હિંસા, આગચાંપી અને તોડફોડ... ઈમરાનની ધરપકડ બાદ PAKમાં હંગામો, સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને PTI પ્રમુખ ઇમરાન ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાક રેન્જર્સે ધરપકડ કરી છે. ઇમરાન ખાનની ધરપકડ બાદ ઇસ્લામાબાદથી હિંસા ભડકી ઉઠી છે. લોકો રસ્તા પર આવી ગયા છે. પાકિસ્તાનમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. 

હિંસા, આગચાંપી અને તોડફોડ... ઈમરાનની ધરપકડ બાદ PAKમાં હંગામો, સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ

ઇસ્લામાબાદઃ Protest in Pakistan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના અધ્યક્ષ ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઇમરાન ખાનની પાર્ટીના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન સરકારે સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. પીટીઆઈ સમર્થકો અનેક જગ્યાએ તોડફોડ, હંગામો અને આગચાંપી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ લાહોરમાં સેનાના કમાન્ડરોના આવાસ અને રાવલપિંડીમાં સેનાના મુખ્યાલય પરિસરમાં પ્રવેશ કર્યો છે. પ્રદર્શનકારીઓએ લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના ઘરમાં ઘુસીને તોડફોડ કરી અને આગ લગાવી દીધી છે.

ટોળાને કાબૂ કરવા એક્શન મોડમાં પોલીસ
ઈમરાન ખાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તણાવ શરૂ થઈ ગયો હતો અને હવે ધીમે ધીમે આખા પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે. ઈમરાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, ત્યારબાદ પોલીસ દળ ભીડને કાબૂમાં લેવા એક્શન મોડમાં આવી ગયું હતું. જો કે આ પછી પોલીસે ઈમરાન ખાનના સમર્થકો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સાથે જ આ દરમિયાન ઈમરાનના વકીલ પર પણ હુમલો થયો છે, જેમાં ઘણા વકીલોને પણ ઈજા થઈ છે.

— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 9, 2023

દેશમાં કલમ 144 લાગૂ
પાકિસ્તાનમાં વધતા વિવાદ વચ્ચે કલમ 144 લાગૂ કરી દેવામાં આવ્યા છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તા ગુસ્સામાં છે અને સતત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 

શાહ મહમૂદ કુરેશીએ પીટીઆઈ કાર્યકર્તાઓને 'શાંતિપૂર્ણ વિરોધ' માટે હાકલ કરી
પીટીઆઈના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાનની ધરપકડ બાદ કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે આહ્વાન કર્યું છે. પીટીઆઈના ટ્વિટર પર શેર કરાયેલા એક વીડિયો સંદેશમાં કુરેશીએ લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવા અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાન સાથે એક થવા વિનંતી કરી. તેણે કહ્યું કે તે ઈસ્લામાબાદ જઈ રહ્યો છે જ્યાં તેણે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા માટે પીટીઆઈ નેતૃત્વ અને છ સભ્યોની સમિતિની બેઠક બોલાવી છે.

— Aziz Khan (@Azizkhanmn) May 9, 2023

ઈમરાનને સ્લો ઝેર આપી શકાય છેઃ પીટીઆઈ નેતા
પૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા શેખ રશીદે ઈમરાન ખાનની ધરપકડ પર મોટું નિવેદન આપ્યું છે. તેણે ઈમરાન ખાનના જીવને ખતરો આપ્યો છે અને તેને સ્લો પોઈઝન આપવામાં આવી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે શાહબાઝ સરકારે ઈમરાન ખાનની રાજનીતિને ખતમ કરવા માટે આ પગલું ભર્યું છે.

Shutdown Pakistan ની માંગ
ઇમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈએ ટ્વિટર પર પોતાના સમર્થકોને ભેગા થવાનું કહ્યું છે. સાથે  PTI તો Shutdown Pakistan ની માંગ ઉઠાવી છે. 

— PTI (@PTIofficial) May 9, 2023

પાકિસ્તાનના આ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે
પેશાવર
લાહોર
ફૈસલાબાદ
મુલતાન
વિહાદી
ગિલગિટ
કરાચી
ખાનાર
ગુજરાનવાલા
રહીમ યાર ખાન
બહાવલપુર
ચારસદ્દા
સરગોધા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news