UP: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાંદા જેલ પહોંચ્યો મુખ્તાર અંસારી, બુલેટપ્રુફ જેકેટ પહેરાવીને લવાયો

પંજાબની રોપડ જેલમાં બંધ યુપીના બાહુબલી મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને લઈને યુપી  પોલીસ આજે સવારે 4.34 વાગે બાંદા જેલ (Banda Jail) પહોંચી.

UP: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાંદા જેલ પહોંચ્યો મુખ્તાર અંસારી, બુલેટપ્રુફ જેકેટ પહેરાવીને લવાયો

બાંદા: પંજાબની રોપડ જેલમાં બંધ યુપીના બાહુબલી મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને લઈને યુપી  પોલીસ આજે સવારે 4.34 વાગે બાંદા જેલ (Banda Jail) પહોંચી. બાંદા જેલ પહોંચતા જ મુખ્તાર અંસારીની તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી લેવાઈ છે. ત્યારબાદ 4 ડોક્ટરોની ટીમે મુખ્તાર અંસારીનું મેડિકલ ચેકઅપ કર્યું. હાલ મુખ્તાર અંસારીને સામાન્ય બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ તેને બેરેક નંબર 15માં રાખવામાં આવશે. 

પોલીસના કાફલાનો આ હતો રૂટ
મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને લઈને યુપી પોલીસની ટીમ બપોરે 2.07 વાગે રોપડથી રવાના થઈ હતી. આ કાફલો સાંજે 4 વાગ્યા સુધીમાં હરિયાણાના કરનાલ પહોંચ્યો. ત્યારબાદ નોઈડા, મથુરા, આગ્રા અને કાનપુર થઈને પોલીસનો કાફલો સવારે 4.34 વાગે બાંદા જેલ (Banda Jail) પહોંચ્યો. મખ્તારને લાવવા દરમિયાન કાફલાની સ્પીડ લગભગ 80 કિમી પ્રતિ કલાક રહી હતી. 

મુખ્તારને પહેરાવવામાં આવ્યું હતું બુલેટપ્રુફ જેકેટ
મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને જ્યારે પંજાબથી યુપી લાવવામાં આવ્યો તો તેના પર હુમલાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આથી રસ્તામાં પડતા તમામ જિલ્લાઓને અલર્ટ રાખવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ પોલીસકર્મીઓને બુલેટપ્રુફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતાં અને મુખ્તાર અંસારીને પણ બુલેટપ્રુફ જેકેટ પહેરાવવામાં આવ્યું હતું. 

The BSP MLA was ferried in an ambulance amidst tight security from Punjab's Rupnagar jail to Uttar Pradesh pic.twitter.com/SycRpvCwyy

— ANI UP (@ANINewsUP) April 7, 2021

પોલીસ ટીમમાં વ્રજ વાહન અને પીએસી પણ હતા 
Additional Director General of Police (પ્રયાગરાજ ઝોન) પ્રેમ પ્રકાશને મુખ્તાર અંસારીને પંજાબથી યુપી લાવવાની જવાબદારી મળી હતી. પોલીસ ટીમ મંગળવારે સવારે ચાર વાગે પંજાબના રોપડ પોલીસ લાઈન પહોંચી હતી. ટીમના 20થી વધુ વાહનોમાં વ્રજ અને એમ્બ્યુલન્સ પણ હતી. એડીજી સાથે ટીમમાં એક સીઓ, બે ઈન્સ્પેક્ટર, એ એસઆઈ, 20 દીવાન અને 30 સીપાઈની સાથે એક કંપની પીએસી પણ હતા. 

પહેલીવાર ડ્રોનથી નિગરાણી
બાંદા જિલ્લા જેલની નિગરાણી પહેલીવાર ડ્રોનથી થશે. બેરક નંબર 15ને સીસીટીવી કેમેરાથી કવર કરવામાં આવી છે. આ કેમેરા દ્વારા જેલ મુખ્યાલય સતત મુખ્તારની બેરેક પર નજર રાખશે. આ સાથે જ જેલમાં મુખ્તારની નજીક એ જ જેલકર્મી જઈ શકશે જે બોડી વોર્ન કેમેરા પહેરેલા હશે. આ સાથે જ બાંદા જેલને 30 સુરક્ષાકર્મી પણ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news