તમામ મોરચે પછડાટ ખાતા પાકિસ્તાનની નાપાક હરકત, નક્સલી એટેકનો વીડિયો J&Kનો ગણાવ્યો

પાકિસ્તાનની એક ટીવી ચેનલે દંતેવાડાના ફાઈલ ફૂટેજને શેર કરીને તેને જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી કરી રહેલા CRPF જવાનો સંબંધિત ગણાવ્યો છે.

તમામ મોરચે પછડાટ ખાતા પાકિસ્તાનની નાપાક હરકત, નક્સલી એટેકનો વીડિયો J&Kનો ગણાવ્યો

રાયપુર: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દેવાયા બાદ રાજ્યમાં સરકાર તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો ધીરે ધીરે પાછા ખેંચવામાં આવી રહ્યાં છે. જમ્મુના પાંચ જિલ્લાઓમાં મોબાઈલ સેવા પણ ચાલુ કરાઈ છે. કલમ 370 હટાવાયા બાદ ધીરે ધીરે  બધુ સામાન્ય થઈ રહ્યું છે પરંતુ પાકિસ્તાન અને પાકિસ્તાની મીડિયાના નાપાક હરકતો ખતમ થવાનું નામ લેતી નથી. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પાકિસ્તાની ચેનલ દંતેવાડામાં થયેલા નક્સલી એટેકના વીડિયોને જમ્મુ કાશ્મીરનો ગણાવીને જૂઠ્ઠાણું ફેલાવી રહી છે. 

દંતેવાડાના ફાઈલ ફૂટેજને કાશ્મીરનો બતાવી રહ્યું છે પાકિસ્તાની મીડિયા
મળતી માહિતી મુજબ પાકિસ્તાનની એક ટીવી ચેનલે દંતેવાડાના ફાઈલ ફૂટેજને શેર કરીને તેને જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી કરી રહેલા CRPF જવાનો સંબંધિત ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે કાશ્મીરને લઈને જૂઠ્ઠાણા ફેલાવવામાં લાગેલા પાકિસ્તાની મીડિયાના એક એન્કર હવે આ વીડિયો દ્વારા એવું જણાવવાની કોશિશ કરી રહ્યાં છે કે કાશ્મીરમાં ફિદાયીન હુમલો થયો છે, જેમાં આ જવાનો માર્યા ગયા છે અને ભારત આ વાત છૂપાવી રહ્યું છે. 

જુઓ LIVE TV

2010માં દંતેવાડાના તાડમેટલામાં થયો હતો નક્સલી હુમલો
પાકિસ્તાની મીડિયાએ જૂઠ્ઠાણું ફેલાવવા માટે જે વીડિયોનો ઉપયોગ કર્યો છે તે વીડિયોની હકીકત એ છે કે આ નક્સલી હુમલો વર્ષ 2010માં દંતેવાડાના તાડમેટલામાં થયો હતો. જે હવે સુકમા જિલ્લામાં આવે છે. નોંધનીય છે કે દંતેવાડાના તાડમેટલામાં વર્ષ 2010માં થયેલા આ નક્સલી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (CRPF)ના 76 જવાનો શહીદ થયા હતાં. આ જવાનોના મૃતદેહોને એક જગ્યાએ સન્માનપૂર્વક લાઈનમાં રાખવામાં આવ્યાં હતાં. પાકિસ્તાની મીડિયામાં તે શહીદ જવાનોના મૃતદેહો દેખાડવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાની મીડિયાના આ નવા વીડિયોથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન માત્ર ભારતમાં જૂઠ્ઠાણું જ નથી ફેલાવતું પરંતુ આપણા વીર જવાનોની શહાદતનું પણ અપમાન કરી રહ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news