કોરોના કાળમાં પાકિસ્તાની સેના પર વધ્યો દબાવ, ખતરામાં ઇમરાન ખાનની ખુરશી
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન નિયાઝીની ખુરશી પર સંકટના વાદળો છવાયા છે. આ સંકટ માટે કોઈ અન્ય નહીં પરંતુ ખુદ પાકિસ્તાનની સેના જવાબદાર છે જેણે તેમને ખુરશી પર બેસાડ્યા હતા.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઇમરાન ખાન નિયાઝીની ખુરશી પર સંકટના વાદળો છવાયા છે. આ સંકટ માટે કોઈ અન્ય નહીં પરંતુ ખુદ પાકિસ્તાનની સેના જવાબદાર છે જેણે તેમને ખુરશી પર બેસાડ્યા હતા. કોરોના વાયરસ સંકટને સારી રીતે ન સંભાળવાને લઈને વિપક્ષના નિશાના પર ચાલી રહેલા ઇમરાન ખાનને લઈને હવે સેના પર દબાવ વધી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસ સંકટને યોગ્ય રીતે ન સંભાળવા અને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને સમય પહેલા પરત લેવાના ઇમરાન ખાનના વિવાદિત નિર્ણયથી પાકિસ્તાન આ મહામારીનું ગઢ બની રહ્યું છે. પાકિસ્તાનમાં જૂનની શરૂઆતમાં એક લાખ કેસ હતા અને આ મહિને 3 લાખ અને જુલાઈના અંત સુધી 10 લાખ મામલા પહોંચવાનું અનુમાન છે. દેશભરમાં તેનાને તૈનાત કરવામાં આવી છે.
વિપક્ષને લઈને નિશાના પર પાકિસ્તાની પ્રધાનમંત્રી
ઇમરાન ખાને જે સ્માર્ટ લૉકડાઉનને લઈને ભારત પર કટાક્ષ કર્યો હતો, હવે તે તેમના ગળાનો ફંદો બની રહ્યો છે. પાકિસ્તાનના 2 શહેરોમાં કોરોનાને કારણે જાહેર સ્વાસ્થ્ય સિસ્ટમ તહાબી પર પહોંચી ગઈ છે. કોરોનાની તપાસ કરનારી પ્રયોગશાળાઓ નમૂનાથી ભરેલી છે. ડોક્ટરોને ડર છે કે સોમાચુ આવ્યા બાદ કોરોના પોતાના ચરમ પર પહોંચશે. માનવામાં આવી રહ્યું છે કે તે સમયે પાકિસ્તાનમાં તિત્તીધોડાઓનો પણ મોટો હુમલો થવાનો છે.
તેનાથી પાકિસ્તાનમાં ખાવાનું સંકટ ઊભુ થઈ શકે છે. નિષ્ણાંતોનું માનવુ છે કે તેનાથી પાકિસ્તાનની જનતામાં વિદ્રોહ પેદા થઈ શકે છે. આ સંપૂર્ણ સંકટને લઈને વિપક્ષના નિશાના પર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન આવી ગયા છે. ઇમરાન ખાન ઘેરાયા બાદ હવે સેના પણ જનતાના નિશાના પર આવી રહી છે. કારણ કે સેનાએ ઇમરાન ખાનને ખુરશી પર બેસાડ્યા હતા, તેથી અંતિમ જવાબદારી સેના પર આવી રહી છે.
ભારતીય સૈનિકોની શહાદત પર અમેરિકાએ સંવેદના વ્યક્ત કરી આપ્યું મહત્વનું નિવેદન
ઉખ્તર મંગલે પોતાનું સમર્થન પરત લીધુ
બુધવારે ઇમરાન ખાનને સમર્થન આપનાર અખ્તર મંગલે પોતાનું સમર્થન પરત લઈ લીધુ છે. મંગલ બલૂચિસ્તારનના પૂર્વ સીએમ રહી ચુક્યા છે. મંગલે કહ્યુ કે, ખાન કહે તો છે કે તે સરકાર ચલાવી રહ્યાં છે પરંતુ તે કોઈ નિર્ણય લઈ શકતા નથી. પરંતુ હજુ સુધી કઈ વિપક્ષી નેતાએ ખુલીને સેનાની ટીકા કરી નથી. તેમને ડર છે કે સેનાના સમર્થન વગર ઇમરાન બાદ તેઓ સત્તામાં આવી શકશે નહીં.
ઇમરાન ખાનને બચાવવામાં લાગેલી પાકિસ્તાની સેના હવે ખુદ ફસાયેલી જોવા મળી રહી છે. કોરોનાને સંભાળવામાં જો સરકાર સફળ ન રતે તો સેનાની શાખ પર અસર થશે. ડોનના પૂર્વ એડિટર નસીર કહે છે કે ઇમરાન ખાનની નિષ્ફળતાઓ બાદ પણ સેનાએ તેમને પોતાનું સમર્થન જારી રાખ્યુ છે. પરંતુ જો પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધુ ગાઢ બને અને જનતામાં અસંતોષ વધ્યો તો પાકિસ્તાની સેનાએ પોતાના સમર્થન પર ફરીથી વિચાર કરવા માટે મજબૂત થવુ પડશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે