પીએમ મોદી રિયાધ પહોંચ્યા, સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે અનેક મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાતે સાઉદી અરબ પહોંચ્યાં. એર ઈન્ડિયાના એક ખાસ વિમાન દ્વારા તેઓ સાઉદી પહોંચ્યાં. રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

પીએમ મોદી રિયાધ પહોંચ્યા, સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે અનેક મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાતે સાઉદી અરબ પહોંચ્યાં. એર ઈન્ડિયાના એક ખાસ વિમાન દ્વારા તેઓ સાઉદી પહોંચ્યાં. રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી સાઉદી  કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સૌદના આમંત્રણ પર બે દિવસના સાઉદી અરબના પ્રવાસે ગયા છે. 

— ANI (@ANI) October 28, 2019

પોતાના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે અનેક મુદ્દાઓ પર વિશેષ વાર્તા કરશે. પીએમ મોદીનો આ પશ્ચિમ એશિયાઈ દેશનો પ્રવાસ અનેક રીતે મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન તેલ-ગેસ, રિન્યુએબલ એનર્જી, અને નાગરિક ઉડ્ડયન સહિત અને વિભિન્ન મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંબંધ મજબુત કરવા માટે લગભગ ડઝન જેટલા મહત્વના કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. આ અગાઉ વડાપ્રધાન વર્ષ 2016માં સાઉદી અરબનો પ્રવાસ કર્યો હતો. 

જુઓ LIVE TV

પીએમ મોદી આ દરમિયાન રૂપે કાર્ડ પણ લોન્ચ કરશે. આ સાથે જ ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનીશીએટીવ (FII)ના ત્રીજા સત્રમાં પણ સામેલ થશે. તેઓ મંગળવારે રાતે જ દિલ્હી માટે રવાના થઈ જશે. વિદેશ મંત્રાલયના સચિવ (આર્થિક મામલા) ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કે જે મહત્વના કરારો પર હસ્તાક્ષર થશે તેમાં ભારત-સાઉદી અરબ કૂટનીતિક ભાગીદારી પરિષદ શરૂ કરવી, રૂપે કાર્ડ લોન્ચ કરવા પર કરાર તથા બંને દેશોની ઈ-પ્રવાસ પ્રણાલિ વચ્ચે સમન્વય લાવવા પર અલગ કરાર સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news