પાકિસ્તાનની તબાહી માટે 'પિંકી જાદુગરણી' જવાબદાર? અરીસામાં નથી દેખાતો ચહેરો!
ફેબ્રુઆરી 2018માં ઈમરાન ખાને બુશરા માનેકા સાથે ત્રીજા લગ્ન કર્યા. બુશરા બીબીને લઈને એક એવું રહસ્યનું જાળું ગૂંથાયેલું છે જે આજ સુધી દૂર થયું નથી. બુશરા માનેકા ઈમરાન ખાનના આધ્યાત્મિક ગુરુ હોવાનું કહેવાય છે.
Trending Photos
નવી દિલ્હી: ઈમરાન ખાન (Imran Khan) કોના કહેવા પર દેશ સંબંધિત નિર્ણયો લે છે, તે સવાલ તેઓ પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠા ત્યારથી જ પૂછાવા લાગ્યા હતા. હકીકતમાં તેની પાછળનું કારણ હતું ઈમરાન ખાનના ત્રીજા લગ્ન. તમે વિચારતા હશો કે ત્રીજા લગ્નને દેશના નિર્ણયો સાથે શું લેવા દેવા? પરંતુ છે.
ઈમરાન ખાનના દિમાગ પર બુશરા બેગમનો કબજો
ફેબ્રુઆરી 2018માં ઈમરાન ખાને બુશરા માનેકા સાથે ત્રીજા લગ્ન કર્યા. બુશરા બીબીને લઈને એક એવું રહસ્યનું જાળું ગૂંથાયેલું છે જે આજ સુધી દૂર થયું નથી. બુશરા માનેકા ઈમરાન ખાનના આધ્યાત્મિક ગુરુ હોવાનું કહેવાય છે. પાકપટ્ટનમાં બાબા ફરીદ ગંજ શકરમાં તેઓ એક જાણીતા પીર છે અને પિંકીબીબી કે પિંકી જાદુગરણી નામથી ઓળખાય છે.
અરીસામાં નથી દેખાતો ચહેરો!
દાવો કરાયો છે કે ઈમરાન ખાનની બીબી બુશરાનું મોઢું અરીસામાં દેખાતું નથી. એવું પણ કહેવાય છે કે બુશરા જાદુ ટોણા, તંત્ર મંત્રની વિદ્યાની માસ્ટર છે અને તેની પાસે રૂહાની અને કરામતી તાકાતો છે. લોકોનું એવું પણ કહેવું છે કે બુશરા પાસે બે જિન્ન છે જેનો ઉપયોગ તે અલગ અલગ કામો માટે કરે છે. સત્ય ગમે તે હોય પરંતુ ઈમરાન ખાનના દિલ અને દિમાગ પર હવે બુશરા બેગમનો કબજો છે. તેમાં કોઈ શક નથી.
બુશરાએ પલટી ઈમરાનની કિસ્મત
પાકિસ્તાની મીડિયાના જણાવ્યાં મુજબ ઈમરાન ખાન પહેલીવાર બુશરાને 2015માં મળ્યા હતા. તે સમયે તેઓ કોઈ સીટ પર પોતાના ઉમેદવારની જીત અંગે સવાલ કરવા પહોચ્યા હતા. તે વખતે બુશરાએ કહ્યું હતું કે પીટીઆઈના ઉમેદવારની જીત થશે અને પરિણામ તેમની ભવિષ્યવાણી પ્રમાણે આવ્યું. ત્યારબાદથી જ ઈમરાન ખાન સતત બુશરા માનેકાને મળવા જવા લાગ્યા હતા. પાકિસ્તાની મીડિયાના જણાવ્યાં મુજબ બુશરા માનેકાએ જ ઈમરાન ખાનને કહ્યું હતું કે તેઓ જો પ્રધાનમંત્રી બનવા માંગતા હોય તો તેમણે ત્રીજા લગ્ન કરવા જરૂરી છે. જો કે ત્યારે કોઈને ખબર નહતી કે ઈમરાન ખાન બુશરા સાથે જ ત્રીજા લગ્ન કરી લેશે.
ઈમરાન દરેક નિર્ણય બુશરાને પૂછીને લે છે!
જે મહિલાનો ઈમરાન ખાન પર આટલો પ્રભાવ હોય તે શું તેમને ઈગ્નોર કરી શકે? પાકિસ્તાનમાં કહેવાય છે કે ઈમરાન ખાન દરેક નિર્ણય બુશરાને પૂછીને જ લે છે. હવે તો ઈમરાન ખાને પોતે જ કબૂલી લીધુ છે કે તેમના દરેક નિર્ણયમાં બુશરાબીબીનું યોગદાન હોય છે. પછી ભલે તે રાજકીય હો, કે દેશ સંબંધિત, કે આંતરરાષ્ટ્રીય મુદ્દો. જર્મનની મેગેઝીન ડેર સ્પીગલ સાથે વાતચીતમાં ઈમરાન ખાને કહ્યું હતું કે તે દરેક નિર્ણય બુશરાને પૂછીને લે છે. જ્યારે ડેર સ્પીગલના પત્રકાર સુઝેન કોબલે તેમને પૂછ્યું કે, "તમે હાલમાં જ ફરીથી લગ્ન કર્યા. પ્રથમ મહિલા બુશરાબીબી જાણીતા આધ્યાત્મિક ગુરુ છે. શું તમે તેમની પાસેથી રાજકીય સૂચનો લો છો? તો ઈમરાન ખાને જવાબ આપ્યો કે કોઈ મૂરખ જ હોય જે દરેક મુદ્દે પોતાની પત્ની સાથે વાત ન કરતો હોય. તેઓ ખુબ બુદ્ધિશાળી છે. હું દરેક મુદ્દે અને સમસ્યા પર તેમની સાથે ચર્ચા કરું છું, સરકાર સંબંધિત સમસ્યાઓ અને તમામ પેચીદા મુદ્દા પર ચર્ચા કરું છું. બુશરા બીબી મારા હમસફર છે, તેઓ મારા જીવનસાથી છે. તેમના વગર મારું જીવન સરળ નહીં હોય."
બુશરાના ચુંગલમાં ઈમરાન સરકાર
હંમેશા બુરખામાં જોવા મળતા બુશરા બેગમ પડદા પાછળથી પાકિસ્તાનની સરકાર ચલાવે છે તેવા આરોપ લાગતા રહ્યા છે. જો કે બુશરાએ કહ્યું કે તેઓ રાજકીય મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરતા નથી. પરંતુ બુશરાનું ઈમરાન ખાનના જીવન અને સરકારમાં કેટલો હસ્તક્ષેપ છે તે તો એ વાતથી જ સ્પષ્ટ છે કે તેમના વિરુદ્ધ બોલનારાને પાર્ટી અને સરકારની બહારનો રસ્તો દેખાડી દેવાય છે. ઈમરાનનને કોણ મળશે, ક્યારે મલશે, તે બધુ બુશરા બીબી નક્કી કરે છે. આ વર્ષે જુલાઈમા ઈમરાનની પાર્ટી પીટીઆઈના વિધાયક ઉજ્મા કારદારની હકાલપટ્ટી કરી દેવાઈ. કારણ કે તેમણે બુશરા બીબી પર અનેક આરોપ લગાવ્યા હતા. ઉજ્માએ કહ્યું હતું કે "બુશરાબીબીને પૂછ્યા વગર ઈમરાન ખાન કોઈ નિર્ણય લેતા નથી, પીએમઓમાં પોસ્ટિંગથી લઈને તમામ મોટા નિર્ણયોમાં બુશરાબીબીનો હાથ હોય છે. તેઓ જેને ઈચ્ચે તે ઈમરાન ખાનને મળી શકે છે. બાકીના લોકોને તો છોડો...વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી પણ અંદર જઈ શકતા નથી. બુશરાએ ઘરમાં એક લાઈન ખેંચી દીધી છે. તેની આગળ કોઈ જઈ શકતું નથી. ઈમરાન ખાનને તેમના ઘરમાં તમે બૂમ મારો તો તેઓ પલટીને જોશે સુદ્ધા નહીં."
