ઇઝરાયલના પીએમ નેતન્યાહુ બોલ્યા- કોરોનાથી બચવું હોય તો કરો 'નમસ્તે'

કોરોનાથી બચવા માટે વિશ્વભરના દેશ અલગ-અલગ ઉપાયો અપનાવી રહ્યાં છે. હવે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ચેપને રોકવા માટે ભારતીય અંદાજમાં અભિવાદન કરવાનું કહ્યું છે. 

ઇઝરાયલના પીએમ નેતન્યાહુ બોલ્યા- કોરોનાથી બચવું હોય તો કરો 'નમસ્તે'

નવી દિલ્હીઃ વિશ્વ કોરોનાના ડરમાં જીવી રહ્યું છે. કોરોનાના ચેપને ફેલાતો રોકવા માટે હરસંભવ ઉપાય કરવામાં આવી રહ્યાં છે. હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કોરોનાથી બચવા માટે ભારતીય રીતથી અભિવાદન કરવાનું કહ્યું છે. 

ઇઝરાયલના પીએમે એક પત્રકાર પરિષદમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે ઉપાય અપનાવવા પર વાત કરી હતી. આ દરમિયાન ઇઝરાયલના લોકોને અભિયાદન માટે ભારતીય અંદાજ એટલે કે 'નમસ્તે' કરવાનું કહ્યું છે. 

— India in Israel (@indemtel) March 4, 2020

તમને જણાવી દઈએ કે મેડિકલ એક્સપર્ટ્સ પ્રમાણે કોરોનાથી પેચી વ્યક્તિથી 2થી અઢી ફૂટનું અંતર રાખવું જરૂરી છે. ચેપથી બચવા માટે કોરોના દર્દીની એકદમ નજીક ન જાવો, હાથ ન મિલાવો. સંભવ હોય તો માસ્કનો ઉપયોગ કરો. સમય-સમય પર પોતાના હાથ સારી રીતે ધુઓ. ધ્યાન આપવા જેવી બાબત તે છે કે વિશ્વભરમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 3200 લોકોથી વધુના મોત થયા છે. 

તો ભારતમાં પણ કોરોનાના અત્યાર સુધી 29 કેસની પુષ્ટિ થઈ છે. ભારતમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ સરકાર એલર્ટ છે. મેટ્રોથી લઈને ઓફિસ અને શાળાઓ સુદી સાવચેતી રાખવામાં આવી રહી છે, જેથી કોરોનાના ચેપને ફેલાતો રોકી શકાય. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news