શું ICJમાં કુલભૂષણ જાધવની દલીલ વખતે પાકિસ્તાની જજને હાર્ટ એટેક આવ્યો હતો?

 પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, સોમવારે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે સુનવણી દરમિયાન ઈન્ટરનેશનલ અદાલતમાં પાકિસ્તાની ન્યાયાધીશ તસદ્દુક હુસૈન ગિલાનીને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ આ વાતનો ઈન્કાર કર્યો કે, તેમણે હાર્ટ એટેક આવ્યો હતો. 
શું ICJમાં કુલભૂષણ જાધવની દલીલ વખતે પાકિસ્તાની જજને હાર્ટ એટેક આવ્યો હતો?

નવી દિલ્હી : પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, સોમવારે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે સુનવણી દરમિયાન ઈન્ટરનેશનલ અદાલતમાં પાકિસ્તાની ન્યાયાધીશ તસદ્દુક હુસૈન ગિલાનીને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ આ વાતનો ઈન્કાર કર્યો કે, તેમણે હાર્ટ એટેક આવ્યો હતો. 

જસ્ટિસ જિલાનીએ કહ્યું કે, તેઓ આરામ કરી રહ્યાં છે. ડોક્ટરોએ કહ્યું કે, તેમને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. પાકિસ્તાની ન્યાયાધીશ ગુરુવારે અદાલતમાં જ આવશે. તેમના પરિવારને WIONને આ માહિતી આપી હતી. 

પાકિસ્તાનના Abb Takk newsના સમાચાર અનુસાર, 69 વર્ષના તસદ્દુક હુસૈન ગિલાનીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સૂત્રોએ જણાવ્યું કે, તેમને હોસ્પિટલમાં સારવાર આપી રહ્યાં છે. ICJએ સોમવારે જાધવના મામલામાં ચાર દિવસની સુનવણી શરૂ કરી હતી. 

આ પહેલા સોમવારે ભારતે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતને અનુરોધ કર્યો કે, પાકિસ્તાની સેના દ્વારા કુલભૂષણ જાધવને આપવામાં આવેલ મૃત્યુકાંડને મુક્ત કરવામાં આવે અને તેમની મુક્તિના આદેશ આપવામાં આવે. ભારતે કહ્યું કે, આ મામલો કાયદાકીય પ્રક્રિયાના ન્યૂનતમ માપદંડોને પણ પૂરા નથી કરતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news