Pakistan: મોંઘવારીમાં પાકિસ્તાન એશિયામાં ટોચ પર, ગરીબીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ

Pakistan Economy: આર્થિક રીતે પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનમાં જીવન પસાર કરવા માટે દરેક વસ્તુની મોટી કિંમત ચુકવવી પડી રહી છે. એડીબીના આંકડા પ્રમાણે પાકિસ્તાનમાં જીવન જીવવાનો ખર્ચ એશિયામાં સૌથી વધુ છે.
 

Pakistan: મોંઘવારીમાં પાકિસ્તાન એશિયામાં ટોચ પર, ગરીબીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ

ઇસ્લામાબાદઃ Pakistan Economy: પાકિસ્તાનની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનમાં જીવન જીવવા માટે દરેક એક વસ્તુ માટે મોટી કિંમત ચુકવવી પડી રહી છે. એડીબીના આંકડા પ્રમાણે પાકિસ્તાનમાં રહેવા માટે ખર્ચ એશિયામાં સૌથી વધુ છે. આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. પાકિસ્તાનમાં ગરીબીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. આવનારા દિવસોમાં પાકિસ્તાનમાં રહેતા એક કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી નીચે જઈ શકે છે.

એશિયામાં સૌથી વધુ મોંઘવારી પાકિસ્તાનમાં
પાકિસ્તાનમાં 25 ટકા ફુગાવા દરની સાથે જીવન પસાર કરવાનો ખર્ચ એશિયામાં સૌથી વધુ છે. એશિયન વિકાસ બેન્કના લેટેસ્ટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. મનીલામાં ગુરૂવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 1.9 ટકાના દરે વધી શકે છે.

પાકિસ્તાન માટે ખરાબ સમાચાર
એક્સપ્રેસ ટ્રિબ્યૂને જણાવ્યું કે એશિયાઈ વિકાસ પરિદ્રશ્યે આગામી નાણાકીય વર્ષ માટે નિરાશાજનક તસવીર રજૂ કરી છે અને આ દરમિયાન 15 ટકા ફુગાવા દર અને 2.8 ટકા વૃદ્ધિ દરનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

એશિયામાં સૌથી વધુ મોંઘવારી પાકિસ્તાનમાં
એડીબીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં ફુગાવાનો દર 25 ટકા રહેવાનું અનુમાન છે, જે એશિયામાં સૌથી વધુ છે. આ રીતે એશિયામાં સૌથી વધુ મોંઘવારી પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનમાં ઝડપથી વધી શકે છે ગરીબી
પાકિસ્તાન લાંબા સમયથી મોંઘવારી મંદીના તબક્કામાં છે અને વિશ્વ બેન્કે પણ પાછલા સપ્તાહે કહ્યું હતું કે મોંઘવારીને કારણે અહીં એક કરોડ લોકો ગરીબીની જાળમાં સફાઈ શકે છે. પાકિસ્તાનમાં લગભગ 9.8 કરોડ લોકો પહેલાથી જ ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news