કયા દેશના દેશના લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય વિતાવે છે? જાણો ક્યાં આવે છે ભારત
દુનિયાભરમાં લોકો મનોરંજન અને એકબીજા સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પરંતુ તમે જાણો છો કે, દુનિયામાં એવો કયો દેશ છે જ્યાંના લોકો સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે.
Trending Photos
દુનિયાભરમાં લોકો મનોરંજન અને એકબીજા સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પરંતુ તમે જાણો છો કે, દુનિયામાં એવો કયો દેશ છે જ્યાંના લોકો સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. આ સાથે એ પણ જણાવીશું કે, ભારતના લોકો આ લિસ્ટમાં કેટલા નંબર પર છે.
વર્લ્ડ ઑફ સ્ટેસ્ટિટિક્સ અનુસાર દુનિયામાં સૌથી વધુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા માટે ફિલિપાઈન્સના લોકોનું નામ પહેલા નંબર પર છે. અહીં લોકો સરેરાશ 4 કલાક 6 મિનિટ એક્ટિવ રહે છે. હવે તમને જો મનમાં પ્રશ્ન હોય કે, ભારતનો નંબર આ લિસ્ટમાં ક્યા છે તો તેનો જવાબ છે સરેરાશ 2 કલાક 36 મિનિટ.
એટલે આપણા દેશના લોકો દરરોજ 2 કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા માટે ફાળવે છે. એટલું જ નહીં રેન્કિંગના હિસાબે જોઇએ તો. ભારત દેશનો 14મો નંબર છે અને પહેલા નંબર પર ફિલિપાઈન્સ આવે છે. પણ હવે તો આપણા દેશમાં પણ સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાના કલાકો વધી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે