પાકિસ્તાનમાં દુષ્કર્મના ડરથી મહિલાઓની કબરો પર લટકી રહ્યા છે તાળા, માનસિક વિકૃતિએ વટાવી હદ
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે માણસની કબરને સુરક્ષા માટે તાળા લગાવવા પડ્યા હોય. પાકિસ્તાનમાં આમ શક્ય બન્યું છે. તેનું કારણ જાણીને કોઈનું પણ કાળજું કંપી જાય.
Trending Photos
ઝી ન્યૂઝ/નવી દિલ્હી: આર્થિક અને રાજકીય રીતે બરબાદ થઈ ગયેલું પાકિસ્તાન હવે સામાજિક રીતે પણ પતનના આરે છે. સ્થિતિ એ છે કે અહીં કબ્રસ્તાનોમાં દફનાવેલા યુવતીઓના મૃતદેહો પણ હવસખોરોથી બચી નથી શક્યા. આ જ કારણ છે કે લોકોએ પોતાની દિકરીઓની કબર પર તાળા લગાવવાની ફરજ પડી છે.
પાકિસ્તાનમાં મૃત મહિલાઓ અને યુવતીઓના મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને શબ સાથે બળાત્કારના બનાવ વધી રહ્યા છે. હવસખોરોએ માનવતાને શર્મશાર કરી મૂકી છે. મૃતક મહિલાઓના મૃતદેહ પણ સલામત નથી. આ જ કારણ છે કે લોકો પોતાની બહેન દિકરીઓની કબર પર આવી રીતે જાળી લગાવીને તાળા લટકાવી રહ્યા છે. જેથી તેમની ગેરહાજરીમાં મૃતદેહની અસમત જળવાઈ રહે. સોશિયલ મીડિયામાં આવી તસવીરો વાયરલ થઈ રહી છે.
પાકિસ્તાનના સામાજિક કાર્યકર અને લેખક હેરિસ સુલ્તાને આવી જ એક તસવીરને ટ્વિટ કરીને આ પ્રકારના અહેવાલોની પુષ્ટી કરી છે. હેરિસે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે પાકિસ્તાને એટલો કામુક અને યૌન કુંઠિત સમાજ બનાવી લીધો છે કે હવે લોકો પોતાની દિકરીઓની કબર પર તાળા લગાવી રહ્યા છે, જેથી તેમને દુષ્કર્મીઓથી બચાવી શકાય. તમે જ્યારે બળાત્કારને બુરખા સાથે સાંકળો છો, ત્યારે તે તમને કબર સુધી દોરી જાય છે.
Pakistan has created such a horny, sexually frustrated society that people are now putting padlocks on the graves of their daughters to prevent them from getting raped.
When you link the burqa with rape, it follows you to the grave. pic.twitter.com/THrRO1y6ok
— Harris Sultan (@TheHarrisSultan) April 26, 2023
પાકિસ્તાનના સમાજનો અસલી ચહેરો ઉજાગર કરનાર હેરિસ સુલ્તાને આ પ્રકારની વિકૃતિ પાછળ કટ્ટરવાદી વિચારધારાને જવાબદાર ગણાવી છે. હેરિસે ઈસ્લામ ધર્મ પણ છોડી ચૂક્યા છે.
પાકિસ્તાનમાં આ પ્રકારના કિસ્સા પહેલી વાર સામે નથી આવ્યા, જ્યારે મહિલાઓના શબ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય. અગાઉ 2011માં કરાચીમાં કબ્રસ્તાનની દેખરેખ રાખતા એક વ્યક્તિએ કબરમાંથી બહાર કાઢીને 48 મહિલાઓના શબ સાથે બળાત્કાર આચર્યા હોવાની વાત કલૂબી હતી.
આ પ્રકારની ઘટનાઓથી પાકિસ્તાનમાં રોષ વ્યાપી ગયો છે. પાકિસ્તાનના એક અખબારે આ પ્રકારની ઘટના ઓ પાછળ નેક્રોફિલિયા નામની માનસિક વિકૃતિને જવાબદાર ગણાવી છે. નેક્રોફિલિયાથી ગ્રસ્ત વ્યક્તિ મૃતદેહ સાથે જાતિય સંબંધ બાંધીને વિકૃત આનંદ માણે છે. જો આવી વ્યક્તિને મૃતદેહ ન મળે તો તે મહિલાની હત્યા કર્યા બાદ પણ વિકૃત હરકતને અંજામ આપે છે.
મહિલાઓની સલામતીની બાબતમાં પાકિસ્તાન પહેલાથી જ બદનામ છે. અહી બે કલાકમાં એક મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. લઘુમતિ સમુદાયોની મહિલાઓ સામેની ગુનાખોરીમાં ઉછાળો આવ્યો છે. યુવતીઓના ધર્માંતરણ અને અપહરણ માટે પાકિસ્તાન કુખ્યાત છે. એવામાં હવે તો મહિલાઓના મૃતદેહ પણ સલામત નથી. જે દેખાડે છે કે પાકિસ્તાન કેટલી ઝડપથી પતનના માર્ગે આગળ વધી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે