Pakistan: ઇમરાન ખાનને મોટો ઝટકો, પાકિસ્તાન ચૂંટણી પંચે પૂર્વ પ્રધાનમંત્રીને અયોગ્ય જાહેર કર્યાં

Imran Khan News: પાકિસ્તાનના ચૂંટણી પંચે મોટો ચુકાદો આપતા પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ડિસ્ક્વોલિફાઇ કરી દીધા છે. એટલે હવે ખાન સંસદના સભ્ય રહ્યાં નથી. 

Pakistan: ઇમરાન ખાનને મોટો ઝટકો, પાકિસ્તાન ચૂંટણી પંચે પૂર્વ પ્રધાનમંત્રીને અયોગ્ય જાહેર કર્યાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ચૂંટણી પંચે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ નેતા ઇમરાન ખાનને મોટો ઝટકો આપતા અયોગ્ય જાહેર કરી દીધા છે. સામાન્ય સહમતિથિ થયેલા નિર્ણયમાં પંચે કહ્યું કે ઇમરાન ખાન હવે દેશની સંસદ નેશનલ એસેમ્બલીના સભ્ય નથી. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ દેશમાં હિંસાની આશંકા જોતા ચૂંટણી પંચે અનેક પોલીસકર્મીઓને સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરી દીધા છે. 

ઇમરાન ખાનના સમર્થકોને રોકવા માટે પાકિસ્તાન સરકારે અર્ધસૈનિક દળોને પણ તૈનાત કર્યાં છે. પોલીસે કહ્યું કે કોઈપણ પીટીઆઈ નેતાને ચૂંટણી પંચ પાસે જવા દેવામાં આવશે નહીં. આ પહેલા 19 સપ્ટેમ્બરે ચૂંટણી પંચે તોશાખાના મામલામાં પોતાના ચુકાદાને સુરક્ષિત રાખી લીધો હતો. આ નિર્ણય બાદ નિષ્ણાંતોનું કહેવું છે કે ઇમરાન ખાન તેને કોર્ટમાં પડકારશે. 

— ANI (@ANI) October 21, 2022

પંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે ઇમરાન ખાનની પાર્ટી
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં એક 5 સભ્યોની બેંચે આ મામલા પર સુનાવણી કરી અને આપસી સહમતિથી ઇમરાન ખાનને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. આ વચ્ચે ઇમરાન ખાનની પાર્ટીએ કહ્યું કે તે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર આરોપ છે કે તેમણે વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો પાસેથી મળેલી કરોડો રૂપિયાની ગિફ્ટ સરકારી ખજાનામાં જમા કરાવવાની જગ્યાએ તેને વેચી દીધી હતી. 

ચૂંટણી પંચમાં અંતિમ સુનાવણી દરમિયાન ઇમરાન ખાનના વકીલે સ્વીકાર્યું હતું કે તેના ક્લાયન્ટે 2018-201 વચ્ચે મળેલી ઓછામાં ઓછી ચાર ગિફ્ટ વેચી દીધી હતી. તેમણે કહ્યું કે આ વિદેશી ગિફ્ટને 5 કરોડ 80 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. તેની વિગત ઇમરાન ખાને પોતાના આવકવેરા રિટર્નમાં દેખાડી હતી. ઇમરાન ખાનના વકીલે તે પણ કહ્યું કે પીટીઆઈ નેતાએ ચૂંટણી પંચને પણ આ ગિફ્ટ વિશે જાણકારી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news