ભારતની દેખાદેખીમાં પાકિસ્તાને કહ્યું- અમે પણ મોકલીશું અંતરિક્ષ યાત્રી, થયું ટ્રોલ

પાકિસ્તાન પણ 2022 સુધીમાં પોતાના કોઈ નાગરિકને અંતરિક્ષમાં મોકલશે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીની ટ્વીટ જોઈ લો. તેમણે કહ્યું કે આ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

ભારતની દેખાદેખીમાં પાકિસ્તાને કહ્યું- અમે પણ મોકલીશું અંતરિક્ષ યાત્રી, થયું ટ્રોલ

નવી દિલ્હી: પાકિસ્તાન પણ 2022 સુધીમાં પોતાના કોઈ નાગરિકને અંતરિક્ષમાં મોકલશે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીની ટ્વીટ જોઈ લો. તેમણે કહ્યું કે આ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમણે પાકિસ્તાનની સિલેક્શન પ્રોસેસની પણ જાહેરાત કરી દીધી. પાકિસ્તાની મંત્રીએ ટ્વીટમાં લખ્યું કે 'અંતરિક્ષમાં મોકલવવામાં આવનારા પહેલા પાકિસ્તાની માટેની સિલેક્શન પ્રોસેસની જાહેરાત કરતા ગર્વ થાય છે. આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2020થી શરૂ થશે અને 50 લોકોની પસંદગી કરાશે.

જો કે પાકિસ્તાનને તેના ઘરમાં જ આ અંગે ટ્રોલ કરાઈ રહ્યું છે. પાકિસ્તાનીઓ  પોતે પોતાના મંત્રીની આ જાહેરાતને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. મીર મોહમ્મદ અલી  ખાને ટ્વીટ કરીને લખ્યું કે હું કેટલાક લોકોને નોમિનેટ કરવા માંગુ છું. પરંતુ તમારે મને વચન આપવું પડશે કે તેમને પાછા લાવવામાં આવશે નહીં. 

મોહમ્મદ આસિફે લખ્યું કે સર હું તમને સાધારણ સવાલ કરવા માંગુ છું. જો આપણે  ચીનની મદદ વગર આપણા માટે પરમાણુ બોમ્બ બનાવી શકતા હોઈએ તો તેમની સહાયતા વગર અંતરિક્ષમાં કેમ ન જઈ શકીએ? આપણે આત્મનિર્ભર થવું પડશે. નહીં તો દરેક વસ્તુ માટે ચીન પર નિર્ભર રહેવું પડશે. આ બાજુ નાવેદ અહેમદ બાજવાએ લખ્યું કે શું કોઈ આ મુરખને આ પ્રકારની મજાક કરતા રોકશે? તેમના પિતાજી બેલેન્સ ઓફ પેમેન્ટના મુદ્દાને પહોંચી વળવા માટે પૈસા ભેગા કરે છે. આ માટે પૈસા ક્યાંથી આવશે? જો પૈસા આવી પણ જાત તો પહેલા 50 લાખ ઘર અને એક કરોડ નોકરીઓની વ્યવસ્થા કરવી પડશે ને?

— Ch Fawad Hussain (@fawadchaudhry) July 25, 2019

ભારતની દેખાદેખીમાં કરી પાકિસ્તાને જાહેરાત
નોંધનીય છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષ સ્વતંત્રતા દિવસે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારત 2022 સુધીમાં પોતાનો પહેલો નાગરિક અંતરિક્ષમાં મોકલશે અને તે કોઈ પણ વિદેશી સ્પેસ એજન્સીની મદદ વગર. મોદીએ કહ્યું હતું કે જ્યારે ભારત 2022માં પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવતો હશે ત્યારે શક્ય છે કે તેનાથી પહેલા પણ દેશનો કોઈ પુત્ર કે પુત્રી ગગનયાનમાં બેસીને ભારતનો તિરંગો અંતરિક્ષમાં લઈ જશે. આ બાજુ પાકિસ્તાનના મંત્રીએ પોતાના નાગરિકને અંતરિક્ષમાં મોકલવાની યોજનાનો ખુલાસો કરતા કહ્યું  કે પહેલા 50 લોકોની પસંદગી થશે અને ત્યારબાદ લિસ્ટમાંથી 25 લોકો બાદ થશે. તેમણે ટ્વીટમાં લખ્યું કે બાદમાં લિસ્ટમાં જે 25 વધશે તેમાથી એકને 2022માં અમે અંતરિક્ષમાં મોકલીશું. આ આપણા અંતરિક્ષ ઈતિહાસની સૌથી મોટી ઘટના હશે. 

