ચીનમાં પેપ્સીકો દ્વારા બંધ કરવામાં આવ્યો પોતાનો પ્લાન્ટ, કારણ છે ખુબ જ ચોંકાવનારૂ
પેપ્સિકો (PepsiCo) કંપનીએ બીજિંગ (Beijing)માં પોતાના ઓપરેશન્સ સસ્પેન્ડ કરી દીધા છે કારણ કે, તેના વર્કરનું COVID 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજિંગના પ્રશાસનિક અધિકારી લાખો કોવિડ 19 ટેસ્ટ કરી રહ્યું છે. ખાસકરીને રેસ્ટોરન્ટ, ખાદ્ય વિતરણ સેવાઓ અને બજાર વિક્રેતાઓનાં કર્મચારીઓનાં Covid 19 ટેસ્ટ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે.
Trending Photos
બીજિંગ : પેપ્સિકો (PepsiCo) કંપનીએ બીજિંગ (Beijing)માં પોતાના ઓપરેશન્સ સસ્પેન્ડ કરી દીધા છે કારણ કે, તેના વર્કરનું COVID 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજિંગના પ્રશાસનિક અધિકારી લાખો કોવિડ 19 ટેસ્ટ કરી રહ્યું છે. ખાસકરીને રેસ્ટોરન્ટ, ખાદ્ય વિતરણ સેવાઓ અને બજાર વિક્રેતાઓનાં કર્મચારીઓનાં Covid 19 ટેસ્ટ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે.
આ કડીમાં બીજિંગમાં પેપ્સીકોનાં એક વર્કરનો (Coronavirus Test) પોઝિટિવ આવ્યો. તેનાં નજીકના સંપર્કમાં આવેલા 87 લોકોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. બીજિંગ પ્લાન્ટની અંદર અને બહાર લેવાયેલા નમુનાઓ નેગેટિવ આવ્યા છે. ચીનનાં રાષ્ટ્રીય સ્વાસ્થય પંચ (NHC) દ્વારા રવિવારે કહ્યું કે, દેશમાં 32 નવા COVID 19 કેસની માહિતી મળી હતી.
20 મિલિયનથી વધારેની વસ્તી વાળા શહેરે 11 જૂને કોવિડ 19ની નવી લહેરમાં પોતાનાં પહેલો કેસ નોંધાવ્યો હતો. રોયટર્સનાં રિપોર્ટ અનુસાર આ કેસ બીજિંગનાં દક્ષિણ-પશ્ચિમમાં એક ખાદ્ય કેન્દ્ર સાથે સંબંધિત મળી આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં કોવિડ 19ના નવા પ્રકોપથી અત્યાર સુધી શહેરનાં 227 લોકો સંક્રમિત થઇ ચુક્યાં છે.
આ તરફ ચીનનાં મેનલેન્ડે 6 નવા લક્ષણ વગરનાં કેસની માહિતી આપી છે. બીજી તરફ બીજિંગમાં 3 નવા કેસ આવ્યા છે. ચીન વિના લક્ષણવાળા રોગિયોની પૃષ્ટી કોવિડ 19કે અને અધિકારીક ઇન્ફેક્શન ટેલિનાં હિસ્સા તરીકે નથી કરતું. આજ સુધી ચીનમાં 83,378 પૃષ્ટ કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે