે જોડાયેલા રહેશે. તેવામાં નાના ગ્રાહકો બજારમાં થઈ રહેલી અસ્થિરતાથી બચશે. નવી વ્યવસ્થા મુજબમાં 1 મેથી એક લાખ રૂપિયાથી વધુના તમામ સેવિંગ એકાઉન્ટ અને શોર્ટ-ટર્મ લોન આરબીઆઈ બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડી દેવામાં આવશે.
પ્રથમવાર થઈ આવી વ્યવસ્થા
હાલમાં આરબીઆઈએ રેપો રેટ ઘટાડીને 6 ટકા કરી દીધો હતો. રેપો રેટના આધાર પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. તેના આધાર પર બેન્કોની મૂડી પર ખર્ચ વધતો ઘટતો રહે છે. બીજીતરફ બચત ખાતાનો દર રેપો રેટથી લગભગ 2.25 ટકા ઓછો રહેશે. 1 લાખથી વધુ અને નાના સમયગાળાની લોન પર રેપો રેટથી 2.25 ટકા વધુ વ્યાજ થશે. આવું પ્રથમવાર છે કે જ્યારે કોઈ બેન્કે આ પ્રકારથી બચત, નાની લોન અને જમાના દરોને સીધો રેપો રેટની સાથે લિંક કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે