ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યા છે આ લોકો, તમારા બાળકોનું રાખો ધ્યાન
માહિતીના આધારે પોલીસે રેડ કરી સારીકની ધરપકડ કરી. જોકે આ ઘરમાંથી જ પોલીસને સંખ્યાબંધ કફ સીરપ ભરેલી બોટલો મળી આવી હતી. અંદાજીત 446 થી વધુ લોકોને બોટલો તે છૂટક વેચવા માટે લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: ગેરકાયદેસર રીતે કફ સીરપનું વેચાણ કરતા શખ્સની એસ.ઓ.જી ક્રાઇમે ધરપકડ કરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી 446 જેટલી કફ સીરપની બોટલો કબજે કરી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે નશાકારક સીરપનું વેચાણ શખ્સ કેવી રીતે કરતો તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીનું નામ સારીક ઉર્ફે બાલી શેખ છે. ઉંમરમાં ભલે નાનો દેખાતો હોય પરંતુ લોકોને નશાના રવાડે ચડાવવાનું તેનું કામ હવે તેને જેલના સળિયા ગણાવશે. પકડાયેલો આરોપી સારીક ઉર્ફે બાલી શેખ અમદાવાદના વટવા વિસ્તારમાં ચાર માળીયામાં રહેતો અને ગેરકાયદેસર Cough Syrup Bottle નું વેચાણ કરતો હોવાની માહિતી એસઓજીની ટીમને મળી હતી.
માહિતીના આધારે પોલીસે રેડ કરી સારીકની ધરપકડ કરી. જોકે આ ઘરમાંથી જ પોલીસને સંખ્યાબંધ કફ સીરપ ભરેલી બોટલો મળી આવી હતી. અંદાજીત 446 થી વધુ લોકોને બોટલો તે છૂટક વેચવા માટે લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીની વધુ પૂછપરછ કરતા પોલીસે સારીક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે સારીકનો ગુનાહિત ઈતિહાસ પહેલાથી જ રહેલો છે અને અગાઉ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનના ત્રણેક ગુઆનોમાં પકડાઈ ચુકેલો છે. એટલું જ નહીં સારીકના માતા-પિતા પણ પોલીસ ચોપડે ગુનેગાર નોંધાયેલા છે. મહત્વનું છે કે તારીખ શોર્ટ કટથી રૂપિયા કમાવવા અને પોતે પણ નશાના આદી હોય કફ શિરપ પીવા માટે ગેરકાયદેસર વેચાણના રવાડે ચડયો હતો.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સસ્તો નશો કરવાનું ચલણ સામાન્ય કે મજૂર વર્ગમાં વધ્યું છે. ત્યારે SOGની ટીમે આ કોડીન યુકત કફ સીરપની બોટલ કયા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવતો? છેલ્લા કેટલા સમયથી આરોપી સરિક ઉર્ફે બાલી શેખ ગેરકાયદેસર રીતે કફ શિરપનું વેચાણ કરતો?
પોલીસની રેડ દરમિયાન તારીખનો મિત્ર જે હાલમાં ફરાર થયો છે તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જય આવનારા દિવસોમાં નશાનો કારોબાર ચલાવતા માફિયાઓ સુધી એસઓજીની ટીમ પહોંચે છે કે કેમ તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે