ભારતને મોટો ઝટકો, હાફિઝ સઈદના બે સંગઠન પ્રતિબંધિત આતંકી સૂચિમાંથી બાકાત

પાકિસ્તાનની ધરતી પર આશરો લઈને બેઠેલા મુંબઈ બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદને લઈને ભારતને મોટો ઝટકો લાગી શકે તેમ છે.

ભારતને મોટો ઝટકો, હાફિઝ સઈદના બે સંગઠન પ્રતિબંધિત આતંકી સૂચિમાંથી બાકાત

નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ધરતી પર આશરો લઈને બેઠેલા મુંબઈ બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદને લઈને ભારતને મોટો ઝટકો લાગી શકે તેમ છે. પાકિસ્તાનમાં પ્રતિબંધિત આતંકી સંગઠનોની સૂચિમાં સામેલ સઈદના બે સંગઠનો જમા ઉદ દાવા અને ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશનને સૂચિમાંથી હટાવી દેવાયા છે. હકીકતમાં આ બંને સંગઠનોને જે વટહુકમ હેઠળ પ્રતિબંધિત આતંકી સંગઠનોની સૂચિમાં નાખવામાં આવ્યાં હતાં તે હવે નિષ્પ્રભાવી થઈ ચૂક્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી પણ તેને પ્રભાવી બનાવી રાખવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. 

ભારતમાં 26/11ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને લઈને ભારત સતત પાકિસ્તાન પર દબાણ બનાવતું રહ્યું છે. ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન એન્ટી ટેરરિઝમ એક્ટ 1997ને સંશોધિત કરતા એક વટહુકમ પસાર કરાયો હતો. જે હેઠળ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જાહેર આતંકીઓને પાકિસ્તાનમાં પણ આતંકની સૂચિમાં નાખવામાં આવ્યાં હતાં. જેમાં આતંકી હાફિઝ સઈદના બે આતંકી સંગઠન જમાત ઉદ દાવા અને ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશનને પણ સામેલ કરવામાં આવ્યાં હતાં. 

पाकिस्तान में प्रधानमंत्री बनने के करीब पहुंचे इमरान खान, इनके समर्थन से बनाएंगे सरकार

ગુરુવારે હાફિઝ સઈદના વકીલ રાજા  રિઝવાન અબ્બાસી અને સોહેલ વરાઈચે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જાણકારી આપી કે સરકારનો આ વટહુકમ હવે નિષ્પ્રભાવી થઈ ચૂક્યો છે અને તેને આગળ વધારવા અંગે સરકાર તરફથી કોઈ પગલું લેવાયું નથી. તેના પર જજે કહ્યું કે સરકારે કોઈ પગલું નથી લીધુ એટલે હવે સઈદની અરજી પણ હવે પ્રભાવી નથી. 

અત્રે જણાવવાનું કે આતંકી હાફિઝ સઈેદ તેના બંને આતંકી સંગઠનોને પ્રતિબંધિત કરનારા આ વટહુકમને કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સઈદે દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનના બંધારણની વિરુદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધિત આતંકી સંગઠનોની સૂચિમાં અલકાયદા, તહરીક એ તાલિબાન પાકિસ્તાન, લશ્કર એ ઝાંગવી, જમાત ઉદ દાવા, ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન અને લશ્કર એ તૈયબા સામેલ છે. 

VIDEO: जब वोट डालने निकला आतंकी सरगना हाफिज सईद, लोग रोककर चूमने लगे हाथ

ખુલ્લેઆમ ફરે છે સઈદ
1990માં આતંકી હાફિઝ સઈદના નેતૃત્વમાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબાની રચના થઈ. જેમાં લગભગ 50000 આતંકીઓ સામેલ છે. કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવું એ તેનો મુખ્ય હેતુ છે. પાકિસ્તાનના મદરીના શહેરમાં તેનું હેડક્વાર્ટર છે. તે આતંકી કેમ્પ ચલાવે છે. હાફિઝ સઈદ 2001માં ભારતીય સંસદ પરના હુમલા, 2006 અને 2008ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો મુખ્ય આરોપી છે. પાકિસ્તાન અનેકવાર ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને સઈદને નજરકેદ કરી ચૂક્યું છે. તેનું સંગઠન જમાત ઉદ દાવા પણ આતંકી ગતિવિધિઓમાં સામેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news