Maryam Nawaz એ PM Modi નો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના PM ઈમરાન ખાન પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને ન તો કોઈ ઘરમાં પૂછે છે કે ન બહાર. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને હજુ સુધી તેમને ફોન નથી કર્યો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો ફોન ઉઠાવતા નથી.

Maryam Nawaz એ PM Modi નો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના PM ઈમરાન ખાન પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને ન તો કોઈ ઘરમાં પૂછે છે કે ન બહાર. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને હજુ સુધી તેમને ફોન નથી કર્યો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો ફોન ઉઠાવતા નથી. આ વાતને લઈને પ્રમુખ વિપક્ષી પાર્ટી પીએમએલ-એનના નેતા મરિયમ નવાઝે(Maryam Nawaz) ઈમરાન ખાન પર નિશાન સાધ્યું. તેમણે આઈએસઆઈ ચીફની નિયુક્તિનો મુદ્દો ઉઠાવતા અણઘડ વિદેશ નીતિ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ખુબ ફટકાર લગાવી. 

મેયરનો દબદબો પીએમ કરતા વધુ
ભીડને સંબોધતા મરિયમ નવાઝ શરીફે કહ્યું કે વિદેશી મોરચે ઈમરાન ખાન ફેલ સાબિત થયા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈમરાન ખાનનો ફોન ઉઠાવતા નથી, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ફોન કરતા નથી. અમેરિકી ટીવી પર લોકો કહે છે કે ઈમરાન ખાનની હેસિયત ઈસ્લામાબાદના મેયર કરતા વધુ નથી. ફૈસલાબાદના ધોબીઘાટ મેદાનમાં આપેલા ભાષણમાં મરિયમે કહ્યું કે પ્રધાનમંત્રી ઈમરાને ફક્ત એક વચન પૂરું કર્યું છે. તે છે દરેક વ્યક્તિને રડાવવાનું અને આજે  આખો દેશ રડી રહ્યો છે. 

Pandora Paper Leaks પર આકરા પ્રહાર
મરિયમે કહ્યું કે હાલમાં જ લીક થયેલા પેંડોરા પેપર લીક (Pandora Paper Leaks) મામલે ઈમરાનની પાર્ટી નંબર વન રેન્ક ગણાવાઈ. ત્યારબાદ પણ દેશને જણાવવામાં આવ્યું કે ઈમરાન ખાનનું નામ આ યાદીમાં નથી. ભારત સાથેના સંબંધો પર મરિયમે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ફોનનો જવાબ આપતા નથી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને હજુ સુધી આપણા પીએમને ફોન કર્યો નથી. 

— Shama Junejo (@ShamaJunejo) October 17, 2021

અનેકવાર ઈમરાનનું દર્દ છલકાયું
અત્રે જણાવવાનું કે યુએસ પ્રેસિડેન્ટે હજુ સુધી ઈમરાન ખાન સાથે વાત કરી નથી. ઈમરાન ખાન અનેકવાર પ્રત્યક્ષ રીતે પોતાનું દર્દ વ્યક્ત કરી ચૂક્યા છે. તાજેતરમાં તો પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે નિવેદન આપતા અમેરિકાને ધમકી સુદ્ધા આપી દીધી હતી. ત્યારબાદ ખાને સ્પષ્ટતા કરવી પડી હતી. તેમણે કહ્યું હતું કે બાઈડેનના ફોનનો ઈન્તેજાર નથી. હકીકતમાં યુસુફે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જો બાઈડેન તેમના નેતૃત્વની અવગણના કરતા રહ્યા તો પાકિસ્તાન પાસે અન્ય વિકલ્પ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news