આ છે 21મી સદીના વિક્સિત ભારતના નિર્માણના 2 પ્રમુખ સ્તંભ, PM મોદીએ કર્યો ઉલ્લેખ

પીએમ મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં કેદારનાથ ધામ અને ત્યારબાદ બદ્રીનાથ ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ માણા ગામમાં રોડ અને રોપવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ એક કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું. 

આ છે 21મી સદીના વિક્સિત ભારતના નિર્માણના 2 પ્રમુખ સ્તંભ, PM મોદીએ કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદ્રીનાથમાં પૂજા અર્ચના બાદ માણા ગામમાં રોડ અને રોપવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું કે આજે બાબા કેદારનાથ અને બદ્રી વિશાલજીના દર્શન કરીને મન પ્રસન્ન થઈ ગયું. જીવન ધન્ય થઈ ગયું. તેમણે વધુમાં કહ્યું કે માણા ગામ, ભારતના અંતિમ ગામ તરીકે જાણીતું છે. પરંતુ મારા માટે સરહદે વસેલું દરેક ગામ દેશનું પહેલું ગામ છે. આ સાથે જ તેમણે 21મી સદીના વિક્સિત ભારતના નિર્માણના બે પ્રમુખ સ્તંભોની પણ જાણકારી આપી અને કહ્યું કે પહેલો- તમારા વારસા પર ગર્વ અને બીજો- વિકાસ માટે દરેક શક્ય પ્રયત્ન છે. 

પીએમ મોદીએ કહ્યું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર મે લાલ કિલ્લાથી એક આહ્વાન કર્યું, આ આહ્વાન છે ગુલામીની માનસિકતાથી સંપૂર્ણ રીતે મુક્તિનું. કારણ કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણા દશને ગુલામીની માનસિકતાએ એવો જકડેલો છે કે પ્રગતિના કેટલાક કાર્યો કેટલાક લોકોને અપરાધ જેવા લાગે છે. વિદેશોમાં ત્યાંની સંસ્કૃતિ સંલગ્ન સ્થાનોની આ લોકો પ્રશંસા કરતા થાકતા નહતા, પરંતુ ભારતમાં આ પ્રકારના કામને નિમ્ન દ્રષ્ટિથી જોવામાં આવતા હતા. 

पहला- अपनी विरासत पर गर्व,

दूसरा- विकास के लिए हर संभव प्रयास।

— BJP (@BJP4India) October 21, 2022

પીએમ મોદીએ કહ્યું કે વિકાસના આ તમામ પ્રોજેક્ટ્સ માટે ઉત્તરાખંડને અને દેશ વિદેશના દરેક શ્રદ્ધાળુઓને હું ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુરુઓની કૃપા રહે, બાબા કેદારની કૃપા જળવાઈ રહે, બદ્રી વિશાલની કૃપા જળવાઈ રહે. આપણા તમામ શ્રમિક સાથીઓને પણ શક્તિ મળે એવી પ્રાર્થના કરું છું. 

તેમણે કહ્યું કે આસ્થાનું આ કેન્દ્ર ફક્ત એક માળખું જ નહીં પરંતુ આપણા માટે પ્રાણવાયુની જેમ છે. તેઓ આપણા માટે એવા શક્તિપૂંજ છે જે કપરામાં કપરી પરિસ્થિતિઓમાં પણ આપણને જીવંત રાખે છે. અયોધ્યામાં આટલું ભવ્ય રામમંદિર બને છે, ગુજરાતના પાવાગઢમાં કાલિકાના મંદિરથી લઈને વિંધ્યાચળ દેવીના કોરિડોર સુધી, ભારત પોતાના સાંસ્કૃતિક ઉત્થાનનું આહ્વવાન કરી રહ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે પહેલા જે વિસ્તારોને દેશની સરહદોનો અંત ગણીને નજરઅંદાજ કરાતા હતા, અમે ત્યાંથી સમૃદ્ધિનો આરંભ માનીને કામ શરૂ કર્યું. પહેલા દેશના અંતિમ ગામ ગણીને જેની ઉપેક્ષા થતી હતી, અમે ત્યાંના લોકોની અપેક્ષાઓ પર ફોકસ કર્યું. પહેલા દેશના વિકાસમાં જેમના યોગદાનને મહત્વ ન અપાયું અમે તેમને સાથે લઈને પ્રગતિના મહાન લક્ષ્યો તરફ આગળ વધવાનો સંકલ્પ કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news