— naveed ahmad bajwa (@majornab) July 25, 2019

ભારતની ઉપલબ્ધિઓનું દબાણ
વાત જાણે એમ છે કે પાકિસ્તાન અંતરિક્ષ કાર્યક્રમોમાં ભારતની નિત નવી ઉપલબ્ધીઓથી ખુબ અસહજ મહેસૂસ કરે છે. પાકિસ્તાનની જનતા પોતાની સરકારને સવાલ પૂછે છે કે આખરે ભારત કરતા પહેલા અંતરિક્ષ એજન્સી સ્થાપિત થવા છતાં પાકિસ્તાન આટલું પાછળ કેમ છે? ભારતે જ્યારે 22 જુલાઈના રોજ ચંદ્રયાન મિશન 2 ચંદ્ર તરફ મોકલ્યું તો તેને આખી દુનિયાએ બિરદાવ્યું. પાકિસ્તાનમાં પણ તેની  ખુબ ચર્ચા થઈ. જે પાકિસ્તાનીઓએ ચંદ્રયાન મિશન 2ના લોન્ચિંગ માટે પાકિસ્તાનને શુભેચ્છાઓ પાઠવી તેઓએ પોતાની સરકાર પ્રત્યે આક્રોશ પણ વ્યક્ત કર્યો. પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી આ દબાણમાં પાકિસ્તાનઓમાં પોતાની સરકાર પ્રત્યે ભરોસો બહાલ કરવાની પહેલ  હેઠળ આવી ટ્વીટ કરી છે. 

ઈસરો કરતા 8 વર્ષ અગાઉ સુપારકોની રચના
નોંધનીય છે કે પાકિસ્તાનની સ્પેસ એજન્સી એન્ડ અપર એટમોસ્ફીયર રિસર્ચ કમિશન (સુપારકો)ની સ્થાપના 16 ઓગસ્ટ 1961ના રોજ થઈ ગઈ હતી. ભારતની સ્પેસ એજન્સી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની સ્થાપના આઠ વર્ષ બાદ 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. પરંતુ ઈસરોએ 5 નવેમ્બર 2013ના રોજ પોતના પહેલા જ પ્રયત્નમાં મંગળયાન લોન્ચિંગ અને ત્યારબાદ 15 ફેબ્રુઆરી 2017ના રોજ એકસાથે 104 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલીને દુનિયાને આશ્ચર્યચકિત  કરી હતી. આ બાજુ સુપારકો માટે પોતાના દમ પર અંતરિક્ષમાં ઉપગ્રહ મોકલવો એક સપના જેવું જ છે. 

ચીનના ભરોસે છે પાકિસ્તાનનો અંતરિક્ષ કાર્યક્રમ
પાકિસ્તાનના લોકો પણ આ સત્યથી વાકેફ છે. તેમને પણ ખબર છે કે ફવાદ ચૌધરીએ જે પહેલા પાકિસ્તાનીને અંતરિક્ષમાં મોકલવાની તે વાત કરી છે તે જો સાચું પણ ઠરશે તો ચીનની મદદથી. એટલે કે પહેલો પાકિસ્તાની જો અંતરિક્ષ યાત્રા કરી  પણ શકશે તો સુપારકોના દમ પર નહીં પરંતુ ચીની અંતરિક્ષ એજન્સીની મદદથી ચીનના જ રોકેટથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news