Pakistan Politics: સેના મુખ્યાલયમાં શાહબાઝ શરીફને વિદાય અપાઈ, રાજીનામું આપી શકે છે પાકિસ્તાની PM

પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ બુધવારે નેશનલ એસેમ્બલી ભંગ કરવા માટે રાષ્ટ્રપતિને વિનંતી કરશે. એટલે કે શાહબાઝ શરીફ પોતાના પદ પરથી રાજીનામું આપી સંસદ ભંગ કરવા માટે રાષ્ટ્રપતિને પત્ર મોકલશે. 

Pakistan Politics: સેના મુખ્યાલયમાં શાહબાઝ શરીફને વિદાય અપાઈ, રાજીનામું આપી શકે છે પાકિસ્તાની PM

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ (Pakistan PM Shahbaz Sharif)બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. પ્રધાનમંત્રી શરીફનું (PM Shahbaz Sharif)નું કહેવું છે કે તે બુધવારે નેશનલ એસેમ્બલી (National Assembly)ને ભંગ કરવાની ભલામણ કરશે. 

હકીકતમાં પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે મંગળવારે કહ્યુ કે તે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીને સમય પહેલા ભંગ કરવા માટે બુધવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને પત્ર લખશે. 

નેશનલ એસેમ્બલી ભંગ કરવાની માંગ કરશે શરીફ
નોંધનીય છે કે શાહબાઝ શરીફ પોતાના પદ પરથી રાજીનામું આપશે તો એક વચગાળાની સરકાર દેશનો કાર્યભાર સંભાળશે. સંસદના નિચલા ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ 12 ઓગસ્ટે ખતમ થાય છે. રાષ્ટ્રપતિ અલ્વી જો પ્રધાનમંત્રીની સલાહને સ્વીકારે તો 48 કલાકની અંદર નેશનલ એસેમ્બલીને ભંગ કરી શકાય છે. 

90 દિવસની અંદર યોજાશે ચૂંટણી
સરકારે જાહેરાત કરી છે કે નિર્ધારિત સમયગાળાના ત્રણ દિવસ પહેલા નેશનલ એસેમ્બલી ભંગ કરી દેવામાં આવશે. ત્યારબાદ 90 દિવસની અંદર ચૂંટણી થશે. તેવા સંકેત મળી રહ્યાં છે કે શાહબાઝ શરીફ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે. તેના કારણે તેમણે રાવલપિંડીમાં પાકિસ્તાનના જનરલના મુખ્યાલયનો પ્રવાસ કર્યો, જ્યાં તેમને વિદાય પણ આપવામાં આવી હતી. 

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન અખબારના રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી શરીફે મંગળવારે જનરલ મુખ્યાલયમાં પોતાની વિદાય યાત્રા કરી. આ દરમિયાન પ્રધાનમંત્રીનું થલ સેનાધ્યક્ષ જનરલ અસીમ મુનીરે ગર્મજોશીથી સ્વાગત કર્યું હતું. 

શા માટે સરકાર નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવાનું વિચારી રહી છે?
રાજકીય નિષ્ણાતો માને છે કે ગઠબંધન સરકાર સંસદને ભંગ કરવાની ભલામણ કરશે, પરંતુ એવી સંભાવના છે કે રાષ્ટ્રપતિ અલ્વી તરત જ નોટિફિકેશન બહાર પાડવાનો ઇનકાર કરી શકે છે. એટલા માટે વિધાનસભા સમાપ્ત થવાના ત્રણ દિવસ પહેલા તેને વિસર્જન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. જેથી રાષ્ટ્રપતિ તેને લેવાનો ઇનકાર કરે તો પણ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવી જોઈએ, જેથી પાકિસ્તાનના ચૂંટણી પંચે 90 દિવસમાં ચૂંટણી કરાવવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news