કોરોના કર્ફ્યૂનો ભંગ કર્યો તો પોલીસે કરાવી 300 ઉઠક બેઠક , વ્યક્તિનું ગણતરીની પળોમાં મોત

ફિલિપાઈન્સમાં એક વ્યક્તિનો કોરોના કર્ફ્યૂ તોડવો પોલીસવાળાઓને એટલો ખટકી ગયો કે તેમણે તે વ્યક્તિને 100 ઉઠકબેઠક કરવાની સજા ફટકારી. ઓન ધ સ્પોટ સજા આપવામાં તેઓ સફળ રહ્યાં પરંતુ આમ છતાં તે વ્યક્તિનો જુસ્સો તૂટ્યો નહીં અને તે હસતો જ રહ્યો. તો પોલીસકર્મીઓએ સજા ત્રણ ગણી વધારી દીધી. તેની પાસે ત્રણસોવાર ઉઠકબેઠક કરાવી અને પછી છોડી દીધો. પરંતુ જ્યારે તે વ્યક્તિ ઘરે પહોંચ્યો તો સતત તેની તબિયત બગડતી ગઈ. પછી તો ગણતરીના કલાકોમાં તેનું મોત થયું. 
કોરોના કર્ફ્યૂનો ભંગ કર્યો તો પોલીસે કરાવી 300 ઉઠક બેઠક , વ્યક્તિનું ગણતરીની પળોમાં મોત

મનીલા: ફિલિપાઈન્સમાં એક વ્યક્તિનો કોરોના કર્ફ્યૂ તોડવો પોલીસવાળાઓને એટલો ખટકી ગયો કે તેમણે તે વ્યક્તિને 100 ઉઠકબેઠક કરવાની સજા ફટકારી. ઓન ધ સ્પોટ સજા આપવામાં તેઓ સફળ રહ્યાં પરંતુ આમ છતાં તે વ્યક્તિનો જુસ્સો તૂટ્યો નહીં અને તે હસતો જ રહ્યો. તો પોલીસકર્મીઓએ સજા ત્રણ ગણી વધારી દીધી. તેની પાસે ત્રણસોવાર ઉઠકબેઠક કરાવી અને પછી છોડી દીધો. પરંતુ જ્યારે તે વ્યક્તિ ઘરે પહોંચ્યો તો સતત તેની તબિયત બગડતી ગઈ. પછી તો ગણતરીના કલાકોમાં તેનું મોત થયું. 

આ કરી હતી ભૂલ
ફિલિપાઈન્સમાં કોરોનાના વધતા કેસ જોતા કડક કર્ફ્યૂ લાગુ કરાયો છે. જો કે ડેરેન પેનારેડોન્દો (28)એ મજબૂરીમાં ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. કારણ કે તેના ઘરમાં પાણી ખતમ થઈ ગયું હતું. આવામાં તે સ્થાનિક પોલીસને હાથ ચડી ગયો. ત્યારબાદ પોલીસવાળાએ તેને ઉઠક બેઠક કરાવી અને અમાનવીય વર્તણૂંકનો પરિચય કરાવ્યો. જેના કારણે તેનો જીવ જતો રહ્યો. 

1 એપ્રિલની ઘટના
આ ઘટના 1 એપ્રિલની છે. જ્યારે રાતના સમયે ડેરેન પેનારેડોન્દો પાણી લેવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ ફિલિપાઈન્સમાં કોરોનાના વધતા કેસ જોતા સાંજે 6 વાગ્યા બાદ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જો લોકો આ કર્ફ્યૂનો ભંગ  કરતા જોવા મળે તો પોલીસ તેમને ઓન ધ સ્પોટ સજા આપે છે. જો કે ફિલિપાઈન્સ પોલીસના આ વર્તનની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ ટીકા થઈ રહી છે. આ સમગ્ર મામલે ઉચ્ચાધિકારીઓએ સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે. 

ફિલિપાઈન્સમાં વધવા લાગ્યો સંક્રમણનો દર
ફિલિપાઈન્સની કુલ વસ્તી 107 મિલિયન છે. અહીંની રાજધાની મનીલાના જ મેટ્રોપોલિટલ રીજનમાં દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારબાદ સરકારે મજબૂરીમાં આકરો કર્ફ્યૂ લાદવો પડ્યો છે. જો કે સરકારની ટીકા એટલા માટે થઈ રહી છે કારણ કે દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news