ઉજ્માનો આરોપ, બુશરા જાદુ ટોણા કરે છે
ઉજ્માએ પણ બુશરાના જાદુ ટોણા અંગે જાણકારી આપી હતી. ઉજ્માએ કહ્યું હતું કે ઈમરાન ખાને તેમને જણાવ્યું હતું કે બુશરા ઈમરાન ખાનનો ચહેરો વાંચી લે છે. તે જાદુ ટોણા કરે છે, અને જાણે છે કે પતિનો દિવસ કેવી રીતે પસાર થયો. ઈમરાન ખાન પોતે તાવીજોના કાળા જાદુને પોતાના જીવનમાં અજમાવતા રહે છે. જેનો ખુલાસો તેમની તલાકશુદા પત્ની રેહમ ખાને પણ કર્યો હતો.
સરકારની સફળતાનો શ્રેય બુશરાને આપે છે ઈમરાન
બુશરાનો પ્રભાવ એ વાત પરથી પણ સમજી શકાય કે ઈમરાન ખાને સરકારના 100 દિવસ પૂરા થયા ત્યારે પણ સરકારની સફળતાનો શ્રેય બુશરાબીબીને આપ્યો હતો. ઈમરાન ખાને તે વખતે કહ્યું હતું કે જ્યારે ટીવી પર ક્યાંય પણ અત્યાચાર જોઉ છું, બુશરા બેગમ સાથે હોય છે તો કહું છું કે જુઓ કેટલા અત્યાચાર થાય છે, ત્યારે બુશરા બેગમ મને સમજાવે છે કે તમે પ્રધાનમંત્રી છો. 22 વર્ષ વિપક્ષમાં રહ્યા બાદ આજે પણ હું ભૂલી જાઉ છું કે હું પ્રધાનમંત્રી છું. આ 100 દિવસ માટે હું બુશરા બેગમને ક્રેડિટ આપવા માંગુ છું. આ જે 100 દિવસ પસાર થયા છે તેમાં ફક્ત એક રજા લીધી છે શનિવારે. તેના માટે હું તેમને ક્રેડિટ આપવા માંગુ છું.
બુશરાના ડરથી સુધરી ગયા પ્લેબોય ઈમરાન!
એક સમયે પ્લેબોય તરીકે જાણીતા અને મોટાભાગે લંડનની નાઈટલાઈટમાં જોવા મળતા ઈમરાન ખાનની ઓળખ ક્યારેક બગડેલા અમીરજાદા તરીકેની હતી. ઈમરાન ખાનને બુશરા બેગમ ઠેકાણે લાવ્યા. બુશરાનું કહેવું છે કે લગ્ન બાદ તેમણે ઈમરાન ખાનની જિંદગી બદલી નાખી. આ ફેરફાર ઈમરાન ખાનની વાણી ઉપર પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ઈમરાન ખા અને બુશરાએ મળીને પાકિસ્તાનને અંધકારમાં ધકેલી દીધુ છે. ઈમરાન ખાનના કબૂલનામાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનની બદહાલી માટે જેટલા જવાબદાર ઈમરાન ખાન છે એટલા જ જવાબદાર તેમના ત્રીજા પત્ની બુશરા બેગમ પણ છે.
બુશરા સાથે ત્રીજા લગ્ન
ઈમરાન ખાને પહેલા લગ્ન 1995માં બ્રિટિશ મૂળના જેમિમા સાથે કર્યા હતા. જેમિમા સાથે તેમનો સંબંધ 9 વર્ષ સુધી ચાલ્યો. ત્યારબાદ બંનેએ 2004માં તલાક લઈ લીધા. 8 જાન્યુઆરી 2015ના રોજ ઈમરાન ખાને ટીવી પ્રેઝન્ટેટર રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા. આ સંબંધ માંડ 10 મહિના ચાલ્યો અને નવેમ્બર 2015માં બંને અલગ થઈ ગયા. ફેબ્રુઆરી 2018માં ઈમરાન ખાને ત્રીજા લગ્ન બુશરા બેગમ સાથે કર્યા. જેમણે ઈમરાન ખાન પર એવો તે જાદુ કર્યો છે કે તેમણે સમગ્ર દેશનું ભવિષ્ય તેમના હવાલે કરી દીધુ. હાલ બુશરાના ટોચકાથી ઈમરાન ખાન ભલે પ્રધાનમંત્રીની ખુરશી પર જામેલા હોય પરંતુ દેશ ખાડે ગયો છે. જેમાંથી બહાર આવવાની હાલ તો કોઈ આશા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે