Pakistani આર્ટિસ્ટે ભારતના લોકોને આપી ખાસ ગિફ્ટ, વીડિયો જોઈ દરેક ભારતીયોએ કરી પ્રશંસા

Pakistani Artist: પાકિસ્તાની રબાબ કલાકાર સિયાલ ખાને ભારતને ખાસ શુભકામનાઓ મોકલી છે. શાંત પહાડો અને હરિયાળીના બેકગ્રાઉન્ડની સાથે સિયાલ ખાને પોતાના રબાબ પર ભારતીય રાષ્ટ્રગાન વગાડ્યું છે. 

Pakistani આર્ટિસ્ટે ભારતના લોકોને આપી ખાસ ગિફ્ટ, વીડિયો જોઈ દરેક ભારતીયોએ કરી પ્રશંસા

Independence Day 2022: ભારત પોતાની આઝાદીનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ તકે પાકિસ્તાની રબાબ કલાકાર સિયાલ ખાન (Pakistani Rabab Artist Siyal Khan) એ ભારતને ખાસ શુભકામનાઓ મોકલી છે. શાંત પહાડો અને હરિયાળીના બેકગ્રાઉન્ડની સાથે સિયાલ ખાને પોતાના ગીટાર પર ભારતીય રાષ્ટ્રગાન જન મન ગણ વગાડ્યું છે. વીડિયો શેર કરતા સિયાલ ખાને પોતાના ટ્વિટરના કેપ્શનમાં લખ્યું- 'સરહદ પાર મારા દર્શકો માટે આ એક ભેટ છે. સિયાલ ખાનની શાનદાર ધુનને સાંભળ્યા બાદ બંને દેશના લોકોએ તેની ખુબ પ્રશંસા કરી છે. એક ભારતીય યૂઝરે કહ્યું કે 'જન ગણ મન'ની ધુન સંભળાવી સિયાલે દિલ જીતી લીધું. 

પાકિસ્તાની આર્ટિસ્ટે વગાડી 'જન ગણ મન'ની ધુન
તમે વીડિયોમાં જોઈ શકો છો કે સિયાલ ઉંડા પહાડો પર બેઠો છે અને હાથમાં રબાબ લીધેલું છે. કુલ એક મિનિટ 22 સેકેન્ડના વીડિયોમાં સિયાલે પોતાના રબાબ પર રાષ્ટ્રગાન વગાડ્યું છે. રાષ્ટ્રગાનની ધુન એટલી સુંદર છે કે લોકોએ તેની પ્રશંસા કરી. આ વીડિયોને 7 લાખ જેટલા વ્યૂ મળી ચુક્યા છે. 

— Siyal Khan (@siyaltunes) August 14, 2022

આ પહેલા સિયાલ ખાને ફના ગીતની શાનદાર પ્રસ્તુતી આપી હતી. પ્રતિભાશાળી કલાકારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે જાણીતુ ગીત પસૂરી વગાડતો જોવા મળી રહ્યો છે. કોક સ્ટૂડિયો પાકિસ્તાનના મેગા હિટ ગીતે પોતાના આકર્ષક સંગીતથી બધાનું મનોરંજન કર્યું છે અને તે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. પસૂરી અને મેરે હાથ મેં સિવાય સિયાલે પ્રતિષ્ઠિત ગીત ગુલાબી આંખેમાં પણ હાથ અજમાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news