Pakistan: ભીખારી થઈ રહેલા દેશના અમીર લોકોની વાત, કોણ છે પાકિસ્તાનના 10 સૌથી અમીર લોકો?

પાકિસ્તાનમાં હાલ લોટ અને ચોખા માટે લોકો લડી રહ્યા છે. સરકાર આર્થિક મંદીને વહેલી તકે ખતમ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે, જેના માટે અન્ય દેશો અને IMF પાસેથી સતત લોનની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં ઘણા અબજોપતિઓ પણ છે, જે દેશના GDPને અસર કરે છે. અમે તમને પાકિસ્તાનના એવા અમીર લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની પાસે અબજોની સંપત્તિ છે. 

Pakistan: ભીખારી થઈ રહેલા દેશના અમીર લોકોની વાત, કોણ છે પાકિસ્તાનના 10 સૌથી અમીર લોકો?

પાકિસ્તાનમાં હાલ લોટ અને ચોખા માટે લોકો લડી રહ્યા છે. સરકાર આર્થિક મંદીને વહેલી તકે ખતમ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે, જેના માટે અન્ય દેશો અને IMF પાસેથી સતત લોનની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં ઘણા અબજોપતિઓ પણ છે, જે દેશના GDPને અસર કરે છે. અમે તમને પાકિસ્તાનના એવા અમીર લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની પાસે અબજોની સંપત્તિ છે. 

1. . શાહિદ ખાન: શાહિદ ખાનનું નામ પાકિસ્તાનના અમીર લોકોની યાદીમાં સામેલ છે. શાહિદ ખાનનો જન્મ 18 જુલાઈ, 1950ના રોજ લાહોરમાં થયો હતો. શાહિદ પહેલા અમેરિકામાં રહ્યા અને પછી પાકિસ્તાન પરત ગયા. શાહિદ ખાન પાકિસ્તાનના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે. શાહિદે તે કંપની ખરીદી લીધી જેમાં તે પહેલા કામ કરતા હતા

2. સર અનવર પરવેઝ: સર અનવર પરવેઝ 15 માર્ચ 1935ના રોજ રાવલપિંડીમાં જન્મેલા. મોહમ્મદ અનવર પરવેઝ એક ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. 1956માં, 21 વર્ષની ઉંમરે, અનવર પરવેઝ પોતાનું નસીબ અજમાવવા માટે ઇંગ્લેન્ડ ગયા. વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી, ટેલિફોન ઓપરેટર, બસ કંડક્ટર અને ડ્રાઈવર તરીકે કામ કર્યા પછી, અનવર પરવેઝે 1963માં લંડનમાં મુસ્લિમ સમુદાય માટે તેમની પ્રથમ કરિયાણાની દુકાન ખોલી.

3. સદરુદ્દીન હશવાણી પાકિસ્તાનના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન્સમાંના એક છે, સદરુદ્દીન હશવાનીની કુલ સંપત્તિ 900 મિલિયન ડોલર છે. સદરુદ્દીન હશવાની પાકિસ્તાનના સૌથી ધનિકોમાંના એક છે.

4. મિયાં મંશા પાકિસ્તાની વેપારી સમુદાયમાં જાણીતું નામ છે, મિયાં મુહમ્મદ મંશાનો જન્મ પાકિસ્તાનના ફૈસલાબાદમાં એક ઉચ્ચ પરિવારમાં થયો હતો. તેમણે હેન્ડન કોલેજ લંડનમાંથી સ્નાતક થયા અને બાદમાં બડા ગ્રૂપના CEO અને સ્થાપક બનવા પાકિસ્તાન પરત ફર્યા. $5 બિલિયનની નેટવર્થ સાથે, મિયાં મુહમ્મદનું લક્ષ્ય 2022માં પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ બનવાનું છે

5. મલિક રિયાઝ: 8 ફેબ્રુઆરી 1954ના રોજ જન્મેલા મલિક રિયાઝ હુસૈન રાવલપિંડીના એક સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેણે પોતાની કારકિર્દી એક કન્સ્ટ્રક્શન કંપનીમાં ક્લાર્ક તરીકે શરૂ કરી હતી. પછી તે વિસ્તારના  જ્ઞાન અને અનુભવનો લાભ ઉઠાવીને, તેમણે 1980ના દાયકામાં પોતાની બાંધકામ કંપની બનાવી.

6. નવાઝ શરીફ અન્ય પ્રમુખ રાજકીય વ્યક્તિ, નવાઝ શરીફનો જન્મ 25 ડિસેમ્બર 1949ના રોજ થયો હતો. તેમનો જન્મ લાહોરમાં એક પ્રભાવશાળી અને સારા પરિવારમાં થયો હતો. રાજકારણમાં પ્રવેશ્તા પહેલા તેઓ તેમના પિતા સાથે પારિવારિક વ્યવસાય ચલાવતા હતા. નવાઝ શરીફ ઓછામાં ઓછા 1.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ છે

7. નાસિર શોન: નાસિર શોન પાકિસ્તાનના વેપારી સમુદાયમાં એક પ્રતિષ્ઠિત નામ છે. શોન ગ્રૂપના વડા, નાસિર શોન પાકિસ્તાનના ટોચના અમીરોમાંના એક છે. શોન ગ્રૂપ એ એક સમૂહ છે જેમાં શોન પ્રોપર્ટીઝ, દુબઈ લગૂન, શોન બિઝનેસ પાર્ક અને આઈસુઈટ્સનો સમાવેશ થાય છે.

8. અબ્દુલ રઝાક યાકૂબ: દુબઈ સ્થિત પાકિસ્તાની બિઝનેસમેન, અબ્દુલ રઝાક યાકૂબ પાકિસ્તાનના ટોચના 10 સૌથી ધનિકોમાં સામેલ છે. તેઓ ARY ગ્રુપના માલિક છે, જે અગ્રણી મીડિયા હાઉસ છે, રિયલ એસ્ટેટ ડેવલપર, જ્વેલરી બ્રાન્ડ અને અન્ય ઘણા વ્યવસાયો સામેલ છે.

9. તારિક સૈગોલના નેતૃત્વ હેઠળ, સૈગોલ જૂથ એક વિશાળ સમૂહ છે, જેના હેઠળ ઘણી કંપનીઓ કામ કરે છે. સૈગોલ પરિવાર પાકિસ્તાનની આઝાદી પહેલા પણ વેપાર ચલાવતો હતો.

10. આસિફ અલી ઝરદારી: 26 જુલાઈ 1955ના રોજ જન્મેલા આસિફ અલી ઝરદારી જમીનદારોના પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. જો કે, બેનાઝીર ભુટ્ટોના લગ્ન પછી, આસિફ અલી ઝરદારી લોકપ્રિય નામોમાં જોડાયા. આસિફ અલી ઝરદારીએ 2008થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news